TV9 EXCLUSIVE : ચેન્નાઇ વિરુદ્ધ દમદાર પ્રદર્શન કરનાર સંજુ સૈમસન અને રાહુલ તેવટીયા સાથે ખાસ વાતચીત

ટી-20 ના ટુર્નામેન્ટના રાજસ્થાન રોયલને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં 16 રનોથી હરાવી રાજસ્થાને તેની સિંઝનની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં બે ખેલાડીઓને લઇને રાજસ્થાન આ જીતના મુકામ સુધી પહોંચી શક્યુ હતુ. આ જીત પાછળ સંજુ સૈમસનની 74 રનની ઇનીંગ્સ અને બોલીંગમાં રાહુલ તેવટીયાની ચાર ઓવરમાં 73 રન આપીને ત્રણ વિકેટ ઝડપવી કારણ માનવામાં […]

TV9 EXCLUSIVE : ચેન્નાઇ વિરુદ્ધ દમદાર પ્રદર્શન કરનાર સંજુ સૈમસન અને રાહુલ તેવટીયા સાથે ખાસ વાતચીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 24, 2020 | 2:30 PM

ટી-20 ના ટુર્નામેન્ટના રાજસ્થાન રોયલને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં 16 રનોથી હરાવી રાજસ્થાને તેની સિંઝનની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં બે ખેલાડીઓને લઇને રાજસ્થાન આ જીતના મુકામ સુધી પહોંચી શક્યુ હતુ. આ જીત પાછળ સંજુ સૈમસનની 74 રનની ઇનીંગ્સ અને બોલીંગમાં રાહુલ તેવટીયાની ચાર ઓવરમાં 73 રન આપીને ત્રણ વિકેટ ઝડપવી કારણ માનવામાં આવી રહ્યુ છે. આ બંને ખેલાડીઓ સાથે ટીવી9 ભારતવર્ષ ની સાથે ખાસ વાતચીત તેમના પ્રદર્શનને લઇને કરવામાં આવી હતી.

શેન વોટ્સનની મહત્વની વિકેટ લેતા રાહુલે કહ્યુ હતુ કે, શેન વોટ્સન પ્રથમ પાવર પ્લેમાં ખુબ સારી રમત રમી રહ્યા હતા, સતત છગ્ગા લગાવી રહ્યા હતા. આવા સમયે અમારુ ટાર્ગેટ હતુ કે અમે તેમની વિકેટ જલદી થી જલદી મેળવીએ. આ માટે અમે કોશીષ શરુ કરી હતી અને જેમાં સફળતા મળી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પિચને લઇને તેવટીયા એ કહ્યુ હતુ કે, શરુઆતમાં પિચ ખુબ જ ધીમી હતી. ત્યા બીજી ઇનીંગ્સમાં પણ કંઇક આવુ જ થયુ. મેદાન પર ઓંસ આવી જવા પછી બોલ ખુબ લપસી જતો હતો. એવા સમયે બેટ્સમેનને શોટ્સ લગાવવામાં ખુબ આસાન રહેતુ હતુ.

પોતાના પ્રદર્શનને લઇને તેવટીયાએ કહ્યુ કે, બધે ખુબ સારુ પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ મે જ્યારે ટીમને જરુર હતી એવા સમયે વિકેટ મેળવી લીધી હતી. સંપુર્ણ ટુર્નામેન્ટ દરમ્યાન અમારુ ટાર્ગેટ એ જ રહેશે કે અમે સારુ પ્રદર્શન કરીએ અને આત્મવિશ્વાસ વધારીએ.

તો વળી ચેન્નાઇના બોલરોની ખબર લઇ લેનારી બેટીંગ રમનારા સંજુ સૈમસન એ પણ પોતાની રમતને લઇને વા કરી હતી. કહ્યુ કે, મને ખબર હતી કે શારજાહનુ મેદાન નાનુ છે, એવામાં જિતવા માટે ખુબ સારુ રમવુ પડશે. જેટલુ સારુ રમશો એટલે એટલો સ્કોર મોટો બનશે. બસ આ જ વિચારીને પીચ પર પહોંચ્યો હતો.

ગૌતમ ગંભીર ની ટ્વીટને લઇને પણ તેણે કહ્યુ હતુ કે, ગૌતમભૈયા મને સપોર્ટ કરે છે. એવામાં મને તેમની વાતો સાંભળીને ખુબ સારુ લાગે છે. પોતાની રણનીતીને લઇને પણ વાત કરતા કહ્યુ હતુ કે, સ્પિનર ના માટે મારી ખાસ તૈયાર હતી, જે હું છેલ્લા એક માસ થી અભ્યાસ કરી રહ્યો હતો. આવુ જ જોકે મેચ દરમ્યાન અભ્યાસ મુજબ મે કર્યુ હતુ.

આ પણ વાચોઃT-20: હાર્દિક પંડ્યાએ હિટ વિકેટ થઈ આઉટ થતા ચાહકોએ કંઇક આવા અંદાજમાં મઝા લીધી, જુઓ મજેદાર મીમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">