Indiaનું નામ બદલીને ભારત કરવું હોય તો શું છે પ્રોસેસ, કેટલો આવે ખર્ચ ? જાણો કયા દેશોએ બદલ્યા છે નામ

|

Sep 17, 2024 | 5:55 PM

દેશનું નામ બદલવું એ બોલવા કે સાંભળવામાં નાની વાત લાગે છે, પરંતુ આ કામ સરળ નથી. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર અનેક કાયદાકીય અવરોધો જ નથી, પરંતુ તેમાં મોટી રકમનો ખર્ચ પણ આવે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જો India માંથી ભારત નામ કરવું હોય તો તેની પ્રોસસ શું છે અને તેની પાછળ કેટલો ખર્ચ આવે છે.

Indiaનું નામ બદલીને ભારત કરવું હોય તો શું છે પ્રોસેસ, કેટલો આવે ખર્ચ ? જાણો કયા દેશોએ બદલ્યા છે નામ
India to Bharat

Follow us on

જો તમને ખબર પડે કે તમારા દેશનું નામ બદલાઈ શકે છે, તો આ સાંભળીને તમને કંઈક અજુગતું લાગશે. તમારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થશે. દિલ્હીમાં આયોજિત G-20 કોન્ફરન્સમાં આવનારા મહેમાનોને આમંત્રિત કરતી વખતે રાષ્ટ્રપતિએ ‘પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાને’ ને બદલે ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ નો ઉપયોગ કર્યો, ત્યારે પણ દેશના નામ બદલવાની અટકળોએ જોર પકડ્યું હતું. એવા ઘણા દેશો છે, જેમણે પોતાનું નામ બદલ્યું છે, ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે, જો Indiaનું નામ બદલીને ભારત કરવું હોય તો શું પ્રોસેસ છે અને કેટલો ખર્ચ આવે.

દેશનું નામ બદલવું એ બોલવા કે સાંભળવામાં નાની વાત લાગે છે, પરંતુ આ કામ સરળ નથી. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર અનેક કાયદાકીય અવરોધો જ નથી, પરંતુ તેમાં મોટી રકમનો ખર્ચ પણ આવે છે. આ સાથે જૂનું નામ લોકોના મગજમાં રહે છે, તેથી જ નવા નામ સાથે બોલવામાં અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવાના પ્રારંભિક તબક્કામાં ભારે પડકારોનો સામનો કરવો પડે છે.

આપણા દેશના બે નામ છે. એક છે ભારત અને બીજું છે ઈન્ડિયા. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘ભારત એટલે ઈન્ડિયા’. મતલબ કે દેશના બે નામ છે. આપણે ‘ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા’ પણ કહીએ છીએ અને ‘ભારત સરકાર’ પણ કહીએ છીએ. અંગ્રેજીમાં ‘ઈન્ડિયા’ અને ‘ભારત’ બંને વપરાય છે. ‘ઈન્ડિયા’ હિન્દીમાં પણ લખાય છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

બે નામ કેવી રીતે પડ્યા ?

ભારતનું બંધારણ ઘડતી વખતે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તે સમયે પણ સભ્યોમાં દેશના નામને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. એચવી કામથ અને શેઠ ગોવિંદ દાસ સહિત બંધારણ સભાના ઘણા સભ્યોએ આંબેડકર સમિતિ દ્વારા દેશ માટે બે નામ (ભારત અને ઈન્ડિયા) સૂચવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ સંદર્ભમાં કામથે બંધારણના અનુચ્છેદ 01 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમને ‘ભારત એટલે ઈન્ડિયા’ સામે વાંધો હતો. તેમણે દેશ માટે ‘હિન્દુસ્તાન, ભારતભૂમિ અને ભારતવર્ષ’ જેવા નામો પણ સૂચવ્યા.

દેશના બે નામોને લઈને શ્રીરામ સહાય, બીએમ ગુપ્તા, હર ગોવિંદ પંત અને કમલાપતિ ત્રિપાઠી જેવા સભ્યોએ પણ વિરોધ કર્યો હતો. આ સભ્યો પણ દેશ માટે એક નામની તરફેણમાં હતા. આ વિષય પર કમલાપતિ ત્રિપાઠી અને ડો.બી.આર. આંબેડકર વચ્ચે ચર્ચા પણ થઈ હતી. જો કે, આ બધી ચર્ચામાં કોઈ ખાસ પરિણામ આવ્યું ન હતું અને જ્યારે સુધારા માટે મતદાન થયું ત્યારે આ તમામ દરખાસ્તો નામંજૂર થઈ. અંતે માત્ર કલમ ​​1 અકબંધ રહી અને આમ ‘ઈન્ડિયા એટલે ભારત’ રહ્યું.

કેવી રીતે નામ બદલી શકાય ?

બંધારણની કલમ 1 કહે છે, ‘ઈન્ડિયા એટલે ભારત, જે રાજ્યોનું સંઘ હશે.’ કલમ 1 ‘ઈન્ડિયા’ અને ‘ભારત’ બંનેને માન્યતા આપે છે.
હવે જો કેન્દ્ર સરકાર દેશનું નામ માત્ર ‘ભારત’ રાખવા માંગતી હોય તો, સંસદમાં કલમ 1માં સુધારો કરવા માટે બિલ લાવવું પડશે.

