શું લીંબુને ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થાય છે? તેને ફ્રેશ રાખવા માટેની આ રહી બેસ્ટ રીત
સોશિયલ મીડિયા પર આવા ઘણા લાઇફ સેવિંગ હેક્સ શેર કરતા હોય છે. આવા હેક્સથી લોકોની લાઈફમાં જે સમસ્યાઓ હોય છે તેનું સોલ્યુશન કરે છે. તાજેતરમાં એક મહિલાએ જણાવ્યું કે, લીંબુને ફ્રિજમાં કેવી રીતે રાખી કરી શકાય, જેથી તે એક મહિના સુધી તાજા રહી શકે.
આપણામાંથી ઘણાને લીંબુ પાણી પીવું ખૂબ જ ગમે છે. એવા ઘણા લોકો છે જે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા લીંબુ પાણી પીવે છે. વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સિફાય કરવા માટે આ એક ઉત્તમ શરબત માનવામાં આવે છે. ઘણા લોકો બજારમાંથી એક સાથે ઘણા બધા લીંબુ ખરીદે છે અને તેને સ્ટોર કરે છે. ઘણી વખત લીંબુની કિંમત એટલી વધી જાય છે કે લોકો તેને અગાઉથી ખરીદી લે છે પણ ગમે તેટલા મોંઘા લીંબુ ખરીદો, જો તેને ફ્રિજમાં રાખ્યા પછી પણ બગડતા હોય છે. તો તેને ફ્રેશ રાખવા માટે શું કરવું તે અહીં આપેલું છે.
હેક ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થશે
લીંબુને ફ્રિજમાં સ્ટોર કર્યા પછી પણ બગડી જાય છે. તેમની છાલનો કલર ચેન્જ થવા લાગે છે અને તેમાંથી વિચિત્ર ગંધ પણ આવે છે. આ લીંબુ લાંબો સમય તાજા રહેતા નથી અને ઉપયોગ માટે યોગ્ય રહેતા પણ નથી. આ સ્થિતિથી બચવા માટે એક મહિલાએ હેક શેર કર્યું. આના દ્વારા તમે લીંબુને એક મહિના સુધી રેફ્રિજરેટરમાં સારા રાખી શકાય છે. આ હેક ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
અહીં જુઓ વીડિયો…………
View this post on Instagram
(Credit Source : Healthy Cooking Tips)
આપણે બજારમાંથી લીંબુ લાવીએ છીએ અને ફ્રીજમાં રાખીએ છીએ. પરંતુ થોડા જ સમયમાં આ લીંબુની છાલ ડ્રાય અને બ્રાઉન થઈ જાય છે. આ સાથે તેનો સ્વાદ પણ એકદમ કડવો તેમજ વિચિત્ર થઈ જાય છે. મહિલાએ આ વીડિયોમાં એવું જણાવ્યું છે કે આ લીંબુ એક મહિના સુધી ફ્રીજમાં લીલા એટલે કે તાજા રહેશે. તેના પર ન તો કોઈ ખરાબ છાલ રહેશે અને ન તો તેનો સ્વાદ કડવો હશે. આ માટે તમારે ફક્ત લીંબુને એક ડબ્બામાં ભરીને પાણીમાં પલાળી રાખવાના છે.
એક મહિના સુધી રહેશે તાજા
તમારે માર્કેટમાંથી લીંબુ લાવીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી રાખવાના છે. આ પછી એર ટાઈટ કન્ટેનરમાં પાણી ભરો. હવે તેના પર ઢાંકણ મૂકીને પાછું ફ્રિજમાં મૂકી દેવાનું છે. તમે જોશો કે હવે લીંબુ એક મહિના સુધી ફ્રેશ રહેશે. મતલબ કે હવે તાજા અને રસદાર લીંબુ તમારા ફ્રીજમાં એક મહિના સુધી રહેશે. તમે પણ આજે જ ટ્રાય કરો અને જુઓ આ લેમન હેક્સનો જાદુ.