હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ છે સંપ્રદાયો, જાણો એકબીજાથી કેવી રીતે પડે છે અલગ

હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ સંપ્રદાયો છે. ઇસ્લામિક કાયદા અને ઇસ્લામિક ઇતિહાસના આધારે મુસ્લિમ સમાજ પણ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. ત્યારે મુસ્લિમ સમાજમાં કેટલા સંપ્રદાયો છે અને તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. તે અંગે આ લેખમાં જાણીશું.

હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ છે સંપ્રદાયો, જાણો એકબીજાથી કેવી રીતે પડે છે અલગ
Muslim Dividation
Follow Us:
| Updated on: Jul 20, 2024 | 6:09 PM

હિન્દુઓમાં જેમ અલગ અલગ સંપ્રદાયો કે વર્ણવ્યવસ્થા છે, એવી જ રીતે ઇસ્લામમાં પણ સંપ્રદાયો છે. ઇસ્લામના તમામ અનુયાયીઓ પોતાને મુસ્લિમ કહે છે, પરંતુ ઇસ્લામિક કાયદા અને ઇસ્લામિક ઇતિહાસના આધારે મુસ્લિમ સમાજ પણ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. ત્યારે મુસ્લિમ સમાજમાં કેટલા સંપ્રદાયો છે અને તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. તે અંગે આ લેખમાં જાણીશું.

ઇસ્લામ ભારત અને વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં ઇસ્લામના અનુયાયીઓ લગભગ દેશની વસ્તીના 14.2 ટકા એટલે કે 17.20 કરોડ હોવાનો અંદાજ છે. વિશ્વભરના મુસ્લિમો ખાસ કરીને બે સમુદાયોમાં વહેંચાયેલા છે, સુન્ની અને શિયા. જેમાં અંદાજે 85થી 90 ટકા સુન્ની છે. જેમની સંખ્યા લગભગ 1.5 અબજ હોવાનું મનાય છે. જ્યારે શિયાઓ લગભગ 5થી 20 ટકા હોવાનો અંદાજ છે. જેમની સંખ્યા 17 થી 34 કરોડ આંકવામાં આવી છે.

મધ્ય એશિયામાં ઇસ્લામ મુખ્ય ધર્મ છે. મુસ્લિમ વસ્તી ઇન્ડોનેશિયા, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ એશિયા, ઉત્તર આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં પણ છે. એશિયા-પેસિફિક પ્રદેશોમાં મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે. મિડલ ઈસ્ટના ઈઝરાયેલ, સીરિયા, તુર્કી, ઈરાન, સાઉદી અરેબિયા, ઈરાક, ઈજીપ્ત, સંયુક્ત આરબ અમીરાત, લેબનોન, કતાર, પેલેસ્ટાઈન રાજ્ય, જોર્ડન, યમન, બહેરીન અને સાયપ્રસ પણ મુસ્લિમ દેશો છે.

નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

મોટાભાગની શિયા વસ્તી ચાર દેશોમાં સ્થાયી છે. જેમાં ઈરાન, અઝરબૈજાન, બહેરીન અને ઈરાકનો સમાવેશ થાય છે. આ દેશો ઉપરાંત અફઘાનિસ્તાન, ભારત, કુવૈત, લેબનોન, પાકિસ્તાન, કતાર, સીરિયા, તુર્કી, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ શિયા વસ્તી રહે છે.

કુલ મુસ્લિમોમાં સુન્ની વસ્તી 85થી 90 ટકા છે. આ સંપ્રદાય મોટેભાગે 6 સમુદાયોમાં વહેંચાયેલો છે. જ્યારે શિયાઓની વસ્તી કુલ મુસ્લિમોના 10થી 15 ટકા છે. આ સંપ્રદાય 3 સમુદાયોમાં વહેંચાયેલો છે.

સુન્ની અને શિયા વચ્ચેનો તફાવત

ઈસ્લામિક ઈતિહાસના આધારે મુસ્લિમો બે પંથો ‘સુન્ની અને શિયા’માં વહેંચાયેલા છે. આ બંને સંપ્રદાયો તેમના અલ્લાહ પયગંબર મુહમ્મદ અને કુરાન પર સંમત છે. પયગમ્બરના અનુગામી અંગે આ સંપ્રદાયોના અલગ-અલગ મંતવ્યો છે. સુન્નીઓ માને છે કે પયગંબર પછી હઝરત અબુ બકર મુસ્લિમોના નેતા બન્યા. અબુબકર પછી હઝરત ઉમર, ઉમર પછી હઝરત ઉસ્માન અને ઉસ્માન પછી હઝરત અલી. સુન્નીઓના મતે આ ચાર લોકોને ખલીફા કહેવામાં આવતા હતા.

