Rajkot: ધોધમાર વરસાદને પગલે અત્યંત ગંભીર સ્થિતિ, શાળા-કોલેજોમાં રજા જાહેર, BRTS બસ સેવા બંધ કરાઇ

Rajkot: ધોધમાર વરસાદને પગલે અત્યંત ગંભીર સ્થિતિ, શાળા-કોલેજોમાં રજા જાહેર, BRTS બસ સેવા બંધ કરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 9:53 AM

રાજકોટના (Rajkot) ધોરાજીનો ભાદર-2 ડેમ ગમે તે સમયે છલકાય તેવી શક્યતા છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.

હવામાન વિભાગે (Department of Meteorology) કરેલી આગાહીના પગલે રાજકોટ (Rajkot) જિલ્લાના સતત વરસી રહેલા વરસાદને (Rain) પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રાજકોટમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જો કે વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. આ વર્ષે ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ થશે અને સારું ઉત્પાદન મળશે.ખેડૂતોને મોટુ નુકસાન થવાની ભીતિ છે.

કાંઠા વિસ્તારોના ગામોને કરાયા એલર્ટ

રાજકોટમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે. રાજકોટમાં વરસાદી સંકટને જોતા તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તો બીજી તરફ રાજકોટમાં BRTS બસ સેવા બંધ કરી દેવાઇ છે. તો ધોરાજીનો ભાદર-2 ડેમ ગમે તે સમયે છલકાય તેવી શક્યતા છે. ત્યારે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમની નજીક આવેલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચન કરી દેવામાં આવ્યુ છે.

ડેમોમાં નવા નીરની આવક

બીજી તરફ રાજકોટના પડધરી તાલુકામાં ભારે વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઇ છે. આજી-2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક ચાલુ થતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના એલર્ટ કરાયા છે. તંત્રએ નદીના પટના વિસ્તારોમાં રહેલા અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપી છે.

ખેતરો બેટમાં ફેરવાયા

કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તેમાં પણ ધોરાજી પંથક ના ખેડૂતોની હાલત છેલ્લા ત્રણ વર્ષથી કફોડી છે. આ વર્ષે ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ થશે અને સારું ઉત્પાદન મળશે. પરંતુ આગોતરું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો જેના કારણે ખેડૂતોનું પહેલું વાવેતર નિષ્ફળ ગયું અને હવે ફરી વાવેતર કર્યું તો ફરી ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Published on: Jul 12, 2022 09:31 AM
g clip-path="url(#clip0_868_265)">