આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

એક ભારતીય નાગરીક તરીકે ગર્વ થાય એવી વાત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના ટ્વિટર પર એક વીડિયો મુક્યો હતો અને આ રેલવે સ્ટેશન વિશેની વિગતવાર માહિતી આપી હતી. તેમાં લખ્યું છે કે અહીંયા 40થી વધુ મહિલા કર્મચારીઓ છે. જે પુરૂષોથી પણ વધારે સારી રીતે તમામ જવાબદારી  નિભાવે છે. વધુમાં જણાવ્યું હતુ કે મહિલાઓએ સ્ટેશનનો […]

આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ
Follow Us:
| Updated on: May 20, 2019 | 6:35 AM

એક ભારતીય નાગરીક તરીકે ગર્વ થાય એવી વાત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના ટ્વિટર પર એક વીડિયો મુક્યો હતો અને આ રેલવે સ્ટેશન વિશેની વિગતવાર માહિતી આપી હતી. તેમાં લખ્યું છે કે અહીંયા 40થી વધુ મહિલા કર્મચારીઓ છે. જે પુરૂષોથી પણ વધારે સારી રીતે તમામ જવાબદારી  નિભાવે છે. વધુમાં જણાવ્યું હતુ કે મહિલાઓએ સ્ટેશનનો હવાલો સંભાળ્યા પછી અહીં સફાઈમાં નોંધપાત્ર સુધારો થયો છે.

જયપુરથી દિલ્હી માર્ગ પર એક નાનું રેલવે સ્ટેશન આવેલું છે જેનું નામ ગાંધીનગર છે. જોવામાં તો આ રેલવે સ્ટેશન સામાન્ય છે પરંતુ એક કારણના લીધે આ સ્ટેશન દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. આ સ્ટેશન મુખ્ય લાઇનનું પ્રથમ સ્ટેશન છે. UNએ આ રેલવે સ્ટેશનને મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટી મિસાલ ગણાવી છે.

TV9 Gujarati

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

અહિંયાથી ઘણી ટ્રેનો દિવસ દરમિયાન પસાર થાય છે. ટ્રેનને લીલી ઝંડી બતાવાથી લઈને મુસાફરોને ટિકિટ આપવા તેનું ચેકિંગ કરવા તેમજ સફાઈ કર્મચારીઓમાં પણ મહિલાઓ જ છે. આ જોઈને તમને આશ્ચર્ય જરૂર થશે પરંતુ સાથે ગર્વ પણ થશે. આ મહિલા ટીમ દ્વારા એક મહિનામાં વગર ટિકિટ મુસાફરી કરતા 520 લોકોને પકડવામાં આવ્યા છે. જ્યારે ગયા વર્ષે પુરૂષ કર્મચારી દ્વારા માત્ર 64 મુસાફરોને પકડવામાં આવ્યા હતા. આ સ્ટેશન પર દિવસ દરમિયાન 50થી પણ વધારે ટ્રેન પસાર થાય છે અને 7000 મુસાફરોની આવન-જાવન થાય છે. સ્ટેશનના તમાત કાર્યો યોગ્ય રીતે થાય છે અને આ પ્રકારનું સંચાલન પ્રશંસનીય છે.

આ પણ વાંચો: તુલસીના ફાયદાઓ વિશે નથી ખબર તો જાણી લો, આ રોગ માટે અકસીર ઈલાજ છે તુલસી

રેલમંત્રી પીયૂશ ગોયલે પણ ટ્વિટ કરીને આ બાબતે  ક્હ્યું હતુ કે ” રાજસ્થાનના જયપુરમાં ગાધીનગર રેલવે સ્ટેશન ભારતનુ પ્રથમ સ્ટેશન છે જેને દિવસ રાત સંપુર્ણ પણે મહિલા કર્મચારીએ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્ટેશનમાં રોજિંદા કામ સિવાય સુરક્ષા દળમાં પણ મહિલા કર્મચારીઓ જ જવાબદારી નિભાવે છે. આ મહિલા સશક્તિકરણ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં રેલવેનો એક પ્રયાસ છે.”

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">