જ્યારે શિયા સમુદાય પયગમ્બર બાદ ‘ખલીફા’ નહીં પણ ‘ઇમામ’ માને છે. તેમના મતે હઝરત અલી રસૂલ પછી મુસ્લિમોના નેતા બન્યા હતા. શિયાઓ માને છે કે પ્રથમ ઈમામ હઝરત અલી હતા. બીજા અલીના મોટા પુત્ર હસન અને ત્રીજા અલીના નાના પુત્ર હુસૈન હતા. ત્રીજા ઈમામ હુસૈન પછી કુલ 12 ઈમામ હતા. હુસૈન એ છે જેની યાદમાં શિયા સમુદાય દર વર્ષે મહોરમ મહિનામાં શોક મનાવે છે.

મુસ્લિમ સમુદાયની વર્ણવ્યવસ્થા

ઇસ્લામિક કાયદા અને ઇસ્લામિક ઇતિહાસના આધારે જોઈએ તો મુસ્લિમ સમાજ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલા છે. સંપ્રદાયના આધારે મુસ્લિમો મુખ્ય બે સંપ્રદાય સુન્ની અને શિયામાં વહેંચાયેલા છે. જો કે, શિયા અને સુન્નીઓમાં કેટલાક પેટા સંપ્રદાયો પણ છે. સૌપ્રથમ વાત કરીએ સુન્ની સંપ્રદાયની

સુન્ની સંપ્રદાય

સુન્ની સંપ્રદાય એ હજરત મહમદ પયગંબરના વિચારો પર ચાલે છે. સુન્ની સંપ્રદાય માને છે કે, મહમદ પયગંબરના નિધન બાદ હઝરત અબુ બકર મુસ્લિમોના નવા નેતા બન્યા, જેમને ખલીફા કહેવામાં આવ્યા. ત્યાર બાદ હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી મુસ્લિમોના નેતા બન્યા.

આ ચારને ખુલફા-એ-રશીદીન કહેવામાં આવે છે, એટલે કે તેઓ સાચી દિશામાં જનારા હતા. આ પછી જે લોકો આવ્યા તેઓ રાજકીય રીતે મુસ્લિમોના નેતા કહેવાતા, પરંતુ ધાર્મિક માન્યતાથી તેમનું મહત્વ ખાસ નહોતું.

સુન્ની ઇસ્લામમાં ઇસ્લામિક કાયદાની ચાર મુખ્ય શાખાઓ છે. આઠમી અને નવમી સદીમાં લગભગ 150 વર્ષના ગાળામાં ચાર મુખ્ય ધાર્મિક નેતાઓનો જન્મ થયો હતો. તેમણે ઈસ્લામિક કાયદાનું વર્ણન કર્યું અને પાછળથી તેમના અનુયાયીઓ તે સંપ્રદાયના સમર્થકો બન્યા. આ ચાર ઇમામ હતા- ઇમામ અબુ હનીફા, ઇમામ શફાઇ, ઇમામ હુંબલ અને ઇમામ મલિક

હનાફી

ઇમામ અબુ હનીફાના અનુયાયીઓને હનાફી કહેવામાં આવે છે. આ ઇસ્લામિક કાયદાને અનુસરનારા મુસ્લિમો પણ બે જૂથમાં વહેંચાયેલા છે. એક દેવબંદી અને બીજું જૂથ બરેલવી તરીકે ઓળખાય છે.

દેવબંદી અને બરેલવી

બંને નામ ઉત્તર પ્રદેશના બે જિલ્લા દેવબંદ અને બરેલીના નામ પરથી રાખવામાં આવ્યા છે.

