Porbandar : રાજા શાહી સમયના બાગ બગીચાની જાળવણીનો અભાવ અને નવા બગીચાનું પ્લાનિંગ ! શાસક-વિપક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જાણો સમગ્ર ઘટના ?

પોરબંદરમાં (Porbandar) નગર પાલિકાની સાચવણીના અભાવે રાજાશાહી સમયના 3 બગીચાઓ હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે અને આ બગીચાઓ અવાવરુ સ્થિતિમાં હોવાથી તેને તાળા મારી દેવામાં આવ્યા છે. આ મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.

Porbandar : રાજા શાહી સમયના બાગ બગીચાની જાળવણીનો અભાવ અને નવા બગીચાનું પ્લાનિંગ ! શાસક-વિપક્ષના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે જાણો સમગ્ર ઘટના ?
પોરબંદરમાં બાગ બગીચાની જાળવણીનો અભાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 12:08 PM

પોરબંદર છાયા સયુંકત નગરપાલિકાનો વહીવટ અવય્વસ્થિત રીતે ચાલતો હોવાની નાગરિકોની રાવ છે કારણે કે પાલિકા જૂનાની સાચવણી તો કરી નથી શકતી અને નવા કામ આદરીને બેસે છે. ત્યારે જૂના અને નવાનું સંચાલન તથા જાળવણી કોણ કરશે તે મોટો પ્રશ્ન છે. આ ચર્ચા એટલા માટે ઉઠી રહી છે, કારણ કે પોરબંદર છાંયા સંયુક્ત નગર પાલિકા સંચાલિત રાજાશાહી વખતના ત્રણ મોટા બાગ બગીચા છે. જેની યોગ્ય જાણવણી નથી થતી. નગરપાલિકા બીજા અનેક બગીચાઓ બનાવીને લોકો સમક્ષ મૂકવાની તૈયારીઓ કરી રહી છે. સમગ્ર ઘટના એવી છે કે પોરબંદર નગરપાલિકાનું કામ છે કે શહેરની જાહેર મિલકતની સાચવણી કરવી. જોકે નગરપાલિકાની સાચવણીના અભાવે રાજાશાહી સમયના 3 બગીચાઓ હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે, અને આ બગીચાઓ અવાવરુ સ્થિતિમાં હોવાથી તેને તાળા મારી દેવામાં આવ્યા છે.

નાગરિકોના નાણા વેડફાતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ ઓડેદરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નવા બગીચાઓ માત્ર મળતિયાઓના ખીસા ભરવા માટે બનાવાય છે પોરબંદર નગરપાલિકા હસ્તકના રાજાશાહી વખતના ત્રણ બગીચા છે જેની પૂરતી જાણવણી થતી નથી અને નવા બગીચાઓ બનાવીને પાલિકા નાગરિકોના વેરાના પૈસા વેડફે છે જે જૂના બગીચા છે તેની જ જાળણી કરીને સજીવન કરવા જોઈએ. તો સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે બગીચાઓ બંધ હોવાથી આસપાસ ગંદકીના ઢગલા જામેલા છે. તેમજ બંધ બગીચા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની જાય છે . આવી પરિસ્થિતિ ટાળવા બગીચાને સરખા કરાવીને તેમાં બાળકો માટે રમતગમતના સાધનો રાખવા જોઈએ. દરમિયાન ક્યાંક વિરોધ છે તો ક્યાંક જરૂરિયાત છે તેવી પરિસ્થિતિમાં નવા બગીચા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

જૂના અને નવા  બીગાચાનું સમારકામ ચાલુંઃ  નગરપાલિકા ચીફ

જોકે આ આક્ષેપ વચ્ચે પોરબંદર છાયા સયુંકત નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ચાર જૂના બગીચાઓ છે બીજા ચાર બીજા બની રહ્યા છે જેની સુવિધા અને સુરક્ષા માટે પાલિકા કામ કરી રહી છે હાલ માં કોઈ ફરિયાદ નથી નગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કામગીરી ચાલે છે જે તે વિસ્તારના સદસ્યો અને સ્થાનિકોની માંગ મુજબ બનાવવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

વિથ ઇનપુટ ક્રેડિટ: હિતેશ ઠકરાર, ટીવી9 પોરબંદર

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">