સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા

સંસદીય સમિતિનો અહેવાલ, કોરોનાના કારણે ઓટો સેક્ટરના 3.45 લાખ લોકો બેકાર બન્યા

કોરોનાવાયરસ મહામારીનો આંતંક અને તેને દૂર કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને દરરોજ રૂ. 2,300 કરોડનું નુકસાન થવાથી લગભગ 3.45 લાખ લોકોએ સેક્ટરમાં નોકરી ગુમાવી હોવાની વાત સંસદીય સમિતિના અહેવાલમાં સ્વીકારવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને સોંપાયેલ રિપોર્ટમાં આપવામાં આવી છે

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના સાંસદ કેશવ રાવની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ વાહન ઉદ્યોગમાં રોકાણ આકર્ષવા માટેના ઘણા સૂચનો કર્યા છે જેમાં હાલના ભૂમિ અને શ્રમ અધિનિયમમાં સુધારો પણ ટાંકવામાં આવ્યો છે .ઓટો સેક્ટરમાં અન્ય ક્ષેત્રની સરખામણીએ રિકવરી ધીમી હોવાની પણ ચિંતા છે

સમિતિના અહેવાલ મુજબ, ઓટોમોબાઈલ ઉદ્યોગના વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઘટતી માંગ અને ઓછા વેચાણને કારણે OEM કંપનીઓએ ઉત્પાદનમાં 18-20 ટકાનો ઘટાડો કર્યો છે.આ ક્ષેત્રમાં 3.45 લાખ લોકોની નોકરી ગુમાવ્યાની ધારણા છે. બેરોજગાર બનેલા લોકોની રોજગારી ની વ્યવસ્થા હાલના સમયની મોટી સમસ્યા  માનવામાં આવે છે.

ઓટો સેક્ટરમાં રિકવરી ધીમી છે. કંપનીઓ દ્વારા 286 વાહન ડીલરો બંધ કરાયા છે. ઓટો ક્ષેત્રમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઘટક ઉદ્યોગને પ્રતિકૂળ અસર થઈ છે . ઓટો પાર્ટસ બનાવતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ ફટકો પડ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે સમગ્ર ક્ષેત્રને દિવસના આશરે 2,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં સતત બે વર્ષ સુધી ભારે ઘટાડો થવાની સંભાવના છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati