ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?

ઇંગ્લેન્ડની રાજાશાહીનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે. એક સમયે ઇંગ્લેન્ડમાં રાજાશાહીનો દબદબો હતો. પરંતુ હવે સંવૈધાનિક રાજાશાહી છે, એટલે કે રાજા અથવા રાણીના અધિકારો ઔપચારિક છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત સમયે ઇંગ્લેન્ડ પર સેક્સન તથા ડેઇન્સ રાજાઓનું શાસન હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?

ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?
British Monarchy
Follow Us:
| Updated on: Jul 21, 2024 | 3:18 PM

લોકશાહીના જનક તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડમાં હાલ કિંગ ચાર્લ્સ III ગાદી પર છે, જેઓ ‘હાઉસ ઓફ વિન્ડસર’ વંશના છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહી સદીઓથી ચાલી આવતી પ્રથા છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત સમયે ઇંગ્લેન્ડ પર સેક્સન તથા ડેઇન્સ રાજાઓનું શાસન હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે ઈંગ્લેન્ડમાં રાજાશાહી ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ ?

ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત

વેસેક્સના રાજા આલ્ફ્રેડ ધ ગ્રેટને ઈંગ્લેન્ડના ઈતિહાસમાં એક મહાન અને મહત્વપૂર્ણ શાસક માનવામાં આવે છે. તેમનો શાસનકાળ ઈ.સ. 871 થી 899 સુધીનો હતો. આલ્ફ્રેડનો જન્મ ઈ.સ. 849માં ઓક્સફોર્ડશાયરમાં થયો હતો. તેઓ રાજા એથેલવુલ્ફના સૌથી નાના પુત્ર હતા અને તેમના મોટા ભાઈઓ બાદ તેમણે વેસેક્સની ગાદી પર કબજો કર્યો હતો.

આલ્ફ્રેડને ઈંગ્લેન્ડના પ્રથમ “રાજા” તરીકે ઓળખવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન એટલે કે 9મી સદીથી ઇંગ્લેન્ડમાં રાજાશાહીની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આલ્ફ્રેડ ધ ગ્રેટ વેસેક્સના રાજા હતા અને ડેનિશ વાઇકિંગ્સ સામે લડત આપી હતી. આલ્ફ્રેડે વાઇકિંગ આક્રમણ સામે સંરક્ષણ વધારવા વેસેક્સની નૌકાદળને પણ મજબૂત બનાવી. તેથી તેમને “ધ ગ્રેટ”નું બિરુદ આપવામાં આવ્યું હતું. 26 ઓક્ટોબર 899ના રોજ આલ્ફ્રેડનું અવસાન થયું અને તેમને વિન્ચેસ્ટરમાં દફનાવવામાં આવ્યા.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

આલ્ફ્રેડ ધ ગ્રેટની નેતૃત્વ ક્ષમતા, ન્યાય અને સુધારાવાદી દૃષ્ટિકોણે તેમને ઈંગ્લેન્ડના મહાન શાસકોમાંના એક બનાવ્યા. તેમના કરેલા કાર્યોએ ઈંગ્લેન્ડના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય માળખાને મજબૂત બનાવ્યું અને તેમના વારસાને આજે પણ આદર આપવામાં આવે છે.

આલ્ફ્રેડ ઉપરાંત આલ્ફ્રેડના પૌત્ર એથેલ્સ્ટનને પણ ઈંગ્લેન્ડના પ્રથમ રાજા માનવામાં આવે છે, કારણ કે તેમણે સૌ પ્રથમ ઈંગ્લેન્ડમાં તમામ એંગ્લો-સેક્સન સામ્રાજ્યોને એક કર્યા હતા. લગભગ સાડા ત્રણસો વર્ષ સુધી ઇંગ્લેન્ડ પર સેક્સન તથા ડેઇન્સ રાજાઓનું શાસન રહ્યું અને ત્યાર બાદ ઈંગ્લેન્ડમાં એક નવા પ્રકારની રાજાશાહીની શરૂઆત થઈ.

નોર્મન રાજવંશ

ઈ.સ.1066માં વિલિયમ ધ કોન્કરરે હેસ્ટિંગ્સના યુદ્ધમાં રાજા હેરોલ્ડને હરાવ્યો અને ઇંગ્લેન્ડમાં સત્તા કબજે કરી. આ સાથે નોર્મન રાજવંશની સ્થાપના થઈ અને ઈંગ્લેન્ડમાં એક નવા પ્રકારની રાજાશાહીની શરૂઆત થઈ. હેરોલ્ડને હરાવ્યા બાદ કિંગ વિલિયમ ફર્સ્ટે રાજ્યની ગાદી સંભાળી. ત્યાર બાદ કિંગ વિલિયમ II અને કિંગ સ્ટીફન પણ સત્તામાં આવ્યા.

પ્લાન્ટાજેનેટ રાજવંશ

નોર્મન્સ રાજવંશે થોડા દાયકાઓ સત્તા સંભાળ્યા બાદ બારમી સદીમાં તો પ્લાન્ટાજેનેટ વંશના શાસકોએ ઇંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. પ્લાન્ટાજેનેટના શાસકો સતત યુદ્ધમાં રચ્યાપચ્યા રહ્યા. ફ્રાન્સ સાથેના આંતરવિગ્રહોના લીધે પ્લાન્ટેજનેટ વંશના રાજાઓ અસ્થિરતા અને અસલામતીના ઓછાયામાં રહ્યા. આ રાજવંશમાં રાજા હેનરી II, કિંગ રિચાર્ડ I, કિંગ જ્હોન અને કિંગ હેનરી જેવા રાજાઓએ લગભગ એક સદી સુધી રાજ કર્યું.

વેલ્સના રાજાઓ

પ્લાન્ટાજેનેટ વંશના અંત સાથે અને ઇંગ્લેન્ડની ગાદી પર વેલ્સના રાજાઓ સત્તામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન કિંગ એડવર્ડ I, કિંગ એડવર્ડ III અને કિંગ રિચાર્ડ II જેવા રાજાઓએ રાજ કર્યું. આ દરમિયાન એડવર્ડ લોંગશેન્ક્સે મોડેલ સંસદની સ્થાપના કરી. ત્યાર બાદ કિંગ એડવર્ડ III લગભગ 50 વર્ષ શાસન કર્યું. જે એડવર્ડ IIના પુત્ર હતા. તેમના પછી કિંગ રિચાર્ડ II સત્તામાં આવ્યા. જે અન્યાયી અને અવિશ્વસનીય હતા. લોકોમાં તેમની ચાહના ખુબ ઓછી હતી.

હાઉસ ઓફ લેન્કેસ્ટર

હાઉસ ઓફ લેન્કેસ્ટર વંશનો પ્રથમ રાજા હેનરી IV હતો. જે જોન ઓફ ગાઉન્ટનો પુત્ર હતો. તે ફ્રાન્સમાં દેશનિકાલમાંથી પાછા ફરતા રિચાર્ડ II દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલકતો પર ફરીથી દાવો કર્યો અને સંસદે તેમને રાજા તરીકે સ્વીકાર્યા. હેનરી IV બાદ તેમનો પુત્ર હેનરી V સત્તામાં આવ્યો. તેણે ઉત્કૃષ્ટ સૈનિક પ્રતિભા વિકસાવી હતી. ત્યાર બાદ હેનરી VI સત્તામાં આવ્યો. જે તેના ઉદાર સ્વભાવ માટે જાણીતો હતો.

ટ્યુડર રાજવંશ

ટ્યુડર રાજવંશમાં હેનરી VIIIના સમયગાળા દરમિયાન ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની સ્થાપના કરવામાં આવી, જેના કારણે ઈંગ્લેન્ડ કેથોલિક ચર્ચથી અલગ થઈ ગયું. ત્યાર બાદ એલિઝાબેથ I સત્તામાં આવ્યા. તેમના શાસન દરમિયાન, ઈંગ્લેન્ડે સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આર્થિક રીતે પ્રગતિ કરી. તેથી આ સમયગાળો “એલિઝાબેથન યુગ” તરીકે પણ ઓળખાય છે.

સ્ટુઅર્ટ્સ અને કોમનવેલ્થ રાજવંશ

સ્ટુઅર્ટ્સ રાજવંશનો પ્રથમ રાજા જેમ્સ I હતો. તે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ બંને પર શાસન કરનાર પ્રથમ રાજા હતો. ત્યાર બાદ સત્તામાં આવેલા કિંગ ચાર્લ્સ Iના સમયગાળામાં અંગ્રેજી ગૃહ યુદ્ધની શરૂઆત થઈ. સ્ટુઅર્ટ્સ યુગ પછી કોમનવેલ્થ રાજવંશ અસ્તિત્વમાં આવ્યો. જેના પ્રથમ રાજા તરીકે ઓલિવર ક્રોમવેલ સત્તામાં આવ્યા. જેમણે ન્યૂ મોડલ આર્મી અને કેવેલરી બટાલિયનનું આયોજન કર્યું. તેઓ એક અગ્રણી પ્યુરિટન વ્યક્તિ હતા. તેમના પછી તેમનો ત્રીજો પુત્ર રિચાર્ડ ક્રોમવેલ ઈંગ્લેન્ડની ગાદી પર બેઠો. રિચાર્ડ પાસે લશ્કરી કુશળતાનો અભાવ હતો. તેથી નવી મોડલ આર્મીએ તેમને સમર્થન કર્યું ન હતું.

