Breaking News : ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ભરઉનાળે અચાનક કમોસમી વરસાદ અને કરા સાથેના પવનથી અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે.
ગુજરાતમાં ભરઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્ય પર એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે.
ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે અનેક સ્થળોએ મુશ્કેલી ઊભી કરી છે. કેટલીક જગ્યાએ કરા સાથે ભારે વરસાદ પડતાં ખેતી અને દૈનિક જીવન પર સીધી અસર પડી છે. રાજ્યના લગભગ 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અરવલ્લીના સાઠંબામાં 1.25 ઈંચ અને માણસામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે. માવઠાના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, ખાસ કરીને કાપણીના તબક્કે આવેલા પાક માટે આ પરિસ્થિતિ ગંભીર બની શકે છે.
ગાંધીનગર જિલ્લાના માણસામાં કમોસમી વરસાદ આફત બની ગયો છે. માણસા APMCમાં વરસાદી પાણી ભરાતા ઘઉં પાણીમાં વહેતા જોવા મળ્યા હતા. આ ઘટનાના કારણે વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. માત્ર ઘઉં જ નહીં, પરંતુ અન્ય કૃષિ ઉત્પાદન પણ પાણીમાં પલળી જતા નુકસાનની સ્થિતિ સર્જાઈ છે.
હવામાનમાં આવા અચાનક ફેરફારને કારણે રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે. નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે, જેથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કલાકમાં 60 મિનિટ કેમ હોય છે? જાણો હજારો વર્ષ જૂનું આ રહસ્ય
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના

