AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Safety Tips : આગ લાગે તો શું કરવું? જાણો જીવ બચાવવાના 8 મહત્વના ઉપાય

આગ ગમે ત્યાં અને ગમે ત્યારે લાગી શકે છે. ગભરાવાને બદલે તમારે સુરક્ષિત રીતે બહાર નીકળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હોસ્પિટલ કે હોટલમાં આગ લાગે તો તમારો જીવ કેવી રીતે બચાવવો તે વિશે જાણો.

Fire Safety Tips : આગ લાગે તો શું કરવું? જાણો જીવ બચાવવાના 8 મહત્વના ઉપાય
Fire Safety TipsImage Credit source: X
| Updated on: Jun 04, 2026 | 10:10 AM
Share

આજકાલ આગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરમાં દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલમાં આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. આજે 04મે સવારે, બિહારના મુઝફ્ફરપુરના બ્રહ્મપુરામાં પ્રસાદ હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકો મૃત્યુ પામ્યા છે. આગ જોતાં લોકો ખૂબ જ ગભરાઈ જા છે. પરંતુ ગભરાવાને બદલે, તમારે તાત્કાલિક રસ્તા પરથી બહાર નીકળવાનું વિચારવું જોઈએ.

શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર પાણી ન નાખો

જો કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય, તો તેને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો નહીં. તેનાથી કરંટ લાગવાનો ખતરો વધી શકે છે અને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં માત્ર ક્લાસ-E ફાયર એક્સ્ટિંગ્વિશર અથવા સૂકી માતીનો ઉપયોગ કરવો.

ઉપરની તરફ દોડવું નહીં

જો કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ઉપરની માળ કે છત તરફ જવાનું નહીં. આગ અને ધુમાડો હંમેશા ઉપરની તરફ ફેલાય છે. જેના કારણે ઉપરના માળે શ્વાસ રૂંધાવાનો ખતરો વધી શકે છે. શક્ય તેટલી ઝડપથી નીચેની તરફ આવીને બિલ્ડિંગની બહાર નીકળી જવું જોઈએ.

લિફ્ટનો ઉપયોગ કરવો નહીં

આગની સ્થિતિમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. આગના કારણે વીજ પુરવઠો બંધ થઈ શકે છે અને તમે લિફ્ટમાં ફસાઈ શકો છો. ઉપરાંત, લિફ્ટના શાફ્ટમાં ધુમાડો ઝડપથી ભરાઈ શકે છે. બચવા માટે હંમેશા સીડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ.

બારીઓ ખોલવી નહીં

ઘણા લોકો ધુમાડો બહાર કાઢવા માટે બારીઓ ખોલી દે છે. પરંતુ બહારથી આવતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. જે આગને વધુ ઝડપથી ફેલાવી શકે છે. બહાર નીકળવા માટે બારી કે દરવાજાનો ઉપયોગ કરી શકાય પરંતુ અનાવશ્યક રીતે બારીઓ ખોલવી નહીં.

શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવું

આગ લાગ્યા પછી ઘણીવાર લોકો પોતાનો સામાન બચાવવા પાછળ સમય બગાડે છે. પરંતુ તમારો જીવ સૌથી કિંમતી છે. સૌથી પહેલા ફાયર બ્રિગેડને જાણ કરો અને પરિવારના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરો. આગ બુઝાવવા માટે આગમાં અન્ય કોઈ વસ્તુ ન ફેંકો કારણ કે તે આગને તીવ્ર બનાવી શકે છે.

ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું

જો ધુમાડો ભરાઈ ગયો હોય તો ઊભા રહીને ચાલવાની જગ્યાએ ઝૂકીને અથવા ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું. જમીનની નજીક ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે અને ધુમાડો ઉપર રહે છે. બહાર નીકળતી વખતે મોઢું અને નાક ભીના કપડાથી ઢાંકી લેવાં.

દોરડું અને સીડી રાખો

આગ લાગવાની સ્થિતિમાં બચવા માટે તમારા ઘરમાં જાડા દોરડા રાખવા જોઈએ. આનાથી તમે બારીમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો. કટોકટીમાં તમારા જીવ બચાવવા માટે સીડી પણ ઉપયોગી થઈ શકે છે. તમારા ઘરમાં સીડી રાખવાની ખાતરી કરો.

સામાન પાછળ છુપાશો નહીં

કોઈ પણ ફર્નિચર અથવા સામાન પાછળ છુપાવાનો પ્રયાસ ન કરવો. રેસ્ક્યૂ ટીમ માટે તમને શોધવું મુશ્કેલ બની શકે છે. ઉપરાંત આગ લાગવાથી અથવા છત તૂટી પડવાથી તમે ત્યાં ફસાઈ શકો છો. તેથી ખુલ્લી જગ્યામાં રહેવાનો પ્રયાસ કરો.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, TMKOC: 7 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે 2 રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ અભિનેતા

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">