કલમ 368 બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપે છે. કેટલાક સુધારા સાદી બહુમતી એટલે કે 50 ટકા બહુમતીના આધારે કરી શકાય છે. તો કેટલાક સુધારા માટે, 66 ટકા બહુમતી એટલે કે ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે. કલમ 1માં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે.

હાલમાં લોકસભામાં 543 સાંસદો છે. તેથી કલમ 1માં સુધારો કરવા માટેનું બિલ પસાર કરવા માટે 362 સાંસદોના સમર્થનની જરૂર પડશે. એ જ રીતે રાજ્યસભામાં 245 સાંસદો છે, તેથી રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે 164 સભ્યોના સમર્થનની જરૂર પડશે.

લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પાસ થયા પછી તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેને ભારતના ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવશે. ગેજેટમાં જે દિવસે વિધેયક પ્રકાશિત થશે, ત્યારથી તેને અમલી ગણવામાં આવશે.

જો ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું નામ બદલવા માંગે છે, તો તેને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને જાણ કરવી પડશે. તેમને જાણ કર્યા બાદ વૈશ્વિક સ્તરે દેશનું નવું નામ ઉપયોગમાં લેવામાં આવશે. તેને મહત્વપૂર્ણ દસ્તાવેજો, વિઝા, પાસપોર્ટ, કોન્ટ્રાક્ટ અને અન્ય સત્તાવાર કાગળોમાં તે અપડેટ કરવામાં આવશે.

India To Bharat

નામ બદલવાની માંગ ક્યારે ક્યારે ઉઠી ?

લાંબા સમયથી દેશનું નામ બદલીને માત્ર ‘ભારત’ કરવાની અને ‘ઈન્ડિયા’ શબ્દ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. 2010 અને 2012માં કોંગ્રેસના સાંસદ શાંતારામ નાઈકે બે ખાનગી બિલ રજૂ કર્યા હતા. જેમાં તેમણે બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત વર્ષ 2015માં યોગી આદિત્યનાથે એક ખાનગી બિલ રજૂ કર્યું હતું. જેમાં તેમણે બંધારણમાં ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ને ‘ઈન્ડિયા ધેટ ઈઝ હિન્દુસ્તાન’ સાથે બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

દેશનું નામ માત્ર ભારત રાખવાની માંગ સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ છે. માર્ચ 2016માં સુપ્રીમ કોર્ટે દેશનું નામ બદલીને ‘ઈન્ડિયા’ને બદલે માત્ર ‘ભારત’ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તે સમયે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરે કહ્યું હતું કે, જેને ભારત કહેવું હોય તે ભારત કહી શકે છે અને જેને ઈન્ડિયા કરવું હોય તે ઈન્ડિયા કહી શકે છે.

ચાર વર્ષ બાદ 2020માં ફરી સુપ્રીમ કોર્ટમાં આવી જ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી ફગાવી દીધી હતી અને મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યું હતું કે, ‘બંધારણમાં ભારત અને ઈન્ડિયા બંને નામ આપવામાં આવ્યા છે. દેશને બંધારણમાં પહેલેથી જ ભારત કહેવામાં આવ્યું છે.

દેશનું નામ બદલવામાં કેટલો આવે ખર્ચ ?

દેશનું નામ બદલવામાં કેટલો ખર્ચ થશે એની કોઈ ચોક્કસ ફોર્મુલા તો નથી. કેમકે દેશનું નામ બદલવાની પ્રોસેસ અઘરી છે. કેટલો ખર્ચ આવશે તે દેશના કદ અને તેના દસ્તાવેજો પર નિર્ભર કરે છે. દક્ષિણ આફ્રિકાના પ્રોપર્ટી લોયર ડેરેન ઓલિવિયર લાંબા સમયથી આના પર કામ કરી રહ્યા છે. તેઓ આફ્રિકન દેશોમાં નામ બદલવાના અભ્યાસના આધારે અંદાજ લગાવે છે કે કેટલો ખર્ચ આવી શકે છે.

દેશનું નામ બદલવા માટે કેટલો ખર્ચ થશે તે તે દેશની કરપાત્ર અને બિન-કરપાત્ર આવક પર આધારિત છે. નામ બદલવું એ બહુ મોટા કોર્પોરેટ જૂથને રિબ્રાન્ડ કરવા જેવું છે. ધારો કે, જો કોઈ મીડિયા હાઉસ પોતાનું નામ બદલવા માંગે છે, તો તે કાગળ અને બેંકમાં તો સરળતાથી બદલી શકશે, પરંતુ લોગો બદલવામાં અને લોકોના મનમાં તેની છબીને રિબ્રાન્ડ કરવામાં પણ મોટો ખર્ચ કરવો પડશે.

