વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે દેશવાસીઓ પાસે માગી 9 મિનિટ અને કહી આ ખાસ વાતો

વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે દેશવાસીઓ પાસે માગી 9 મિનિટ અને કહી આ ખાસ વાતો


વડાપ્રધાન મોદીએ આજે સવારે એક વીડિયો સંદેશ દેશવાસીઓના સાથે શેયર કર્યો છે. જેમાં તેમને કહ્યું કોરોના વાયરસ વૈશ્વિક મહામારીની વિરૂદ્ધ દેશવ્યાપી લોકડાઉનને આજે 9 દિવસ થઈ રહ્યા છે. આ દરમિયાન તમે બધાએ જે પ્રકારે અનુશાસન અને સેવા બંનેનો પરિચય આપ્યો છે તે અભૂતપૂર્વ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ વીડિયો મેસેજમાં કહ્યું કે આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ સાથે મળીને કોરોનાના સંકટથી અંધકારને પડકાર આપવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓએ ઘરની તમામ લાઈટો બંધ કરી, ઘરના દરવાજા પર અથવા બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનિટ માટે મીણબતી, દીવો, ટોર્ચ કે મોબાઈલની ફલેશલાઈટ ચાલુ કરવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાથે જ વડાપ્રધાન મોદીએ એક પ્રાર્થના કરી કે આ આયોજનના સમયે કોઈને પણ કોઈ જગ્યાએ ભેગા થવાનું નથી. રસ્તા પર, ગલીઓમાં, મોહલ્લામાં જવાનું નથી. પોતાના ઘરના દરવાજા, બાલ્કનીમાંથી આ કામ કરવાનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાને પણ તોડવાની નથી. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈ પણ સ્થિતીમાં તોડવાનું નથી. કોરોનાની ચેન તોડવા માટે આજ રામબાણ ઈલાજ છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી! ઘરમાં વ્યક્તિ ન હોવા છતાં કોરોના પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati