AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Tips : શું તમે પણ તમારી રોગપ્રતિકારક વધારવા માંગો છો ? તો આ પીણું આજે જ તમારા ડાયટમા સામેલ કરો

મીઠા લીમડાના પાનમા આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે મીઠા લીમડાનુ સેવન શરીર માટે ફાયદાકારક છે. જો તમારે રોગમુક્ત રહેવુ હશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો પડશે.

Healthy Tips : શું તમે પણ તમારી રોગપ્રતિકારક વધારવા માંગો છો ? તો આ પીણું આજે જ તમારા ડાયટમા સામેલ કરો
curry leaves drink
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 12:55 PM
Share

શિયાળામા ભારતના કેટલાક રાજ્યોમા ઠંડીનુ પ્રમાણ વધારે હોય છે. ઠંડીના વધતા પ્રમાણથી લોકોને શરદી, ખાંસી વધુ જોવા મળે છે. ભારતમા વધતા કોરોનાના કેસથી લોકોમા ચિંતા જોવા મળી રહી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોઈ પણ રોગ ઝડપથી થાય છે. તો તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરવા જોઈએ જેનાથી તમે તમારા શરીરને સ્વાસ્થ રાખવામા મદદ થઈ શકે છે. આજે મીઠા લીમડાનુ સેવન કરીને તમે કેવી રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે તે જાણીશું.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે

મીઠા લીમડાના પાનમા આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેના કારણે મીઠા લીમડાનુ સેવન શરીર માટે ફાયદાકારક છે. જો તમારે રોગમુક્ત રહેવુ હશે તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો પડશે. તેના માટે તમે મીઠા લીમડાના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો. થોડા દિવસો સુધી સતત આ ઉકાળાનુ સેવન કરવાથી તમને તમારા શરીરમાં ફરક જોઈ શકશો.

પાચન તંત્ર

મીઠા લીમડાના પાનને આપણે બધા મસાલાની રીતે ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના સેવનથી શરીરને ઘણા ફાયદા પણ થાય છે. મીઠા લીમડાનુ નિયમિત અને યોગ્ય માત્રામાં સેવન કરવાથી તમારા શરીરમા મેટાબોલિઝમમા સુધારો આવે છે. મેટાબોલિઝમમા સુધારો થવાથી તમને બે ફાયદા થઈ શકે છે, જેમા તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને બીજું તે તમારુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

તણાવમા રાહત

જો તમે વારંવાર તણાવની સ્થિતિ અનુભવો છો તો તમે મીઠા લીમડાના પાનની ચા બનાવીને પી શકો છો. આ ચા પીવાથી તમેને તણાવમાં રાહત મળશે. તેનુ સેવન કરવાથી તમારુ મન શાંત રહે છે અને તમને એકાગ્ર મને કામ કરવામા મદદ કરે છે. નિષ્ણાતોના મત અનુસાર મીઠા લીમડાની સુગંધ તમારા મનને શાંત અને હળવુ કરવામાં મદદ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

g clip-path="url(#clip0_868_265)">