Weather Update: ઠંડીએ કરી જમાવટ, નલિયા 4.2 ડિગ્રી સાથે ઠર્યું, જાણો આજે કેવો રહેશે ઠંડીનો ચમકારો

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે હજી પણ ઠંડીનો ચમકારો રહેવાનો આગાહી કરવામાં આવી છે. તો  ગત રાત્રે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠર્યા હતા. તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 4. 2ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Weather Update: ઠંડીએ કરી જમાવટ, નલિયા 4.2 ડિગ્રી સાથે ઠર્યું, જાણો આજે કેવો રહેશે ઠંડીનો ચમકારો
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 10:29 AM

છેલ્લા 3 દિવસથી રાજ્યના તાપમાનમાં ફેરફાર થયો છે અને ડિસેમ્બર મહિનો જતા જતા શિયાળાનો અનુભવ કરાવી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં રાત્રિનું તાપમાન ખૂબ જ નીચું આવી ગયું છે. તેમજ ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠીંગરાઈ ગયું છે.  હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે હજી પણ ઠંડીનો ચમકારો રહેવાનો આગાહી કરવામાં આવી છે. તો  ગત રાત્રે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠર્યા હતા. તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 4. 2ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજયના વિવિધ જિલ્લામાં આજે આ પ્રમાણે રહેશે ઠંડીનો પારો

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 14 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

દાહોદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 28 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન14 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 31 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">