હકીકતમાં 20મી સદીની શરૂઆતમાં બે ધાર્મિક નેતાઓ મૌલાના અશરફ અલી થાનવી (1863-1943) અને અહેમદ રઝા ખાન બરેલવી (1856-1921) એ ઇસ્લામિક કાયદાનું અલગ-અલગ અર્થઘટન કર્યું હતું. અશરફ અલી થાનવીનો દારુલ-ઉલૂમ દેવબંદ મદરેસા સાથે સંબંધ હતો, જ્યારે આલા હઝરત અહેમદ રઝા ખાન બરેલવીનો બરેલી સાથે સંબંધ હતો.

મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી અને મૌલાના કાસિમ નાનોતવીએ 1866માં દેવબંદ મદ્રેસાનો પાયો નાખ્યો હતો. મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી, મૌલાના કાસિમ નાનોતવી અને મૌલાના અશરફ અલી થાનવીએ દેવબંદી વિચારધારાને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા મોટાભાગના મુસ્લિમો આ બે સંપ્રદાયોના છે. દેવબંદી અને બરેલવી વિચારધારાઓના અનુયાયીઓ દાવો કરે છે કે કુરાન અને હદીસ તેમની શરિયતના મૂળ સ્ત્રોત છે, પરંતુ તેને અનુસરવા માટે ઈમામનું અનુસરણ કરવું જરૂરી છે. તેથી શરિયતના તમામ કાયદા ઇમામ અબુ હનીફાના ફિકહ મુજબ છે.

જ્યારે બરેલવી વિચારધારાના લોકો આલા હઝરત રઝા ખાન બરેલવી દ્વારા સૂચવેલ પદ્ધતિને વધુ સાચી માને છે. બરેલીમાં આલા હઝરત રઝા ખાનની કબર છે જે બરેલવી વિચારધારાના અનુયાયીઓ માટે એક મોટું કેન્દ્ર છે.

માલિકી

ઇમામ અબુ હનીફા પછી સુન્નીઓના બીજા ઇમામ, ઇમામ મલિક છે, જેમના એશિયામાં ઓછા અનુયાયીઓ છે. તેમની એક મહત્વપૂર્ણ પુસ્તક ‘ઇમામ મોતા’ના નામથી પ્રખ્યાત છે. તેમના અનુયાયીઓ તેમના દ્વારા આપવામાં આવેલા નિયમોનું જ પાલન કરે છે. આ સમુદાયો સામાન્ય રીતે મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકામાં જોવા મળે છે.

શફાઈ

શફી ઇમામ મલિકના શિષ્ય છે અને સુન્નીઓના ત્રીજા મુખ્ય ઇમામ છે. મુસ્લિમોનો એક મોટો વર્ગ તેમને અનુસરે છે, જેઓ મોટાભાગે મધ્ય પૂર્વ એશિયા અને આફ્રિકન દેશોમાં રહે છે. શ્રદ્ધાની દ્રષ્ટિએ તે અન્ય લોકોથી બહુ અલગ નથી પરંતુ ઇસ્લામિક પ્રથાઓના આધારે તે હનાફી ફિકહથી અલગ છે. તેમના અનુયાયીઓ પણ માને છે કે ઇમામનું અનુસરણ કરવું મહત્વપૂર્ણ છે.

હંબલી

સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, મધ્ય પૂર્વ અને ઘણા આફ્રિકન દેશોના મુસ્લિમો પણ ઇમામ હુંબલની ફિકહનું પાલન કરે છે અને તેઓ પોતાને હંબલી કહે છે. સાઉદી અરેબિયાની સત્તાવાર શરિયત ઇમામ હુંબલના ધાર્મિક કાયદાઓ પર આધારિત છે. તેમના અનુયાયીઓ કહે છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ હદીસોની નજીક છે.

સલાફી, વહાબી અને અહલે હદીસ

સુન્નીઓમાં એક એવું જૂથ પણ છે જે કોઈ ચોક્કસ ઈમામને અનુસરવામાં માનતા નથી અને કહે છે કે શરિયતને સમજવા અને તેનું યોગ્ય રીતે પાલન કરવા માટે, વ્યક્તિએ કુરાન અને હદીસનો સીધો અભ્યાસ કરવો જોઈએ. આ સમુદાય સલાફી, વહાબી અને અહલે હદીસ તરીકે ઓળખાય છે. આ સંપ્રદાય ચાર ઈમામોના જ્ઞાન, તેમના સંશોધન અભ્યાસ અને તેમના સાહિત્યને મહત્ત્વ આપે છે.

