AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોહીની કમી દૂર કરશે અને ઇમ્યુનિટી વધારશે! ઘરે આ રીતે બનાવો ટેસ્ટી ‘આમળા-બીટનો જ્યુસ’, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી અને ફાયદા

શું તમે વારંવાર બીમાર પડો છો અથવા શરીરમાં નબળાઈ અનુભવો છો? ઔષધીય ગુણોથી ભરપૂર આમળા અને બીટનો આ જ્યુસ તમારા માટે બેસ્ટ છે. માત્ર 5 સ્ટેપ્સમાં ઘરે જ બનાવો આ એનર્જી ડ્રિંક જે વજન ઘટાડવામાં પણ છે અસરકારક.

લોહીની કમી દૂર કરશે અને ઇમ્યુનિટી વધારશે! ઘરે આ રીતે બનાવો ટેસ્ટી 'આમળા-બીટનો જ્યુસ', જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી અને ફાયદા
| Updated on: Feb 17, 2026 | 9:25 PM
Share

શું તમે ક્યારેય આમળા અને બીટના મિશ્રણનો જ્યુસ ટ્રાય કર્યો છે? હેલ્થ એક્સપર્ટ્સ વારંવાર આ જ્યુસ પીવાની સલાહ આપે છે કારણ કે તેમાં વિટામિન-સી અને આયર્નનો ભંડાર છે. આજે અમે તમને આ હેલ્ધી અને ટેસ્ટી જ્યુસની એવી રેસીપી જણાવીશું કે જે પીધા પછી તમે વારંવાર બનાવશો.

જરૂરી સામગ્રી:

  • બીટ: 1 કપ (ટુકડા કરેલા)
  • આમળા: 1 કપ (સમારેલા)
  • આદુ: અડધો ઇંચ (ટુકડો)
  • ફુદીનાના પાન: 5-6 નંગ
  • શેકેલું જીરું પાવડર: 1/2 ચમચી
  • સંચળ (કાળું મીઠું): 1/2 ચમચી
  • લીંબુનો રસ: સ્વાદ મુજબ
  • મધ: 1 ચમચી
  • પાણી: જરૂર મુજબ

બનાવવાની રીત: સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ

સ્ટેપ 1: સૌથી પહેલા બ્લન્ડર અથવા મિક્સર જારમાં બીટ, આમળા અને આદુના ટુકડા લો. હવે તેમાં ફુદીનાના પાન ઉમેરો.

સ્ટેપ 2: આ બધી વસ્તુઓને બરાબર બ્લેન્ડ કરી લો. હવે તેમાં એક કપ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરો.

સ્ટેપ 3: જ્યુસનો સ્વાદ વધારવા માટે આ મિશ્રણમાં જીરું પાવડર, સંચળ અને મધ ઉમેરો. મધ નાખવાથી આમળાનો તૂરો સ્વાદ બેલેન્સ થશે.

સ્ટેપ 4: એકવાર ફરીથી બ્લન્ડર ચલાવી લો જેથી બધી વસ્તુઓ એકરસ થઈ જાય.

સ્ટેપ 5: તૈયાર છે પોષક તત્વોથી ભરપૂર જ્યુસ! હવે તેને ગ્લાસમાં ગાળી લો અને જો તમે ઈચ્છો તો ઉપરથી લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો.

આ જ્યુસ પીવાના અદભૂત ફાયદા:

  • ઇમ્યુનિટી બૂસ્ટર: વિટામિન-સી થી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • લોહીની કમી દૂર કરે: બીટમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે છે.
  • વજન ઘટાડવા: વેટ લોસ જર્નીમાં આ જ્યુસ બેસ્ટ ડિટોક્સ ડ્રિંક સાબિત થઈ શકે છે.
  • ચામડી અને વાળ: આ જ્યુસ પીવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ ખરતા ઓછા થાય છે.
  • હૃદય અને પાચન: તે પાચનતંત્રને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

Top 70 AI Projects List : 60 દેશોમાંથી ટોપ-70 AI પ્રોજેક્ટ્સની પસંદગી, હેલ્થ અને એગ્રીકલ્ચરમાં લાવશે બદલાવ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">