AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પનીર ભૂલી જશો! એકવાર ઘરે બનાવો સ્પેશિયલ ‘રાજમા મલાઈ કોફ્તા’, જાણી લો ‘સિક્રેટ રેસિપી’

રોજ-રોજ રાતના ખાવામાં એ જ દાળ, બટાકા કે પનીરનું શાક ખાઈને જો તમે કંટાળી ગયા હોવ, તો આજે કંઈક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરવાનો દિવસ છે. વાત એમ છે કે, મલાઈ કોફ્તા તો તમે ઘણીવાર ખાધા હશે પણ રાજમાથી બનેલા આ કોફ્તાનો સ્વાદ એકદમ અલગ હોય છે.

પનીર ભૂલી જશો! એકવાર ઘરે બનાવો સ્પેશિયલ 'રાજમા મલાઈ કોફ્તા', જાણી લો 'સિક્રેટ રેસિપી'
| Updated on: Oct 24, 2026 | 9:25 PM
Share

રોજ-રોજ રાત્રે એ જ દાળ, રોટલી કે બટાકાનું શાક ખાઈને કંટાળી ગયા છો? તો આજે રસોઈમાં કંઈક નવું અને એકદમ ચટાકેદાર વાનગી બનાવવાનો વારો છે. હેલ્ધી રાજમાથી બનતા ‘રાજમા મલાઈ કોફ્તા’ જ્યારે કાજુ અને મલાઈવાળી ક્રીમી ગ્રેવીમાં ડૂબે છે, ત્યારે તેનો સ્વાદ અદ્ભુત લાગે છે.

રાજમાના નરમ કોફ્તા જ્યારે કાજુ અને મલાઈવાળી રિચ ગ્રેવીમાં ડૂબે છે, ત્યારે મોંમાં જતાની સાથે જ ઓગળી જાય છે. આ ડિશ વીકેન્ડ ડિનર અથવા ઘરે આવેલા મહેમાનોને ઇમ્પ્રેસ કરવા માટે એકદમ પરફેક્ટ છે.

રાજમા મલાઈ કોફ્તા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઉકાળેલા રાજમા (આખી રાત પલાળેલા અને સારી રીતે ઉકાળેલા)
  • 2 ઉકાળેલા બટાકા (બાઈન્ડિંગ માટે)
  • 1 ઝીણી સમારેલી ડુંગળી અને 2 લીલા મરચાં
  • ઝીણી સમારેલી કોથમીર
  • અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

ઢાબા સ્ટાઇલ ગ્રેવી માટે

  • 2 મોટી ડુંગળી અને ૩ ટામેટાની પેસ્ટ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 8-10 કાજુની પેસ્ટ (રિચનેસ માટે)
  • અડધો કપ તાજી મલાઈ અથવા ક્રીમ
  • 1-1 ચમચી ધાણા પાવડર, હળદર અને કશ્મીરી લાલ મરચું
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી તેલ અથવા માખણ

રાજમા મલાઈ કોફ્તા બનાવવાની રીત

  1. સૌપ્રથમ એક મોટા વાસણમાં ઉકાળેલા રાજમાને સારી રીતે મેશ કરી લો. ધ્યાન રાખો કે, રાજમામાં પાણી ન હોવું જોઈએ. હવે તેમાં ઉકાળેલા બટાકા, ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને બધા સૂકા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ અથવા લંબગોળ કોફ્તા બનાવી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ કોફ્તાને સોનેરી તેમજ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.
  2. હવે ગ્રેવી બનાવવા માટે બીજી એક કઢાઈમાં માખણ અથવા તેલ ગરમ કરો. તેમાં થોડું જીરું અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. હવે ડુંગળીની પેસ્ટ નાખો અને સોનેરી થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ ટામેટાની પેસ્ટ, હળદર, ધાણા પાવડર અને કશ્મીરી લાલ મરચું નાખીને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી મસાલો તેલ ન છોડે.
  3. મસાલો સારી રીતે ભળી જાય પછી તેમાં કાજુની પેસ્ટ નાખો અને 2 મિનિટ સુધી પકાવો. હવે ગેસની આંચ ધીમી કરો અને તેમાં તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરી દો. તેને સતત હલાવતા રહો, જેથી ગ્રેવી ફાટી ન જાય. હવે તેમાં અડધો કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખીને ગ્રેવીમાં એક ઉભરો આવવા દો.
  4. ગ્રેવી જાડી થાય એટલે તેમાં કસૂરી મેથી અને થોડી કોથમીર નાખીને ગેસ બંધ કરી દો. ધ્યાન રાખો કે, કોફ્તાને ઉકળતી ગ્રેવીમાં ન નાખવા, નહિતર તે તૂટી શકે છે. હવે જ્યારે પણ તમારે જમવા પીરસવું હોય, ત્યારે સર્વિંગ બાઉલમાં પહેલા કોફ્તા મૂકો અને ઉપરથી ગરમાગરમ મલાઈદાર ગ્રેવી રેડી દો.
  5. લો, તમારા ઢાબા સ્ટાઇલ ‘રાજમા મલાઈ કોફ્તા’ બિલકુલ તૈયાર છે. તેને ગરમાગરમ બટર નાન, લચ્છા પરોઠા અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો.

વીકેન્ડમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? તો 10 મિનિટમાં બનાવો મુંબઈની સ્ટ્રીટ સ્ટાઈલ ‘રગડા પેટીસ’

Follow Us
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
g clip-path="url(#clip0_868_265)">