તેમનું કહેવું છે કે, આમાંથી કોઈ એક ઈમામનું અનુસરણ ફરજિયાત નથી. કુરાન અને હદીસ મુજબની તેમની વાતનું પાલન કરવું યોગ્ય છે, પરંતુ કોઈપણ વિવાદાસ્પદ બાબતમાં અંતિમ નિર્ણય કુરાન અને હદીસ દ્વારા જ લેવો જોઈએ. સલાફી જૂથનું કહેવું છે કે તે પયગંબર મોહમ્મદના સમયમાં અસ્તિત્વમાં રહેલા ઇસ્લામનો પ્રચાર કરવા માંગે છે. સાઉદી અરેબિયાના વર્તમાન શાસકો આ વિચારધારામાં માને છે.

અહમદિયા

મુસ્લિમોનો એક સમુદાય જે હનાફી ઇસ્લામિક કાયદાનું પાલન કરે છે, તેઓ પોતાને અહમદિયા કહે છે. આ સમુદાયની સ્થાપના મિર્ઝા ગુલામ અહેમદ દ્વારા ભારતીય પંજાબના કાદિયાનમાં કરવામાં આવી હતી. આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે મિર્ઝા ગુલામ અહેમદ પોતે પયગંબરના અવતાર હતા.

આ મુદ્દે મતભેદો એટલા ગંભીર છે કે મુસ્લિમોનો એક મોટો વર્ગ અહમદીઓને મુસ્લિમ માનતો નથી. જો કે, ભારત, પાકિસ્તાન અને બ્રિટનમાં અહમદીઓની નોંધપાત્ર સંખ્યા છે.પાકિસ્તાનમાં અહમદીઓને સત્તાવાર રીતે ઇસ્લામમાંથી નકારવામાં આવ્યા છે.

સુન્ની વોહરા

ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મુસ્લિમોના વેપારી સમુદાયનો સમૂહ વોહરા તરીકે ઓળખાય છે. વોહરા, શિયા અને સુન્ની બંને છે. સુન્ની વોહરા હનાફી ઇસ્લામિક કાયદાનું પાલન કરે છે જ્યારે સાંસ્કૃતિક રીતે તેઓ દાઉદી વોહરા એટલે કે શિયા સમુદાયની નજીક છે.

શિયા સંપ્રદાય

શિયા મુસ્લિમોની ધાર્મિક માન્યતાઓ અને ઇસ્લામિક કાયદા સુન્નીઓ કરતા તદ્દન અલગ છે. તેઓ પયગંબર મોહમ્મદ પછી ખલીફા નહીં પણ ઈમામમાં માને છે. તેઓ માને છે કે પયગંબર મોહમ્મદના મૃત્યુ પછી, તેમના અનુગામી તેમના જમાઈ હઝરત અલી હતા.

શિયા મુસ્લિમો મોહમ્મદ પછીના પ્રથમ ત્રણ ખલીફાને તેમના નેતા માનતા નથી પરંતુ તેમને ગાસિબ કહે છે. ગાસિબ અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે હડપ કરનાર. તેમનું માનવું છે કે જેમ અલ્લાહે મોહમ્મદ સાહેબને તેમના પયગંબર તરીકે મોકલ્યા હતા, એ જ રીતે તેમના જમાઈ અલીને પણ અલ્લાહે ઈમામ અથવા પયગંબર તરીકે નિયુક્ત કર્યા હતા. પાછળથી શિયાઓ પણ ઘણા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા હતા.

ઈસ્ના અશરી

સુન્નીઓની જેમ શિયાઓમાં પણ ઘણા સંપ્રદાયો છે, પરંતુ સૌથી મોટો સમૂહ ઇસ્ના અશરી છે, એટલે કે બાર ઇમામોમાં વિશ્વાસ ધરાવતો સમૂહ. વિશ્વના લગભગ 75 ટકા શિયાઓ આ જૂથના છે. ઇસ્ના અશરી સમુદાયના કલમા પણ સુન્નીના કલમાથી અલગ છે.

