AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brass Health Tips: એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણ, ખોરાક રાંધવા માટે વધુ સારો વિકલ્પ કયો?

વાસણોમાં રાંધવામાં આવેલો ખોરાક આપણા સ્વાસ્થ પર અસર કરે છે. તેથી યોગ્ય તે વાસણની પસંદગી કરવી જરૂરી છે. આજકાલ એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે કારણ કે તે વજનમાં હળવા હોય છે અને સરળતાથી ઉપલબ્ધ છે.

Brass Health Tips: એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણ, ખોરાક રાંધવા માટે વધુ સારો વિકલ્પ કયો?
Vessal For CookImage Credit source: ChatGpt
| Updated on: Apr 22, 2026 | 10:44 AM
Share

નિષ્ણાતોના મુજબ, પિત્તળમાં તાંબુ અને ઝિંકનું મિશ્રણ હોય છે. જે શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. જ્યારે તમે પિત્તળના વાસણમાં ચા અથવા ખોરાક બનાવો છો, ત્યારે ખૂબ નાની માત્રામાં આ તત્ત્વો તેમાં મળી શકે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને તાંબું શરીરમાં એન્ઝાઇમના યોગ્ય કાર્ય અને આયર્નના શોષણમાં મદદરૂપ બને છે. નિયમિત રીતે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાથી શરીરને થોડો વધારાનો પોષણ લાભ મળી શકે છે.

એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો

પિત્તળના વાસણો એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. તાંબુ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આનો અર્થ એ છે કે પિત્તળના વાસણોમાં બનાવેલો ખોરાક સલામત હોઈ શકે છે. એલ્યુમિનિયમમાં આ ગુણધર્મનો નથીં.

પાચન માટે ફાયદાકારક

પિત્તળના વાસણમાં બનેલો ખોરાક પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ છે. તાંબુ પેટ અને આંતરડાના કાર્યને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. તે ગેસ, કબજિયાત એસિડિટી જેવી સમસ્યાઓ ઘટાડવામાં ફાયદાકારક થઈ શકે છે. નિષ્ણાતોના મુજબ, તાંબાના સંપર્કમાં આવેલું પાણી કે ખોરાક મેટાબોલિઝમ સુધારવામાં પણ મદદ કરે છે. તેથી પિત્તળના વાસણોમાં ચા કે ખોરાક બનાવવો પાચન માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

રાસાયણિક પ્રતિક્રિયાઓનું ઓછું જોખમ

પિત્તળના વાસણોમાં રાસાયણિક પ્રતિક્રિયાઓનું ઓછું જોખમ રહે છે. પિત્તળનું વાસણ અંદરથી ટીન એટલે કે કલાઈ કરેલું હોય છે. એલ્યુમિનિયમ એસિડિક પદાર્થોના સંપર્કમાં આવવા પર રાસાયણિક પ્રતિક્રિયા આપે છે. ચામાં જ્યારે દૂધ, ખાંડ, આદુ અને એલચી જેવા ઘટકો ઉમેરવામાં આવે છે ત્યારે તે સહેજ એસિડિક બની શકે છે.

સ્વાદમાં સુધારો

ઘણા લોકોનો અનુભવ છે કે પિત્તળના વાસણમાં બનેલી ચા અને ખોરાકનો સ્વાદ સંતુલિત રહે છે. પિત્તળ, ખોરાકના સ્વાદને સારી રીતે જાળવી રાખે છે. જેથી દરેક સ્વાદનો અલગ આનંદ મળે છે.

પર્યાવરણ માટે અનુકૂળ

પિત્તળના વાસણો ટકાઉ હોય છે. તે લાંબા સમય સુધી ચાલે છે. તેથી તેને વારંવાર બદલવાની જરૂર નથી. એલ્યુમિનિયમના વાસણોનું આયુષ્ય પિત્તળ કરતાં ઓછું હોય છે. વધુમાં, પિત્તળનો ઉપયોગ આપણા પરંપરાગત વારસા સાથે જોડાયેલો છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

પિત્તળના વાસણોના ઘણા ફાયદા છે. ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ખાતરી કરો કે વાસણ ટીન-કોટેડ હોય એટલે કે અંદરથી કલાઈ કરેલી હોય. કારણ કે કલાઈ વગરના પિત્તળમાં એસિડિક ખોરાક રાંધવાથી શરીરને નુકસાન થઈ શકે છે. વાસણોના ગુણધર્મો જાળવવા માટે સમયાંતરે તેને સાફ કરવું અને ફરીથી કોટ કરવું પણ મહત્વપૂર્ણ છે.

Midnight Hunger: મિડનાઇટમાં ભૂખ લાગે તો ખાઓ આ 7 ખોરાક, જાણો ડાયેટિશિયનની સલાહ

Follow Us
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">