Good News : લદ્દાખ ફરવાનો પ્લાન બનાવો છો, તો IRCTC લાવ્યું છે આ સસ્તુ પેકેજ સાથે તમારા સ્વાસ્થની પણ કાળજી લેશે, જાણો વિગતો
સસ્તામાં કરો લેહ લદ્દાખની મુસાફરી આ પેકેજ હેઠળ, તમે લેહ, નુબ્રા, પેંગોંગ સહિત ઘણા અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પ્રવાસ દરમિયાન તમારા સ્વાસ્થની પણ કાળજી રાખવામાં આવશે.

જો તમે લેહ લદ્દાખ ફરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે સારા છે. કારણ કે આ માટે IRCTC દ્વારા એક શાનદાર પેકેજ લાવવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ, તમે લેહ, લદ્દાખ, નુબ્રા, પેંગોંગ સહિત ઘણા અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકો છો.IRCTCનું આ પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. IRCTCએ આ પેકેજને IRCTC સાથે ડિસ્કવર લદ્દાખ નામ આપ્યું છે. આ પ્રવાસ દિલ્હીથી જ શરૂ થશે. આ પ્રવાસ માટે કુલ 30 સીટ જ રાખવામાં આવી છે.
બુકિંગ માટેની તારીખો
IRCTCના લેહ લદ્દાખ ટૂર પેકેજ દ્વારા લેહ, શામ વેલી, નુબ્રા વેલી, પેંગોંગ અને ટુરટુક વગેરેની મુલાકાત લઈ શકો છે. તમને જણાવી દઈએ કે સફરની શરૂઆતમાં તમને ફ્લાઈટ દ્વારા લઈ જવામાં આવશે. આ પેકેજ 22-29 એપ્રિલ અને 1, 6, 8, 13, 15, 20, 22, 27, 29 મે સુધી મર્યાદિત છે. એટલે કે, આ દિવસો દરમિયાન તમે ફક્ત લેહ લદ્દાખના ટૂર પેકેજ દ્વારા જ મુસાફરી કરી શકો છો.
Hey, it’s time to tick off Ladakh from your bucket list. #IRCTC has a #budget and #thrilling #Ladakh #tour for you! One more reason to #book the tour is It’s LTC approved! Book on https://t.co/5Q47P5yv8D@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail #bharatparv23
— IRCTC (@IRCTCofficial) February 6, 2023
કિંમત અને સુવિધાઓ શાનદાર
જો તમે IRCTCના લદ્દાખ પેકેજના ભાડાની વાત કરીએ તો તેના માટે તમારે કુલ 38,900 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ડબલ ઓક્યુપન્સી માટે 39,990 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે દરેક વ્યક્તિએ 38,900 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં તમારા ફ્લાઈટના ભાડા સાથે ખાવા-પીવા, હોટલમાં રોકાણ, કેબ, વીમો વગેરેની સુવિધા આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે અહિ ક્લિક કરો

6 રાત 7 દિવસનું પેકેજ
લદ્દાખ પેકેજ તમારી મુસાફરી સહિત તમામ જરૂરી ખર્ચને આવરી લેશે. આ પેકેજમાં તમે લેહમાં 3 રાત, નુબ્રામાં 2 રાત અને પેંગોંગમાં 1 રાત હોટેલમાં રોકાશો. આ દરમિયાન, તમને આસપાસ લઈ જવા માટે એક ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તમને દરરોજ સાંસ્કૃતિક શો જોવાનો મોકો પણ મળશે, સાથે જ કેટલીક જગ્યાએ તમારી કારમાં ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.વધુ માહિતી માટે તમે આ નંબર પર કોન્ટેક પણ કરી શકો છો.Contact Nos. 9717641764, 9717648888