તેમના પ્રથમ ઈમામ હઝરત અલી છે અને છેલ્લા એટલે કે બારમા ઈમામ ઝમાના એટલે કે ઈમામ મહદી છે. તેઓ અલ્લાહ, કુરાન અને હદીસમાં માને છે, પરંતુ તેમના ઈમામો દ્વારા જે હદીસો આવી છે તેને જ સાચી માને છે. આ સંપ્રદાય ઇસ્લામિક ધાર્મિક કાયદા અનુસાર જાફરિયામાં માને છે. ઈરાન, ઈરાક, ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં અશરી શિયા સમુદાયનું વર્ચસ્વ છે.

જૈદિયા

શિયાઓનો બીજો સૌથી મોટો સાંપ્રદાયિક જૂથ જૈદિયા છે, જેઓ બારને બદલે માત્ર પાંચ ઈમામોમાં માને છે. તેના પહેલા ચાર ઈમામ ઈસ્ના અશરી શિયાના છે, પરંતુ પાંચમા અને છેલ્લા ઈમામ ઝૈદ બિન અલી છે, જે હુસૈન (હઝરત અલીના પુત્ર)ના પૌત્ર છે, જેના કારણે તેમને જૈદિયા કહેવામાં આવે છે. તેમના ઇસ્લામિક કાયદા ઝૈદ બિન અલીના પુસ્તક ‘મજમૌલ ફિકહ’માંથી લેવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં યમનમાં રહેતા હુતિઓ જૈદિયા સમુદાયના મુસ્લિમો છે.

ઈસ્માઈલી શિયા

શિયાઓનો આ સમુદાય માત્ર સાત ઈમામોને માને છે અને તેમના છેલ્લા ઈમામ મોહમ્મદ બિન ઈસ્માઈલ છે અને તેથી જ તેઓને ઈસ્માઈલી કહેવામાં આવે છે. બીજા ઈમામને લઈને ઈસ્ના અશરી શિયાઓ સાથે તેમનો વિવાદ હતો. તેથી ઈસ્માઈલીઓ ઈસ્માઈલ બિન જાફરને તેમના સાતમા ઈમામ માનતા હતા. ઈસ્માઈલી શિયાઓમાં પણ કેટલાક જુથો છે, જે નીચે મુજબ છે.

દાઉદી વોહરા

વોહરાઓનું એક જૂથ જેને દાઉદી બોહરા કહેવાય છે, જે ઇસ્માઇલી શિયા ફિકહમાં માને છે. ફરક એટલો છે કે દાઉદી વોહરા 21 ઈમામોને માને છે. તેમના છેલ્લા ઈમામ તૈયબ અબુલ કાસિમ હતા જેમના પછી આધ્યાત્મિક ગુરુઓની પરંપરા છે. વોહરા ભારતના પશ્ચિમી પ્રદેશોમાં, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે, જ્યારે તેઓ પાકિસ્તાન અને યમનમાં પણ છે. તે એક સફળ વેપારી સમુદાય છે, જેનો એક વર્ગ સુન્ની પણ છે.

ખોજા

ખોજા એ ગુજરાતનો એક વેપારી સમુદાય છે જેણે કેટલીક સદીઓ પહેલા ઇસ્લામ સ્વીકાર્યો હતો. આ સમુદાયના લોકો શિયા અને સુન્ની બંને ઇસ્લામમાં માને છે. મોટાભાગના ખોજાઓ ઇસ્માઇલી શિયા ધાર્મિક કાયદાનું પાલન કરે છે, પરંતુ મોટી સંખ્યામાં ખોજા અશરી શિયાઓ પણ છે. આ સમુદાયનો મોટો વર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

નુસૈરી

શિયાઓનો આ સંપ્રદાય સીરિયા અને મધ્ય પૂર્વના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે. તેને અલવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીરિયામાં માનનારા મોટાભાગના લોકો શિયા છે અને દેશના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ આ સમુદાયના છે. આ સમુદાયનો ફિકહ ઈસ્ના અશરીમાં છે, પરંતુ માન્યતાઓમાં તફાવત છે. નુસૈરી પુનર્જન્મમાં પણ માને છે અને કેટલીક ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ પણ તેમના ધર્મનો એક ભાગ છે.

આ સંપ્રદાયો સિવાય પણ ઇસ્લામમાં ઘણા નાના સંપ્રદાયો છે.

આ પણ વાંચો દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ હતો ગુલામ, જાણો ક્યારે અને કેવી રીતે મળી આઝાદી

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">