શું તમે વેકેશન પર જઈ રહ્યા છો? તો આજે જ જાણો તમારા હોમ ગાર્ડનને હર્યુભર્યુ રાખવાની સરળ ટિપ્સ

જ્યારે તમે બહાર ફરવા જઈ રહ્યા છો કે, વેકેશન પર છો ત્યારે ઘર બંધ હોવાથી હોમ ગાર્ડનની કાળજી રાખવી થોડી મુશ્કેલ બની શકે છે.

શું તમે વેકેશન પર જઈ રહ્યા છો? તો આજે જ જાણો તમારા હોમ ગાર્ડનને હર્યુભર્યુ રાખવાની સરળ ટિપ્સ
Are you going on vacation ?? So here are some simple tips to keep your home garden green always
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:57 PM

આજકાલ દરેક લોકોમાં હોમ ગાર્ડન ક્રિએટ કરવાનો નવો શોખ જોવા મળી રહ્યો છે. જે લોકો સ્ટ્રેસ, ડિપ્રેશનથી પીડિત હોય તેમના માટે હોમ ગાર્ડન એ શ્રેષ્ઠ પ્રવૃતિ છે. સાવ ઓછા ખર્ચમાં પણ તમે તાજા ફળો અને ફૂલો ઘરે બેઠા મેળવી શકો છો. પરંતુ તેની સમય સમય પર કાળજી લેવી અને પાણી નાંખવું પણ એટલું જ જરૂરી છે. જ્યારે તમે બહાર ફરવા જઈ રહ્યા છો કે વેકેશન પર છો ત્યારે ઘર બંધ હોવાથી હોમ ગાર્ડનની કાળજી રાખવી થોડી મુશ્કેલ બની શકે છે.

આ માટે આજે અમે હોમ ગાર્ડન કેરની સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ. એનેટ મેથ્યુ જે પૂણેના રહેવાસી છે અને એક જાણીતા ગાર્ડનીસ્ટ પણ છે. તેમને તેમના ઘરે 300થી વધુ ફળફૂલોથી યુક્ત બગીચો બનાવ્યો છે. તેમણે સરળતાથી હોમ ગાર્ડનનું સંચાલન કેવી રીતે કરી શકાય એ અંગે અગત્યની ટિપ્સ આપી છે.

આ DIY ટિપ્સ નીચે મુજબ છે –

  1. પ્લાસ્ટિકની એક બોટલ લો. તેમાં સોય અથવા તો ટાંકણી વડે નાના- નાના કાણાં પાડીને કુંડામાં આ બોટલ ઊંધી વાળીને મૂકવાથી તમારા છોડ ક્યારેય પણ સુકાશે નહીં.
  2.  જો તમારી પાસે વિશાળ કુંડા છે તો તેને બહારની તરફથી તમે પાણી ભરેલા મોટા ટબમાં પણ રાખી શકો છો. જેથી પ્લાન્ટનું મોઈશ્ચર લેવલ મેઇન્ટેન થતું રહે છે.
  3. તમારા ઘરમાં જો વિશાળ ગાર્ડન હશે તો માખી- મચ્છરનો ઉપદ્રવ પણ અસહ્ય બની જાય છે. આ માટે એક પ્લાસ્ટિકની સ્પ્રે બોટલમાં હાઈડ્રોજન પેરાકસાઈડ, પાણી, વિનેગર, અને ડિશ સોપનું સમાન મિશ્રણ બનાવીને તેને તમારા કુંડા અને ક્યારામાં છંટકાવ કરવાથી જંતુઓ તમારા ગાર્ડનથી દૂર રહેશે.
  4.  આ ઉપરાંત તમે કોટનના કપડાને ભીનું કરીને તેને પ્લાન્ટના મૂળિયામાં બાંધી શકો છો. જેથી તમારા પ્લાન્ટનું તાપમાન લેવલ પણ નીચું રહે છે અને તે જલદીથી સુકાઈ જતાં નથી.
  5. તમારા ક્યારા અને કુંડામાં કોકો પીટ અને માટીનું મિશ્રણ મેળવવાથી પણ પાણીનું લેવલ જળવાય રહે છે અને ફૂલો પણ કરમાતા નથી.
  6. મૂલચિંગ મેથડ: આ મેથડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ઘરનો ભીનો કચરો પણ સરખી રીતે રિસાઈકલ થઈ શકે છે. કોકો પીટ અને માટીના મિશ્રણની સાથે કુંડામાં સૂકા પાંદડા, ડાળી, સુકાયેલા ફૂલો, શાકભાજીનો કચરો, વગેરે એડ કરીને હોમ મેડ કોમ્પોસ્ટ ખાતર પણ તૈયાર કરી શકાય છે.

આવી સરળ હોમ ગાર્ડન કેર ટિપ્સને ફોલો કરવાથી તમારા ગાર્ડનમાં ગંદકી પણ થતી નથી અને ફૂલ- વૃક્ષો પણ બારે માસ હર્યાભર્યા રહે છે.

આજનું રાશિફળ તારીખ : 13-07-2024
ગુજરાતી દુલ્હન બની રાધિકા, ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ તસવીર
Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ
હાર્દિક પંડયાને નતાશા ભાભી નહીં, આ મહિલાનો છે સપોર્ટ
અનંત રાધિકાના લગ્નમાં ન ગયો મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સામે આવ્યું કારણ

આ પણ વાંચો – સરકારે લીધો મોટો નિર્ણય, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પર પરિવારજનોને મળશે 8 ગણું વળતર, 1 એપ્રિલથી નિયમો થશે લાગુ

આ પણ વાંચો – Knowledge: વૃદ્ધોને ઊંઘ ન આવવાનું કારણ વૈજ્ઞાનિકોને મળ્યુ, જાણો વૃદ્ધાવસ્થામાં કેમ આવુ થાય છે

Latest News Updates

MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">