વાહનચાલકોને પાવતી આપ્યા વિના પૈસા પડાવતા એક કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા

ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વેનના સ્ટાફ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઉઘરાણા કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનો કબ્જે કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વેનની હોય છે.  પરંતુ ટ્રાફિક પોલીસ અને ટોઇંગવાનના સ્ટાફની મિલિભગતથી ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી […]

વાહનચાલકોને પાવતી આપ્યા વિના પૈસા પડાવતા એક કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 20, 2020 | 6:04 PM
ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વેનના સ્ટાફ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઉઘરાણા કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનો કબ્જે કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસ અને ટોઇંગ વેનની હોય છે.  પરંતુ ટ્રાફિક પોલીસ અને ટોઇંગવાનના સ્ટાફની મિલિભગતથી ગેરકાયદેસર રીતે વાહનચાલકો પાસેથી 200 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના ઉઘરાણા કરાતા હોવાની માહિતી મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Toing van Staff arrrested by ACB Gujarat

તસવીર પ્રતીકાત્મક છે.

આ માહિતીની આધારે છેલ્લાં દોઢ માસથી ACB દ્વારા આ કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી હતી અને કૌભાંડીને રંગે હાથ ઝડપવા માટે ટીમો કાર્યરત હતી. ACB ના અધિકારીઓએ સુભાષ બ્રિજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસ સાથેની ટોઈંગવેનનો સ્ટાફ પાવતી આપ્યા વિના વાહન ચાલકો પાસેથી રોકડ રકમ લેતો હતો ઝડપાઈ ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ACBએ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉક્કડભાઈ વસાવા, ટોઇંગ વેનના સ્ટાફના મેહુલ ગોહેલ, અલ્તાફ સંધિ અને સલીમ પઠાણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં ટોઇંગ એજન્સીના સંચાલકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું ગુજરાત ACB ના આસિસ્ટન્ટ ડાયરેકટર ડી પી ચુડાસમાએ જણાવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">