દુનિયાની સૌથી મોટી સોનાની મૂર્તિ! 200 વર્ષ સુધી માટીમાં શા માટે દટાયેલી રહી? કારણ જાણીને તમે પણ હક્કા બક્કા રહી જશો
શું તમે જાણો છો કે, વિશ્વની સૌથી મોટી પ્રતિમા કઈ છે? આ મૂર્તિનું વજન અને તેની ઊંચાઈ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ખાસ વાત એ છે કે, આ પ્રતિમા સોનાની બનેલી છે.

વિશ્વભરમાં ઘણા લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. આ ધર્મના અનુયાયીઓ દરેક દેશમાં ફેલાયેલા છે. દુનિયામાં ઘણા મોટા દેશો છે કે, જ્યાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ સ્થાપિત છે. એવામાં ભગવાન બુદ્ધની એક પ્રતિમા ખૂબ જ ખાસ છે, કારણ કે તે કોઈ સામાન્ય મૂર્તિ નથી પરંતુ સોનાની બનેલી છે.
શું છે આ મૂર્તિનો ઇતિહાસ?
મળતી માહિતી મુજબ, આ પ્રતિમા સેંકડો વર્ષોથી માટી અને પ્લાસ્ટરના સ્તર નીચે છુપાયેલી હતી. આ પ્રતિમાએ ઇતિહાસ, કલા અને આધ્યાત્મિકતા પરના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો છે. થાઇલેન્ડના બેંગકોકમાં સ્થિત આ પ્રતિમાને ‘ગોલ્ડન બુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે.
THAILAND
Golden Buddha Wat Traimit pic.twitter.com/Rflu0Sp7Cn
— oookieee (@freshavocadoze) May 29, 2024
આ પ્રતિમા બેંગકોકના વાટ ટ્રાઇમિટમાં સ્થાપિત છે. પ્રતિમાની ઊંચાઈ લગભગ 3 મીટર છે, જ્યારે તેનું વજન અંદાજિત 5500 કિલોગ્રામ છે. આ પ્રતિમાને જોનાર કોઈપણ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે સોનાથી બનેલી છે.
કેટલા ટકા સોનું વપરાયું?
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ મૂર્તિ બનાવવામાં 83% શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરીરના જુદા જુદા ભાગોમાં સોનાની શુદ્ધતા અલગ અલગ રાખવામાં આવી છે. બુદ્ધનું શરીર લગભગ 40% શુદ્ધ સોનાથી બનેલું છે, જ્યારે ચોટીની શુદ્ધતા 99% જેટલી છે. આજના સમયમાં આ પ્રતિમામાં વપરાયેલા સોનાની કિંમત ગણવામાં આવે તો તે 480 મિલિયન ડોલરથી વધુની હોઈ શકે છે.
200 વર્ષ સુધી માટીમાં શા માટે દટાયેલી રહી?
આ પ્રતિમા જેટલી સુંદર અને વિશાળ છે, તેની વાર્તા પણ એટલી જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે, આ પ્રતિમા લગભગ 200 વર્ષ સુધી પ્લાસ્ટર અને માટીના સ્તર હેઠળ છુપાયેલી હતી. તેનું કારણ તેના નક્કર સોનાની સામગ્રીને છુપાવવાનું હતું.
ભગવાન બુદ્ધ કઈ મુદ્રામાં છે?
હકીકતમાં, તે સમયે આક્રમણ દરમિયાન મૂર્તિ ચોરી થવાનો ભય હતો, તેથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ અને રંગીન કાચના જાડા પડથી ઢાંકવામાં આવી હતી. નોંધનીય છે કે, ગૌતમ બુદ્ધની આ પ્રતિમાની ડિઝાઇન પણ ખૂબ જ અનોખી છે. તેમાં બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં બિરાજમાન છે, જે શાણપણ, વાસના અને અજ્ઞાન પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
