LPL 2020: ટુર્નામેન્ટ પહેલા જ પાંચ ખેલાડીઓ ખસી ગયા, આફ્રીદી સહિતના ખેલાડીઓ રમતમાં જોઇ શકાશે

લંકા પ્રિમિયર લીગને(એલપીએલ) ઝટકો લાગી રહ્યો છે.  લંકા પ્રિમિયર લીગ  રમનારા ફાફ ડુ પ્લેસિસ, આંદ્રે રસાલ અને ડેવિડ મિલર સહિત પાંચ મહત્વના વિદેશી ખેલાડી ટુર્નામેન્ટથી દુર થઇ ગયા છે. દક્ષિણ આફ્રીકા અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝને લઇને મિલર અને ડુપ્લેસિસ તેમજ ડેવિડ મલાન પણ આ લીગમાં રમી શકવાના નથી. તો વળી રસેલ પણ તેની […]

LPL 2020:  ટુર્નામેન્ટ પહેલા જ પાંચ ખેલાડીઓ ખસી ગયા, આફ્રીદી સહિતના ખેલાડીઓ રમતમાં જોઇ શકાશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 28, 2020 | 8:40 AM

લંકા પ્રિમિયર લીગને(એલપીએલ) ઝટકો લાગી રહ્યો છે.  લંકા પ્રિમિયર લીગ  રમનારા ફાફ ડુ પ્લેસિસ, આંદ્રે રસાલ અને ડેવિડ મિલર સહિત પાંચ મહત્વના વિદેશી ખેલાડી ટુર્નામેન્ટથી દુર થઇ ગયા છે. દક્ષિણ આફ્રીકા અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સિરીઝને લઇને મિલર અને ડુપ્લેસિસ તેમજ ડેવિડ મલાન પણ આ લીગમાં રમી શકવાના નથી. તો વળી રસેલ પણ તેની ઘુંટણની ઇજાને લઇને પણ આ લીગમાંથી દુર થવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય ખેલાડી વિકેટકીપર બેટ્સમેન મનવિંદર બીસલા ટુર્નામેન્ટમાંથી દુર જનારા પાંચમા ખેલાડી છે. તેમણે 35 ટી-20 લીગ મેચ રમી છે. લંકા પ્રિમિયર લીગ આગામી 21 નવેમ્બર થી 13 ડિસેમ્બર સુધી રમાનાર છે. તેઓ આ ટુર્નામેન્ટથી કેમ બહાર થઇ ગયા છે, તેની જાણકારી સામે નથી આવી. બતાવી દઇએ કે મનપ્રિત ગોની પણ એલપીએલમાં રમતા નજરે ચઢશે. મધ્મય ક્રમના ઝડપી બોલર ગોનીએ ભારત માટે બે નવ ડે મેચ પણ રમી છે. એક હોંગકોંગ અને બીજી બાંગ્લાદેશ સામે રમી છે. આ ઉપરાંત તે ટી-20 લીગની 44 મેચ પણ આ ખેલાડી રમી ચુક્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોલંબો કિંગ્સ ફેંન્ચાઇઝીને મોટો ઝાટકો લાગ્યો છે. ફેન્ચાઇઝી પોતાનુ નામ પરત ખેંચનારા ખેલાડીઓની સામે અન્ય ખેલાડીઓને પણ સામેલ કરી શકે છે. લંકન લીગના નિર્દેશન રવિન વિક્રમરત્ને એ આ અંગે જાણકારી આપી હતી કે, રસેલ, મિલર, ડુ પ્લેસીસ અને માલન આ તમામ ખેલાડીઓને એક માર્ક ના ખેલાડીઓ ના રુપે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે આ બધામાં કોલબો કિંગ્સ ફેન્ચાઇઝીને વધારે ઝટકો લાગ્યો છે. જેની ટીમમાં રસેલ, ડુ પ્લેસી અને બિસ્લા જેવા ખેલાડીઓ હતા. તો મલાન પણ જાફના સ્ટૈયલિન્સ ની ટીમમાં સામેલ હતો. દાંબુલા હોક્સે ડેવિડ મિલરને પસંદ કર્યો છે. આ ટુર્નામેન્ટમાં વિસ્ફોટક બેટસ્મેન ક્રિસ ગેઇલ અને લિયામ પ્લેંકેટ પણ રમતા જોવા મળશે. ગાલે ગ્લેડિએટર્સ તરફ થી પાકિસ્તાનના પુર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી અને કોલિન ઇંગ્રામ પણ રમી શકે છે.

પાંચ ટીમો ની ટુર્નામેન્ટ બે સ્થાનો પર આયોજીત કરવામા આવનાર છે. જેમાંથી એક મેચ કેન્ડીમાં આવેલા પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ અને બીજુ હંબનટોટામાં મહિંદા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ પર છે. 15 દિવસની મર્યાદામાં જ કુલ 23 મેચ રમાનારી છે.

આ પણ વાંચોઃ T-20: હૈદરાબાદે 88 રને દિલ્હી પર શાનદાર જીત મેળવી, દિલ્હી તોતીંગ સ્કોર સામે 131 રનમાં ઓલઆઉટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">