દાયકાઓ બાદ સાબરકાંઠાની રેલવે લાઈન કરાઈ બ્રોડગેજ, ટ્રેનનું લોકોએ કર્યું ફૂલહારથી સ્વાગત!

સાબરકાંઠાના લોકો માટે દાયકાઓ બાદ તેમની અપેક્ષા હવે પુરી થવાની આશા બંધાઈ છે, કારણ કે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે પહેલી વાર બ્રોડગેજ રેલવેના એન્જિનની વ્હીસલ સાંભળવા મળી છે. જેને લઈને લોકોમાં પણ આનંદ વ્યાપ્યો છે કે હવે દાયકાથી જેની રાહ જોવાઈ રહી છે તે બ્રોડગેજ ઝડપી રેલ હવે સાબરકાંઠામા જોવા મળશે. અમદાવાદથી ઉદેપુર […]

દાયકાઓ બાદ સાબરકાંઠાની રેલવે લાઈન કરાઈ બ્રોડગેજ, ટ્રેનનું લોકોએ કર્યું ફૂલહારથી સ્વાગત!
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2019 | 4:15 PM

સાબરકાંઠાના લોકો માટે દાયકાઓ બાદ તેમની અપેક્ષા હવે પુરી થવાની આશા બંધાઈ છે, કારણ કે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે પહેલી વાર બ્રોડગેજ રેલવેના એન્જિનની વ્હીસલ સાંભળવા મળી છે.

જેને લઈને લોકોમાં પણ આનંદ વ્યાપ્યો છે કે હવે દાયકાથી જેની રાહ જોવાઈ રહી છે તે બ્રોડગેજ ઝડપી રેલ હવે સાબરકાંઠામા જોવા મળશે. અમદાવાદથી ઉદેપુર રેલવે લાઈનનું ગેજ પરિવર્તન બે વર્ષ પહેલાં શરૂ થયું હતું જે હવે અંતિમ તબક્કામાં પહોંચતા ટુંક સમયમાં સામાન્ય રેલ વ્યવહાર શરુ થવાની આશા બંધાઈ છે. હાલમાં અમદાવાદથી હિંમતનગર સુધી બ્રોડગેજ રેલવેમાં પાટા નાખવામાં આવ્યા છે. ટ્રેક આમ તૈયાર કરી દેવાયો છે પરંતુ સામાન્ય રેલ વ્યવહાર માટે પાટા નવા નાંખવાની કામગીરી હાલ ચાલુ છે અને જે માટે અમદાવાદથી રેલવેની માલગાડી નવા પાટા લઈને આજે નવા ટ્રેક પર આવી પહોંચી હતી. હાલમાં જે ટ્રેક પર પાટા નાંખવામા આવેલા છે એ ટ્રેક પ્રાથમિક રીતે રેલ લાઈન તૈયાર કરવા માટે નાખવામાં  આવ્યા હતા. હવે આખરી અને સુરક્ષિત રેલ વ્યવહાર માટે ચોકસાઈપુર્વક નવા પાટા બદલવાની કામગીરી હાથ ધરાઈ છે અને તે ટૂંકાગાળામાં પૂર્ણ કરી દેવાશે.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બ્રોડગેજ રેલવેની માલગાડી આવી પહોંચતા તેની વ્હીસલ વાગતા જ લોકો પ્રથમ બ્રોડગેજ ટ્રેન આવતા જ જોવા માટે ઉમટ્યા હતા અને રેલ્વેના એન્જિનને ફુલહાર કરીને સ્વાગત કરીને ઉમળકા ભેર ઉત્સાહ દર્શાવ્યો હતો.

[yop_poll id=1156]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">