ચોમાસામાં ઋતુગત બીમારીઓથી બચવા ફોલો કરો આ Monsoon Diet, જાણો તેના ફાયદાઓ

ચોમાસામાં બીમારીઓથી ખાસ બચવુ જોઈએ. ચાલો જાણીએ કે ચોમાસામાં કયો આહાર (Monsoon Diet) લેવાથી બીમારીઓથી બચી શકાય છે.

ચોમાસામાં ઋતુગત બીમારીઓથી બચવા ફોલો કરો આ Monsoon Diet, જાણો તેના ફાયદાઓ
Monsoon DietImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 7:42 PM

ચોમાસાનું આગમન થાય એટલે પશુ-પંખી અને માનવ સમાજમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ જાય છે. તેના કારણે ઉનાળાના આકરા તાપમાંથી રાહત મળે છે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે અને જળાશયો ભરાતા આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ થાય છે. પણ આ ચોમાસામાં (Monsoon) અનેક મુશીબતનો સામનો પણ કરવો પડે છે. જેમકે ટ્રાફિક જામ, વધારે વરસાદથી પૂરની સમસ્યાઓ અને ઋતુગત બીમારીઓની સમસ્યાઓ. ચોમાસામાં બીમારીઓથી ખાસ બચવુ જોઈએ. ચાલો જાણીએ કે ચોમાસામાં કયો આહાર (Monsoon Diet) લેવાથી બીમારીઓથી બચી શકાય છે.

બીટનું સલાડ- બીટનું સેવન સલાડના રૂપમાં કરી શકાય છે. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં પોટેશિયમ, ફાઈબર અને ફોલિક એસિડ હોય છે. તેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે.

કાળા મરી- કાળા મરીનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે ઈંડા અને ખીચડીમાં થોડી કાળા મરી નાખી શકો છો. તે માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે તાવ, ઉધરસ, શરદી, સ્નાયુઓમાં દુખાવો અને ફ્લૂ વગેરે સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો

સફરજન- ચોમાસાની ઋતુમાં સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તમે તમારા આહારમાં સફરજનનો સમાવેશ કરી શકો છો.

લસણ- લસણ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ પાચનની પ્રક્રિયાને વેગ આપે છે. તમારી વાનગીઓમાં તમે લસણનો ઉપયોગ કરતા જ હશો. આ સિવાય તમે તેને અન્ય ઘણી રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.

હળદર- આ મસાલાનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય રસોડામાં થાય છે. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણધર્મો છે. તમે ચોમાસામાં હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો. તે તમને મોસમી રોગોથી બચાવવાનું કામ કરે છે.

આદુ – આદુનો ઉપયોગ આપણે વધારે પડતો ચામાં કરીએ છે. ચોમાસામાં તેના સેવનથી ઘણા લાભ થાય છે. તે પાચનક્રિયાને વેગ આપે છે. ચોમાસામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. તમે આદુના પાણીનું સેવન પણ કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">