AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓેને મળશે રાહત, આગામી દિવસોમાં તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbances) કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થશે

કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓેને મળશે રાહત, આગામી દિવસોમાં તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
Heat wave (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:10 PM
Share

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસથી આકરા ઉનાળાનો (summer 2022) અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે હવે કાળઝાળ ગરમીનો (Heat) સામનો કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળશે. જી હા આકરી ગરમી વચ્ચે રાજયના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જેને લઈને લોકોને ગરમીથી મોટી રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે કચ્છ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થશે અને દરિયા કિનારા તરફથી ફૂંકાતા પવનના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના મહાનગરોમાં તાપમાનનો પારો ગગડશે અને ગરમીમાંથી રાહત મળશે.

જો કે હાલની વાત કરીએ તો ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવ અગનજ્વાળાઓ વરસાવી રહ્યા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે. અમદાવાદમાં આજથી આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવનો કેર વર્તાશે.પવનોની દિશા બદલાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સીધો તાપ પડવા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ગરમી વધી છે. 1 મે બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તો ગરમી ઘટશે.

અમદાવાદમાં એકતરફ હીટવેવના કેસ વધી રહ્યા છે. ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. તો બીજીબાજુ શહેરીજનો વોટરપાર્ક તરફ વળ્યા છે. લોકો વોટરપાર્કમાં પરિવાર સાથે પહોંચી રહ્યા છે અને પાણીમાં ડુબકી લગાવી ગરમીથી રાહત મેળવી રહ્યા છે. લોકો હવે ગરમીથી બચવા માટે અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે. ત્યારે વોટરપાર્કમાં પણ ભીડ વધી રહી છે. ત્યારે બીજી તરફ ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ પણ વળી રહ્યા છે. હવામાન વિભાગે લોકોને તડકાથી બચવા સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચો-Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">