આધુનિક રાજાશાહી : હેનોવરિઅન્સ રાજવંશ

આધુનિક રાજાશાહીની વાત કરીએ તો, આ શાસનકાળમાં કિંગ જ્યોર્જ સૌપ્રથમ રાજા બન્યા. તેમના સમયગાળા દરમિયાન તેમણે સંવિધાનિક રાજાશાહી સ્થાપી, જેમાં સંસદના અધિકારો વધ્યા હતા. તેઓ એક પ્રભાવશાળી રાજા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યાર બાદ રાણી વિક્ટોરિયાનો શાસનકાળ શરૂ થાય છે.

રાણી વિક્ટોરિયા

રાણી વિક્ટોરીયા બ્રિટનના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી શાસક હતા. તેઓના શાસનકાળને “વિક્ટોરિયન યુગ” તરીકે ઓળખવામાં આવે છે, જે બ્રિટિશ ઇતિહાસમાં મોટું સ્થાન ધરાવે છે. રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર થયો અને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સામાજિક અને આર્થિક પરિવર્તન થયું.

Queen Victoria

Queen Victoria

20 જૂન 1837ના રોજ વિક્ટોરીયા માત્ર 18 વર્ષની વયે રાણી બન્યા હતા. તેઓ 1837થી 1901 સુધી સત્તામાં રહ્યા હતા. રાણી વિક્ટોરીયાનો શાસનકાળ 63 વર્ષ અને 7 મહિના સુધી ચાલ્યો હતો, જે બ્રિટિશ ઇતિહાસમાં આટલા લાંબા સમય સુધી ચાલનારો પ્રથમ શાસનકાળ હતો. તેમના શાસનકાળ દરમિયાન બ્રિટને ઉદ્યોગિક ક્રાંતિનો અનુભવ કર્યો, જે યાંત્રિક અને તકનીકી પ્રગતિથી ભરેલો સમય હતો. નવી મશીનરી, રેલવે, અને ટેલિગ્રાફ સિસ્ટમનો વિકાસ થયો.

વિક્ટોરિયન યુગ મુખ્યત્વે આંતરિક શાંતિ અને ઔદ્યોગિક અને સામાજિક સુધારાઓનો સમય હતો. વિક્ટોરિયન યુગમાં અનેક ધાર્મિક અને સામાજિક સુધારાઓ કરવામાં આવ્યા હતા, જેમાં કાનૂની અને રાજકીય પરિવર્તનો પણ સામેલ છે. રાણી વિક્ટોરીયાનું 22 જાન્યુઆરી, 1901ના રોજ અવસાન થયું, જેની સાથે જ વિક્ટોરિયન યુગનો અંત આવ્યો.

વર્તમાન રાજાશાહી : હાઉસ ઓફ વિન્ડસર

20મી સદીમાં રાજાશાહીના મોટા ભાગના અધિકારો સંસદ અને પ્રધાનમંત્રીઓને સોંપવામાં આવ્યા. પરંતુ રાજાશાહી અસ્તિત્વમાં રહી. આ સમયગાળામાં રાણી એલિઝાબેથ II 1952થી 2022 સુધી સત્તામાં રહ્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી હતા.

રાણી એલિઝાબેથ II

રાણી એલિઝાબેથ IIનો શાસનકાળ અતિ પ્રભાવશાળી અને ઐતિહાસિક રહ્યો છે. તેમના શાસનકાળના શરૂઆતના વર્ષોમાં તેમને બ્રિટિશ સામ્રાજ્યના પરિવર્તનનો સામનો કરવો પડ્યો. બ્રિટનની રાજકીય અને આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં રાણી એલિઝાબેથનો મોટો ફાળો હતો. રાણી એલિઝાબેથ II એ 2022માં તેમના શાસનના 70 વર્ષ પૂર્ણ કરતા ‘પ્લેટિનમ જ્યુબિલી’ ઉજવવામાં આવી. રાણી એલિઝાબેથ IIનું 8 સપ્ટેમ્બર, 2022ના રોજ બાલમોરલ કાસલ, સ્કોટલોન્ડમાં નિધન થયું હતું.

Queen Elizabeth II

Queen Elizabeth II

કિંગ ચાર્લ્સ III

રાણી એલિઝાબેથના અવસાન પછી 2022માં તેમના પુત્ર ચાર્લ્સ IIIએ ઈંગ્લેન્ડની ગાદી સંભાળી. ચાર્લ્સ IIIએ આંતરરાષ્ટ્રીય મંચ પર બ્રિટનના પ્રતિનિધિ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને અનેક વૈશ્વિક મુદ્દાઓ પર પોતાનો મજબૂત દૃષ્ટિકોણ દર્શાવ્યો છે. ઇંગ્લેન્ડમાં રાજાશાહીનો ઇતિહાસ તેની સામાજિક, સાંસ્કૃતિક, અને રાજકીય વિકાસનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે બ્રિટનની ઓળખાણ અને પરંપરાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ છે સંપ્રદાયો, જાણો એકબીજાથી કેવી રીતે પડે છે અલગ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">