Stocks Forecast: આ ‘3 શેર’ રોકાણકારોને તગડું રિટર્ન આપશે! ભાવ સાતમા આસમાને જશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી
'શેરમાર્કેટ' સોમવારના રોજ એટલે કે 27 ઓક્ટોબરે કેવું રહેશે, તેને લઈને રોકાણકારોમાં મૂંઝવણ છે. આવું એટલા માટે, કેમ કે શુક્રવારના રોજ 24 ઓક્ટોબરે માર્કેટમાં ઘણા શેર લાલ નિશાને ટ્રેડ થઈ રહ્યા હતા. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં આ '3 સ્ટોક' ખૂબ જ ચર્ચામાં રહેશે.

'JSW Steel Ltd' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹1,141.40 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'JSW Steel Ltd' ના શેર ભવિષ્યમાં +1.43% વધીને ₹1,157.65 સુધી જઈ શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +22.66% વધીને ₹1,400.00 ની આસપાસ પહોંચી શકે છે, જ્યારે તેમાં -25.53% સુધીનો ઘટાડો આવશે તેવી શક્યતા છે. જો ઘટાડો આવશે તો શેરની કિંમત ₹850 ના તળિયે આવી શકે છે.

'JSW Steel Ltd' ના શેરને લઈને 33 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 33 માંથી 16 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 9 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. બીજીબાજુ 8 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની સલાહ આપી છે.

'Titagarh Rail Systems Ltd' ના શેરમાં હાલમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક ₹874.70 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +23.47% જેટલો વધી શકે છે અને તે ₹1,080.00 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'Titagarh Rail Systems Ltd' ના શેર +37.76% વધીને ₹1,205.00 જોવા મળશે, તેવી શક્યતા છે.

'Titagarh Rail Systems Ltd' ના શેરને લઈને પણ વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 07 એનાલિસ્ટે આ સ્ટોકને ખરીદવાની ભલામણ આપી છે. ખાસ વાત એ છે કે, એકપણ એનાલિસ્ટે આ સ્ટોકને હોલ્ડ કે વેચવાની વાત કરી નથી.

'Indian Hotels Co. Ltd.' ના શેર ₹735.90 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +17.65% વધીને ₹865.80 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'Indian Hotels Co. Ltd.' ના સ્ટોક +42.68% ની સાથે ₹1,050.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -11.94% ના ઘટાડા સાથે ₹648 ની આસપાસ જોવા મળી શકે છે.

'Indian Hotels Co. Ltd.' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 19 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. 19 માંથી 13 લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે. જો કે, 5 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની અને ફક્ત 1 જ એનાલિસ્ટે આ શેરને વેચવા અંગેની વાત કરી છે.
આ પણ વાંચો: Big Announcement: ‘KKR’ હવે છે ‘તૈયાર’! રોહિત શર્માનો ‘જીગરી દોસ્ત’ કોલકાતાનો હેડ કોચ બનવા જઈ રહ્યો છે, ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો
