‘હું તારા પર વિશ્વાસ કરી શકું છું…’ ઈમરાનખાનની પૂર્વ પત્ની રેહામ ખાને કર્યા ત્રીજા લગ્ન

TV9 GUJARATI

|

Updated on: Dec 23, 2022 | 1:35 PM

રેહામે ખાને (Reham Khan) વર્ષ 2014માં ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં, લગ્નના એક વર્ષ પછી બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.

'હું તારા પર વિશ્વાસ કરી શકું છું...' ઈમરાનખાનની પૂર્વ પત્ની રેહામ ખાને કર્યા ત્રીજા લગ્ન
Reham Khan, Imran Khans ex wife
Image Credit source: Twitter @RehamKhan1
Follow us

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહામ ખાને કરાચીના રહેવાસી 36 વર્ષીય મિર્ઝા બિલાલ બેગ સાથે લગ્ન કર્યા છે. તે હવે અમેરિકામાં સ્થાયી છે. રેહામ પોતે ટ્વીટ કરીને, પોતે લગ્ન કર્યા અંગેની જાણકારી આપી છે. રેહામના પતિ મિર્ઝા બિલાલ બેગ, કોર્પોરેટ પ્રોફેશનલ છે. રેહામ અને મિર્ઝા બિલાલે સિએટલમાં એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. રેહામ અને બિલાલ બેગના નિકાહની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રેહામ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર, બે હાથ પકડીને એક તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું છે, “હમણાં જ લગ્ન કર્યા છે.” આ પોસ્ટ પર લોકો રેહામને અભિનંદન આપવા લાગ્યા છે. બીજી પોસ્ટમાં રેહામ ખાને લખ્યું, “છેવટે એવી વ્યક્તિ મળી જેનો હું વિશ્વાસ કરી શકું.”

રેહામ ખાને ત્રીજા લગ્ન કર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે રેહામ ખાન બ્રિટિશ મૂળની પાકિસ્તાની પત્રકાર અને કોમેન્ટેટર છે. બિલાલ બેગ સાથે રેહામ ખાનના ત્રીજા લગ્ન છે. રેહામ ખાને પ્રથમ લગ્ન વર્ષ 1993માં એજાઝ રહેમાન સાથે કર્યા હતા, પરંતુ વર્ષ 2005માં બંને રાજીખુશીથી અલગ થઈ થવા માટે છૂટાછેડા લઈ લીધા હતા. આ પછી રેહામે વર્ષ 2014માં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન બહુ લાંબો સમય ટકી શક્યા નહીં અને લગ્નના એક વર્ષ પછી બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati