AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે LICને અમીરો માટે લૂંટનું માધ્યમ બનાવ્યું, અદાણી ગ્રુપમાં રોકાણ પર ખડગેની ટિપ્પણી

અમેરિકન રિપોર્ટ બાદ ગૌતમ અદાણી ગ્રૂપમાં ઘટાડાની અસર સરકારી કંપની LICમાં પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષએ કહ્યું કે સરકારે જીવન વીમા નિગમનું નામ બદલીને લૂટ ઈન્વેસ્ટમેંટ ફોર ક્રોનીજ કરી દીધું છે.

સરકારે LICને અમીરો માટે લૂંટનું માધ્યમ બનાવ્યું, અદાણી ગ્રુપમાં રોકાણ પર ખડગેની ટિપ્પણી
મલ્લિકાર્જુન ખડગે (ફાઇલ)Image Credit source: Tv9 ભારતવર્ષ
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 29, 2023 | 3:14 PM
Share

અદાણી જૂથને લઈને એક અમેરિકન રિપોર્ટ પર દેશમાં હંગામો મચી ગયો છે. જેના કારણે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીને પણ મોટું નુકસાન થયું છે. અદાણીને માત્ર બે દિવસમાં 19,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાન માત્ર ગૌતમ અદાણીને જ નથી થઈ રહ્યું,પરંતુ સરકારી કંપની LICને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. આ અંગે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.

LICના રોકાણથી ગૌતમ અદાણીને મોટું પ્રોત્સાહન

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, સરકારે જીવન વીમા નિગમનું નામ બદલીને લૂટ ઈન્વેસ્ટમેંટ ફોર ક્રોનીજ (મિત્રોના રોકાણની લૂંટ) કરી દીધું છે. કહેવાય છે કે LICના રોકાણથી ગૌતમ અદાણીને મોટું પ્રોત્સાહન મળ્યું હતું. સરકારી કંપનીના રોકાણના કારણે અદાણી જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો હતો. અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં તેને ‘કોર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ’ ગણાવ્યું હતું.

LICનું અદાણી ગ્રુપમાં 722.68 અબજ રૂપિયાનું રોકાણ

સમગ્ર ભારતમાં 250 મિલિયનથી વધુ પોલિસી ધારકો સાથે LICએ ભારતની સૌથી પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકારી કંપની અદાણીની પાંચ કંપનીઓમાં મુખ્ય રોકાણકાર છે, જેમાં 1થી લઈ 9 ટકા ભાગ હિસ્સો ધરાવે છે. એવું કહેવાય છે કે 24 જાન્યુઆરી સુધી અદાણીની કંપનીઓમાં LICનું 722.68 અબજ રૂપિયાનું રોકાણ હતું.

LIC શા માટે અદાણી ગ્રુપમાં 300 કરોડનું રોકાણ કરી રહી છે?

કોંગ્રેસે શનિવારે કેન્દ્રીય નાણા પ્રધાન અને તપાસ એજન્સીઓના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા કારણ કે અદાણી જૂથમાં એક્સપોઝરને કારણે એલઆઈસી અને એસબીઆઈએ તેમના શેરના માર્કેટ કેપમાં 78,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, એલઆઈસીમાં જનતાના પૈસા છે.

તેમણે જણાવ્યું હતું કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં LIC રોકાણનું મૂલ્ય 77,000 કરોડ રૂપિયાથી ઘટીને 53,000 કરોડ રૂપિયા થયું છે, જેમાં 23,500 કરોડ રૂપિયાની ખોટ આવી છે. સુરજેવાલાએ પૂછ્યું, કે, આ સિવાય LICના શેરમાં 22,442 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શા માટે LIC હજુ પણ અદાણી ગ્રૂપમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે?

આ ઘટાડાનાં મુખ્ય કારણો

બજેટ 2023: મોટાભાગના નિષ્ણાતો માને છે કે બજારનો સામાન્ય વલણ છે કે બજેટ પહેલા કરેક્શન જોવા મળે છે અને બજેટ પછી તીવ્ર રિકવરી જોવા મળે છે. તેથી, આગળ જતા બજાર પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર છે.

યુએસ ફેડરલ રિઝર્વની બેઠક: આ સિવાય 1 ફેબ્રુઆરીએ મોડી રાત્રે ફેડરલ રિઝર્વની બેઠક પણ છે. તેના પરિણામ પર પણ નજર રાખવામાં આવશે. ફેડ અધિકારીઓએ પહેલેથી જ આક્રમક દર વધારાની ચેતવણી આપી છે. મોંઘવારી ઘટાડવા માટે તે આ પગલું ભરી શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે અમે દર વધારાના ચક્રના અંત સુધી પહોંચી ગયા છીએ.

આર્થિક વૃદ્ધિનું અનુમાન: સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે ચાલુ કેલેન્ડર વર્ષ માટે ભારતના વૃદ્ધિ અનુમાનમાં 20 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને 5.8 ટકા કર્યો છે. ઊંચા વ્યાજ દરો અને મંદીના જોખમને ધ્યાનમાં રાખીને તેણે આ કર્યું. જેની અસર શેરબજાર પર પણ પડી છે.

g clip-path="url(#clip0_868_265)">