AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયોનું બ્રિટનમાં લંડન ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન, Boycott BBCના લગાવ્યા નારા

વિરોધ કરનારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) પર આધારિત ડોક્યુમેન્ટ્રી પક્ષપાતી છે. ભારતીય ન્યાયતંત્રએ મોદીને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. છતા આ પ્રકારની ડોક્યુમેન્ટ્રીમાં ખોટુ દર્શાવવામાં આવ્યું છે.

ભારતીયોનું બ્રિટનમાં લંડન ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન, Boycott BBCના લગાવ્યા નારા
બીબીસી ડોક્યુમેન્ટરીનો લંડનમાં વિરોધImage Credit source: Google
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 30, 2023 | 4:06 PM
Share

UKમાં વિવિધ વિદેશી ભારતીય સંસ્થાઓના અનેક સભ્યોએ રવિવારે લંડનમાં આવેલા બીબીસી હેડક્વાર્ટર(BBC Headquarters)ની બહાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. લંડન, માન્ચેસ્ટર, બર્મિંગહામ, ગ્લાસગોમાં બીબીસી સ્ટુડિયોમાં વૉક ધ બીબીસી સુત્રથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઈન્ડિયન ડાયસ્પોરા યુકે (IDUK), ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ (FISI) યુકે, ઈન્સાઈટ યુકે અને હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) જેવી સંસ્થાઓએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

વિરોધ કરનારાઓએ બીબીસીનો બહિષ્કાર કરો, બ્રિટિશ બાયસ કોર્પોરેશન અને ધ હિંદુ ફોબિક નેરેટિવ (હિંદુઓ વિરૂદ્ધ નફરત ફેલાવનારા લેખ બંધ કરો) બંધ કરો, શેઇમ બીબીસી અને ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. FISI યુકેના જયુ શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ડોક્યુમેન્ટ્રી પક્ષપાતી છે. ભારતીય ન્યાયતંત્રએ વડા પ્રધાન મોદીને સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કર્યા હોવા છતા BBCએ ન્યાયાધીશ અને ન્યાયતંત્ર બનવાનું નક્કી કર્યું છે.

BBCની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થવી જોઈએ

તેમને વધુમાં જણાવ્યું હતું કે, BBCની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થવી જોઈએ, અને બીબીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જાહેર પ્રસારણકર્તા તરીકેની તેમની ફરજમાં નિષ્ફળતા માટે તપાસ થવી જોઈએ અન્ય એક વિરોધ કરનારે જણાવ્યું હતું કે, તેની માતા શારીરિક વિકલાંગતાને કારણે વ્હીલચેરનો ઉપયોગ કરે છે અને તેમ છતાં તે આવી છે, કારણ કે તેણીએ બીબીસી દ્વારા ફેલાવવામાં આવતા ખોટા અને ભારત વિરોધી પ્રચાર સામે અવાજ ઉઠાવવાની જરૂર અનુભવી હતી.

ધ મોદી ક્વેશ્ચન બે ભાગમાં

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) ડોક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન બે ભાગમાં છે, જે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત કેટલાક પાસાઓની તપાસ કરવાનો દાવો કરે છે. 2002માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. વિદેશ મંત્રાલયે પ્રચારના ભાગરૂપે ડોક્યુમેન્ટરી જણાવી નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમાં ઉદ્દેશ્યનો અભાવ છે અને તે ઓછી માનસિકતા દર્શાવે છે.

આ બાબતે PM મોદીએ કહ્યું કે, ભારત દેશ માટે દરેક ક્ષણ જીવવાથી દેશને વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. દેશ તોડવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવે છે. વિવિધ નિવેદનો કરીને મા ભારતીના બાળકોમાં દૂધને લઈને તિરાડ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. લાખો પ્રયત્નો કરો, માતાના દૂધમાં ક્યારેય તિરાડ ના પડી શકે નહિં.

પીએમ મોદીનું આ નિવેદન ગોધરાકાંડ બાદ 2002માં થયેલા ગુજરાત તોફાનો પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટ્રી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આવ્યું છે. દેશમાં કેન્દ્ર સરકારે બીબીસીની ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">