ઓલિવિયર મોડલ અનુસાર ભારતનું નામ બદલવા પર લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. કેન્દ્ર દેશવાસીઓની ખાદ્ય સુરક્ષા પર જેટલો ખર્ચ કરે છે તેટલો ખર્ચ રિબ્રાન્ડિંગ પર થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતની આવક 23.84 લાખ કરોડ રૂપિયા હતી. આમાં કરપાત્ર અને બિન-કરપાત્ર આવક બંનેનો સમાવેશ થાય છે. જો આ ડેટાને ઓલિવિયર મોડલમાં ફીટ કરવામાં આવે તો ભારતનું નામ બદલવાની પ્રક્રિયામાં અંદાજે 14,304 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

જો આઝાદી પછીની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં 21 રાજ્યો અને 200થી વધુ સ્થળોના નામ બદલ્યા છે. જો આપણે માત્ર રાજ્યની વાત કરીએ તો તેના રિબ્રાન્ડિંગમાં રૂ. 1,000 કરોડથી રૂ.3,000 કરોડ સુધીનો ખર્ચ થઈ શકે છે. તે રાજ્ય કેટલું મોટું છે અને ક્યાં ફેરફારો કરવા પડશે તેના પર નિર્ભર છે.

Country Name Change

કયા દેશોએ પોતાના નામ બદલ્યા છે ?

દુનિયાના કુલ 10 દેશોએ અત્યાર સુધી પોતાના નામ બદલ્યા છે. તેની સાથે રાજકીય, ભૌગોલિક અને અન્ય રાજદ્વારી કારણો જોડાયેલા છે. આ દેશોની યાદીમાં ઘણા મોટા દેશો પણ સામેલ છે.

થાઈલેન્ડ

આજે આપણે થાઈલેન્ડને આ નામથી જાણીએ છીએ, પરંતુ પહેલા તેનું નામ થાઈલેન્ડ નહીં પરંતુ સિયામ હતું. આ દેશે વર્ષ 1939માં તેનું નામ બદલી નાખ્યું. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ તેના પર્યટન સ્થળો માટે જાણીતું છે.

કંબોડિયા

તમે કંબોડિયા વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે જે એશિયન દેશોમાં સામેલ છે. આ દેશે વર્ષ 1993માં તેનું નામ પણ બદલી નાખ્યું હતું. અગાઉ તે ડેમોક્રેટિક ઓફ કેમ્પુચેઆ તરીકે ઓળખાતું હતું.

મ્યાનમાર

ભારતના પડોશી દેશ મ્યાનમારનું જૂનું નામ બર્મા હતું. વર્ષ 1989માં આ દેશે તેનું નામ બદલીને નવું નામ મ્યાનમાર રાખ્યું છે.

નેધરલેન્ડ

તમે નેધરલેન્ડ દેશ વિશે પણ સાંભળ્યું કે વાંચ્યું હશે કે અગાઉ આ દેશને હોલેન્ડ તરીકે ઓળખવામાં આવતો હતો. તે પછીથી 2020માં તેનું નામ બદલીને નેધરલેન્ડ બન્યું.

આયર્લેન્ડ

આયર્લેન્ડ એક યુરોપિયન દેશ છે, જેને આપણે પહેલા આઇરિશ ફ્રી સ્ટેટ તરીકે ઓળખતા હતા, પરંતુ વર્ષ 1937માં આ દેશે તેનું નામ બદલી નાખ્યું અને તે આયર્લેન્ડ બની ગયું.

શ્રીલંકા

ભારતનો પડોશી દેશ એટલે કે શ્રીલંકા, જે રાજદ્વારી મહત્વ પણ ધરાવે છે. આ દેશ પહેલા સિલોન તરીકે ઓળખાતો હતો, પરંતુ વર્ષ 2011માં આ દેશે તેનું નામ બદલીને શ્રીલંકા કર્યું છે.

ઉત્તર મેસેડોનિયા

વિશ્વનો આ દેશ પહેલા મેસેડોનિયા રિપબ્લિક તરીકે ઓળખાતો હતો, પરંતુ 2019માં આ દેશે તેનું નામ બદલી નાખ્યું અને તે ઉત્તર મેસેડોનિયા તરીકે ઓળખાવા લાગ્યું.

ઈસ્વાતિની

વિશ્વનો ઇસ્વાટિની દેશ પહેલા સ્વાઝીલેન્ડ તરીકે ઓળખાતો હતો, પરંતુ વર્ષ 2018માં આ દેશે તેનું નામ બદલી નાખ્યું, હવે તે ઈસ્વાતિની નામે ઓળખાય છે.

ઝિમ્બાબ્વે

હાલમાં આ દેશ વિશે લગભગ દરેક જણ જાણે છે, પરંતુ પહેલા તે રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ દેશે વર્ષ 1980માં તેનું નામ બદલી નાખ્યું.

ચેકિયા

ચેકિયા અગાઉ ચેક રિપબ્લિક તરીકે ઓળખાતું હતું, પરંતુ 1993માં દેશનું નામ બદલાઈ ગયું. તે યુરોપિયન દેશ છે અને હવે તે ચેકિયા તરીકે ઓળખાય છે.

Next Article