AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Qatar LNG Export : કતાર એનર્જી પરના હુમલાથી ભારતના ગેસ પુરવઠા પર 5 વર્ષ સુધી અસર પડશે

Qatar LNG Export:રોઇટર્સ સાથે વાત કરતા, સાદ અલ-કાબીએ કહ્યું, "મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કતાર અને સમગ્ર પ્રદેશ પર આવા હુમલા થશે, ખાસ કરીને રમઝાન મહિનામાં

Breaking News : Qatar LNG Export : કતાર એનર્જી પરના હુમલાથી ભારતના ગેસ પુરવઠા પર 5 વર્ષ સુધી અસર પડશે
Image Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 4:49 PM
Share

Qatar LNG Export: કતારના એનર્જીના સીઈઓ અને ઉર્જાના રાજ્યમંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યા પ્રમાણે, ઈરાનના હુમલાઓથી કતારની LNG નિકાસ ક્ષમતા આશરે 17 ટકા નાશ પામી છે, જેના પરિણામે વાર્ષિક આવકમાં આશરે $20 બિલિયનનું નુકસાન થયું છે.

અલ-કાબીના જણાવ્યા મુજબ, નવુ બાંધકામને પૂર્ણ થતા  3-5 વર્ષ સુધીનો સમય લાગી જશે અને દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન ખોરવશે, જેનાથી ચીન અને ભારત સહિત યુરોપિયન અને એશિયન દેશોને મળતો પુરવઠો જોખમમાં મુકાશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં કતારની 14 LNG શીપયાર્ડમાંથી ઓછામાં ઓછી તેની બે Gas-to-liquids (GTL) સુવિધાઓમાંથી એકને નુકસાન થયું છે.

કતાર એનર્જીના સીઈઓએ શું કહ્યું?

રોઇટર્સ સાથે વાત કરતા, સાદ અલ-કાબીએ જણાવ્યુ કે, “મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કતાર અને પુરા પ્રદેશ પર આવા હુમલા થશે, તેમાય આવા રમઝાન મહિનામાં. એક મિત્રતાભર્યા મુસ્લિમ પ્રદેશ દ્વારા આવા હુમલાઓ કરવામાં આવશે.” રાજ્ય માલિકીની કતાર એનર્જીએ જણાવ્યું કે બે નુકસાનકારક શીપયાર્ડને કારણે, કતારે ઇટલી,દક્ષિણ કોરિયા, બેલ્જિયમ, અને ચીનને પાંચ વર્ષના LNG સપ્લાય કરાર પર ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કરવાની સ્થિતિ સર્જાઈ શકી છે

આપણે પહેલા દુશ્મનાવટનો અંત લાવવો જોઈએ – અલ-કાબી

ઈઝરાયલી હુમલાઓ બાદ ઈરાને ગલ્ફ દેશોમાં તેલ અને ગેસ પ્લાન્ટ પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા છે. બુધવારે કતારના સૌથી મોટા LNG ગેસ પ્લાન્ટ, રાસ લફાન પર ઈરાની મિસાઈલ હુમલા પછી અશાંતિ વધી ગઈ હતી, જેના કારણે કતાર એનર્જીને તેના સમગ્ર LNG ગેસ પ્લાન્ટ ઉત્પાદન પર ફોર્સ મેજ્યોર ક્લોઝ જાહેર કરવાની ફરજ પડી હતી. અલ-કાબી ના કહેવા મુજબ હતુ કે ઉત્પાદન ફરી શરૂ થાય તે આ યુધ્ધનો અંત લાવવો જરૂરી બને છે.

કોનો હિસ્સો ક્યાં છે?

તેમણે જણાવ્યું કે હુમલાઓથી થયેલા નુકસાને કારણે કતાર ને 10 થી 20 વર્ષ પાછળ જતા રહ્યો છે, અને તે ચોક્કસપણે ઘણા લોકો માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન હતું, જ્યાં તેઓ સુરક્ષિત રીતે રહી શકતા હતા . મને એવું લાગે છે કે કતારની છબી ખરડાઈ ગઈ છે. મંત્રીના મતે, અમેરિકન તેલ કંપની એક્સોનમોબિલ ક્ષતિગ્રસ્ત LNG પ્લાન્ટમાં ભાગીદાર છે, જ્યારે શેલ ક્ષતિગ્રસ્ત GTL પ્લાન્ટમાં ભાગીદાર છે, જેને હવે ફરીથી બેઠું કરવા લગભગ એક વર્ષ જેટલો સમય નીકળી જશે.

ટેક્સાસ સ્થિત એક્સોનમોબિલ LNG શીપયાર્ડ S4 માં 34 ટકા અને શીપયાર્ડ S6 માં 30 ટકા હિસ્સો ધરાવે છે. શીપયાર્ડ S4 ઇટાલીના એડિસન અને બેલ્જિયમના EDFT ને સપ્લાયને અસર કરે છે, જ્યારે શીપયાર્ડ S6 દક્ષિણ કોરિયાના KOGAS, EDFT અને ચીનના શેલને અસર કરે છે.

નવરાત્રિ વ્રત દરમ્યાન થતી સામાન્ય ભૂલો! ડાઇટીશિયન પાસેથી જાણો સ્વાસ્થ્ય માટે કઈ વાતનું ધ્યાન રાખવું, શું છે હેલ્દી ઓપ્શન, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">