AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં અંતિમ દિવસે હાઈ-વોલ્ટેજ ડ્રામા, ફોર્મ પાછું ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો, જુઓ Video

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ વોર્ડ નંબર બે માંથી ફોર્મ પાછું ખેંચતા હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો.

Breaking News : વડોદરામાં અંતિમ દિવસે હાઈ-વોલ્ટેજ ડ્રામા, ફોર્મ પાછું ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2026 | 5:55 PM
Share

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વડોદરા શહેર મહાનગરપાલિકા માટે રાજકીય હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અકોટા વિસ્તારની પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આ ઘટનાઓ બની હતી. દિવસની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર કનુક પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું હતું. ત્યારબાદ, ફોર્મ પરત ખેંચવાના સમય પૂર્ણ થાય તેના અડધો કલાક પહેલાં વોર્ડ નંબર બે ના મહિલા કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પણ ફોર્મ પરત ખેંચવા માટે કચેરી પહોંચ્યા હતા.

ભૂમિ પ્રજાપતિએ પોતાનું ફોર્મ પરત ખેંચતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મામલતદાર કચેરી પર પહોંચી ગયા હતા. તેઓએ કચેરીને બાનમાં લીધી અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ હલ્લાબોલ દરમિયાન મામલતદાર કચેરીની બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભૂમિ પ્રજાપતિ વડોદરાના ભાજપના સાંસદ ડૉ. હેમાંગ જોશીને મળવા પહોંચ્યા હતા, જેના પર કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતી વખતે મામલતદાર કચેરીની અંદર ભાજપના પૂર્વ કાઉન્સિલરોની હાજરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે તેમના આક્ષેપોને સમર્થન આપતી હોવાનું જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભૂમિ પ્રજાપતિ ઓબીસી બેઠક પરથી કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા. વડોદરામાં કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. વોર્ડ નંબર એક માંથી બે અપક્ષ ઉમેદવારો, ગૌરાંગ પટેલ અને નજીમ પઠાણે પણ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાસે ૭૬ સક્રિય કાર્યકરો નથી, તેમ છતાં ૭૬ ઉમેદવારો કઈ રીતે ઊભા કર્યા અને આવા ઉમેદવારોને “પરાણે” ફોર્મ ભરાવી ઉમેદવાર બનાવ્યા છે, જેમને પ્રચારમાં સારો પ્રતિસાદ મળ્યો નથી અને નાગરિકો તેમને પક્ષના નિવેદનો અંગે પ્રશ્નો પૂછી રહ્યા છે. આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Follow Us
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">