ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે. લડાકૂ વિમાન રાફેલ ડીલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ […]

ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 05, 2019 | 2:53 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે.

લડાકૂ વિમાન રાફેલ ડીલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે. રાહુલ ગાંધીનુ આ નિવેદન એટલા માટે મહત્વનું છે. કારણ કે, તે પીએમ નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ મુકતા ‘ચોકીદાર ચોર હે’ શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરે જાહેર સભામાં કરે છે. હવે લોકસભા ચૂંટણીને થોડો સમય બાકી છે, તેવામાં રાહુલે ચોકીદારને જેલ મોકલવાની વાત કરી છે.

રાહુલ ગાંધીએ આ નિવેદન ગુરૂવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચૂંટણીની જનસભા સંબોધતી વખત કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જો ચૂંટણી બાદ તેમની પાર્ટી સત્તામાં આવશે તો આ સંરક્ષણ ડીલની તપાસ થશે.  રાહુલે આક્ષેપ કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લડાકૂ વિમાનની ખરીદીની ડીલમાં પરિવર્તન કર્યું જેના કારણે તેની કિંમત વધી ગઈ. ચોકીદારને ચોર કહેવાની સાથે રાહુલે ત્યાં સુધી કહ્યું કે, તપાસ બાદ ચોકીદાર જેલમાં હશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાફેલ વિમાન ડીલમાં ભ્રષ્ટાચારની વાત પર જોર આપીને રાહુલે એ પણ કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજ કહે છે કે, નરેન્દ્ર મોદીએ મુળ ડીલમાં ફેરફેર કર્યા અને એક વિમાન 1600 કરોડ રૂપિયામાં ખરિદ્યું.’ મોટી કિમંતમાં વિમાન ખરીદી કરી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે, જે વ્યક્તિને સંરક્ષણ ક્ષેત્રનો કોઈ અનુભવ નથી એને દેશનો સૌથી મોટી સંરક્ષણ ડીલ આપી દેવામાં આવી.

લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનને હવે એક અઠવાડીયાનો સમય પણ બાકી નથી તેવા સમયે, રાહુલ ગાંધીએ જનસભામાં કરેલો આ આક્ષેપ આગામી સમયમાં વિવાદનું મુળ બની શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">