વિમાનની મુસાફરી જેટલી રોમાંચક છે, તેટલી જ સાવધાની પણ જરૂરી છે. આકાશમાં ઉડતા મુસાફરોની સલામતીની પ્રથમ જવાબદારી છે. તેથી એરલાઇન કંપનીઓના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું પડે છે. પ્લેનમાં મુસાફરો માટે અલગ-અલગ નિયમો હોય છે અને ક્રૂ મેમ્બર માટે પણ કેટલાક નિયમો છે. આ જ નિયમ પાયલટ પર પણ લાગુ પડે છે. આવો જ એક નિયમ છે કે પાયલટ દાઢી નથી રાખી શકતા. આની પાછળનું પણ એક કારણ છે, જે આજે અમે તમને જણાવીશું.
એવું નથી કે પાયલટ દાઢી રાખી શકતા નથી. અલગ-અલગ એરલાઈન્સના અલગ-અલગ નિયમો હોય છે. આ જ કારણ છે કે કેટલાક પાયલોટ નાની દાઢી રાખે છે અને કેટલાક દાઢી રાખતા નથી. પરંતુ પાયલોટ ફિલ્મી હીરોની જેમ લાંબી અને સ્ટાઇલિશ દાઢી નથી રાખી શકતા. તેની પાછળનું કારણ મુસાફરોની સુરક્ષા છે.
ઉંચાઈ પર પહોંચ્યા બાદ પ્લેનમાં ઓક્સિજનનો અભાવ હોય છે. પ્લેનની અંદરનું હવાનું દબાણ સામાન્ય લોકોના હિસાબે સેટ કરવામાં આવે છે, જે બહારના દબાણ કરતા વધારે હોય છે. પરંતુ વધુ ઉંચાઈ પર ગયા બાદ કેબિનની અંદર હવાનું દબાણ ઘટવા લાગે તેવી શક્યતાઓ ઉભી થાય છે. જ્યારે હવાનું દબાણ ઓછું હોય છે, ત્યારે મુસાફરો સહિત તમામ ફ્લાઇટ કર્મચારીઓએ ઓક્સિજન માસ્ક પહેરવા પડે છે.
પાયલટને પણ ઓક્સિજન માસ્ક પહેરવું પડે છે. ત્યારે જો તેની દાઢી જો લાંબી હોય, તો તેને માસ્ક લગાવવામાં મુશ્કેલી થશે અને માસ્ક ચહેરા પર યોગ્ય રીતે ફિટ થશે નહીં. આ સ્થિતિમાં ઓક્સિજનના અભાવે પાયલટનો જીવ પણ જઈ શકે છે અને જો પાઈલટનો જીવ જોખમમાં હોય તો તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ જાય છે.