Rajkot: આજી-2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા, નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના એલર્ટ કરાયા

રાજકોટના પડધરી તાલુકામાં ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આજી-2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક ચાલુ થતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના એલર્ટ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 9:33 AM

Rajkot: રાજકોટના પડધરી તાલુકામાં ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આજી-2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક ચાલુ થતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના એલર્ટ કરાયા છે. અને લોકોને તંત્રએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપી છે. ત્યારે જામકંડોરણાના દુધીવદર પાસેનો ફોફળ-1 ડેમ થયો ઓવરફલો થયો છે. જામકંડોરાના દૂધીવદર નજીકનો ફોફળ-1 ડેમ ઓવરફ્લો (Dam overflow) થયો છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા સાથે જ નદીના પટમાં અવર-જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

દૂધીવદરથી મોટા ભાદરા તરફ જતા ફોફળના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેને લઈ હાલ રસ્તો વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ધોરાજી શહેર અને જામકંડોરણા ગામ અને તાલુકા 52 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ. ફોફળ ડેમ માંથી ધોરાજી તાલુકાના પાંચ ગામ અને જામકંડોરણા તાલુકાના પાંચ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

ગુજરાતવાસીઓ માટે આગામી પાંચ દિવસ ભારે

ગુજરાતમાં રવિવાર રાતથી પડેલા વરસાદથી સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શાળા-કોલેજ, ગાર્ડન, દુકાનો, ખેતરો તમામ સ્થળે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હજુ આ સ્થળોએથી પાણી માંડ ઓસરવાનું શરુ કર્યુ છે. ત્યાં ફરી હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">