ગાંગુલી અને શાસ્ત્રીની સલાહ પછી પણ રોહિત શર્મા મેદાનમાં ઉતર્યો અને અસફળ રહ્યો, જાણો કયા રહ્યા કારણો

મુંબઇ ઇન્ડિયન્સ ના કેપ્ટન રોહિત શર્માને પોતાની ફીટનેસને લઇને ચિંતાઓની વચ્ચે તેણે મેદાન પર વાપસી કરી લીધી હતી. તેમે સનરાઇઝર્સ હૈદરાબાદના સામેની અંતિમ લીગ મેચમાં આગેવાની કરવા માટે તે રમતમાં પરત ફર્યો હતો. જોકે તેણે એ જ દિવસે મેદાન પર વાપસી કરી કે, જે દિવસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કંઇક જુદી જ […]

ગાંગુલી અને શાસ્ત્રીની સલાહ પછી પણ રોહિત શર્મા મેદાનમાં ઉતર્યો અને અસફળ રહ્યો, જાણો કયા રહ્યા કારણો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 7:27 AM

મુંબઇ ઇન્ડિયન્સ ના કેપ્ટન રોહિત શર્માને પોતાની ફીટનેસને લઇને ચિંતાઓની વચ્ચે તેણે મેદાન પર વાપસી કરી લીધી હતી. તેમે સનરાઇઝર્સ હૈદરાબાદના સામેની અંતિમ લીગ મેચમાં આગેવાની કરવા માટે તે રમતમાં પરત ફર્યો હતો. જોકે તેણે એ જ દિવસે મેદાન પર વાપસી કરી કે, જે દિવસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કંઇક જુદી જ સલાહ આપી હતી. ગાંગુલીએ રોહિત શર્માને વાપસી માટે ઉતાવળ નહી કરવા માટે સલાહ આપી હતી.

 મુંબઇ ઇન્ડિયન્સના મેનેજમેન્ટના મુજબ 18 ઓક્ટોબરના કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેચ દરમ્યાન રોહિત શર્મા તેના એક પગની માંસપેશીયોમાં ખેંચાણ થવાને લઇને ઇજા પહોંચી હતી. રોહિત શર્મા ત્યાર બાદ ટીમની આગળની ચાર મેચ માટે રમી શક્યો નહોતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગાંગુલીએ કહ્યુ હતુ કે, રોહિત શર્માએ સતર્ક રહેવાની જરુર છે. તેની માંસપેશિયોમાં ઇજાઓ છે, અને ફરી થી તેને એમ થઇ શકે છે. ત્યાર બાદ તેને વાપસી કરવામાં ખુબ લાંબો સમય વીતી શકે છે. આ ઇજાને લઇને જ ભારતીય ટીમના પસંદગીકારોએ રોહિતને ઓસ્ટ્રેલીયા ના પ્રવાસ માટે ની ટીમમાં તેનો સમાવેશ કર્યો નહોતો. જોકે જે દિવસે ટીમની પસંદગી થઇ હતી એ દીવસે રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સની નેટ પર પરત ફરી ને પ્રેકટીશ કરતો નજરે ચડ્યો હતો. જેને લઇને તેની ફીટનેશ અને પસંદગી બાબતે ચર્ચાઓ ગરમ બની હતી.

હૈદરાબાદ ની સામેની મેચમાં પરત ફરવા દરમ્યાન મેચમાં રોહિત શર્મા પોતાના બેટ થી કંઇજ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે સાત બોલમાં જ ચાર બનાવીને આઉટ થઇ ગયો હતો. સંદિપ શર્માએ તેનો આસાન શિકાર ઝડપી લીધો હતો. આમ ઇજામાંથી સ્વસ્થ થઇને મેદાન માં પરત ફરવાનુ કંઇક સારુ ના રહ્યુ . તેમની ટીમે પોતાના આખરી લીગ મેચમાં આઠ વિકેટ પર 149 રનનો સ્કોર ખડક્યો હતો. મુંબઇની ટીમ આમ તો પહેલા થી જ પ્લેઓફમાં સ્થાન બનાવી ચુકી હતી. આવા સમયે મંગળવારની મેચ દરમ્યાન આરામ કરવાનો તેની પાસે પુરતો સમય હતો. જોકે બે સપ્તાહ મેદાન થી બહાર બેસી રહ્યા બાદ આરામ કરીને હવે તેણે મેદાનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.ગાંગુલીની માફક કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિત શર્માને જલદી થી વાપસી નહી કરવા માટે સલાહ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">