AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada: જિલ્લામાં ધોધમાર 15 ઇંચ વરસાદ, ગામડાંના રસ્તા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતો રેલવે ટ્રેક ધોવાયો

નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે દ્રૌપદી મુર્મુનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકુફ છે. દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાનાં હતાં.

Narmada: જિલ્લામાં ધોધમાર 15 ઇંચ વરસાદ, ગામડાંના રસ્તા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતો રેલવે ટ્રેક ધોવાયો
7758 people have been evacuated in the district so far
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 11:37 AM
Share

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જિલ્લામાં સરેરાશ 15 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ગરુડેશ્વરમાં 14.6 ઇંચ, ડેડીયાપાડામાં 21.02 ઇંચ, તિલકવાળાનીમ 20.58 ઇંચ, નાંદોદમાં 13.45 ઇંચ અને સાગબારામાં 16.61 ઇંચ વરસાદ પડ્યો છે. આમ જિલ્લામાં સરેરાશ 15 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં ભારે નુકસાન થયું છે. તિલકવાડાના તેડીયાના સાહેપુરા ગામમાં વરસાદના કારણે રસ્તો બંધ થયો છે. સાહેપુરા ગામમાં જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને રસ્તામાં પડેલા હજુ વૃક્ષ હટાવવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો ગુજરાત પ્રવાસ મોકૂફ

NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો છે. નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે દ્રૌપદી મુર્મુનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકુફ છે. દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાનાં હતાં. આ ઉપરાંત કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન હતું.

જિલ્લામાં અત્યારસુધીમાં 7758 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

  1. નાંદોદમાં 1050
  2. ડેડીયાપાડા માં 1170
  3. આ પણ વાંચો

  4. સાગબારા માં 688
  5. તિલકવાળા માં 1197
  6. ગરુડેશ્વર માં 2417
  7. રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં 1236 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોડતી રેલવે લાઈનનો ટ્રેક ધોવાઈ ગયો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોડતી રેલવે લાઈનનો ટ્રેક ધોવાઈ ગયો છે. ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ જવાના પગલે આ રેલખંડની ટ્રેનોને અસર થઈ છે. ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો છે. ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર દોડતી ટ્રેન નંબર 09108, અને 09110, એકતા નગર – પ્રતાપ નગર મેમુ પેસેન્જર 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 09109 અને 09113 પ્રતાપ નગર – એકતા નગર મેમુ પેસેન્જર પણ 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે. આ ઉપરાંત તારીખ 11 જુલાઈની ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસને ડભોઈ સ્ટેશનથી શોર્ટ ઓરિજનેટ આ ટ્રેન આજે એકતા નગર – ડભોઈ વચ્ચે રદ રહેશે. જ્યારે તારીખ 11 જુલાઈની ટ્રેન નંબર 20947 અમદાવાદ – એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસને ડભોઈ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને આ ટ્રેન આજે ડભોઈ – એકતા નગર વચ્ચે રદ રહેશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">