અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કર્યા બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીના સંચાલકોએ બેઠક યોજી અમૂલ ગોલ્ડ, શક્તિ અને ગાયના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવ આજથી અમલી બન્યો છે. ફેડરેશને અમૂલ શક્તિમાં કોઈ ભાવ વધારો કર્યો ન હતો. પરંતુ બરોડા ડેરીએ અમૂલ શક્તિના […]
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કર્યા બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીના સંચાલકોએ બેઠક યોજી અમૂલ ગોલ્ડ, શક્તિ અને ગાયના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. જે ભાવ આજથી અમલી બન્યો છે. ફેડરેશને અમૂલ શક્તિમાં કોઈ ભાવ વધારો કર્યો ન હતો. પરંતુ બરોડા ડેરીએ અમૂલ શક્તિના ભાવમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ બરોડા ડેરીએ 21 ડિસેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ.25નો વધારો કર્યો છે. આમ હવે ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 650 રૂપિયાથી વધારીને 675 રૂપિયા ચૂકવશે.
આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે જામિયા નગરમાં હિંસા મામલે 10 લોકોની કરી ધરપકડ, કોઈપણ આરોપી વિદ્યાર્થી નહીં
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો