AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ટ્રેનની ટિકિટમાં સીટ નંબરની આગળ PQ લખેલું હોય તો તેનો અર્થ શું થાય? જાણો

PQ એટલે પૂલ્ડ ક્વોટા. જે અંતર્ગત 8 ટકા સીટ રિઝર્વ રાખવામાં આવી છે. ચાલો સમજીએ કે ટિકીટ પર PQ લખેલું હોવાનો અર્થ શું છે.

જો ટ્રેનની ટિકિટમાં સીટ નંબરની આગળ PQ લખેલું હોય તો તેનો અર્થ શું થાય? જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 9:54 AM
Share

ટ્રેનમાં મુસાફરી કરવા માટે સમયસર ટિકિટ બુક કરાવવી ખૂબ જ જરૂરી છે. નહિંતર, પછી તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં આવે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કન્ફર્મ સીટ પણ ઉપલબ્ધ હોતી નથી અને કેટલીકવાર ટિકિટ અલગ-અલગ કેટેગરીના વેઇટિંગ લિસ્ટમાં પહોંચી જાય છે. PQ આમાંથી એક છે. ચાલો તેનો અર્થ સમજીએ.

ટ્રેનની કેટલીક સીટો રિઝર્વ હોય છે

જો સામાન્ય એક્સપ્રેસ ટ્રેનમાં જો 12 કોચ હોય અને દરેક કોચમાં 72 સીટ હોય તો આ રીતે 12 કોચમાં કુલ 864 સીટો હશે. રેલવે આ 864 બેઠકોને મુખ્ય ક્વોટામાં અલગ કરીને રાખે છે. જેમાંથી PQ પણ એક છે.

આ પણ વાંચો : Current Affairs 26 May 2023 : આંતરરાષ્ટ્રીય લોંગ જમ્પ સ્પર્ધામાં ‘ગોલ્ડ મેડલ’ કોણે જીત્યો, ઓસ્ટ્રેલિયાના ક્યાં પાર્કનું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કર્યું, આવા જ કરન્ટ અફેર્સ વિશે મેળવો માહિતિ

પૂલ્ડ ક્વોટા એવા મુસાફરોને ફાળવવામાં આવે છે જેઓ મૂળ સ્ટેશનથી ટર્મિનેટિંગ સ્ટેશન સુધી અથવા કોઈપણ મધ્યવર્તી સ્ટેશનથી ટર્મિનેટિંગ સ્ટેશન સુધી અથવા કોઈપણ બે મધ્યવર્તી સ્ટેશનો વચ્ચે મુસાફરી કરે છે. જ્યારે આ ક્વોટા ભરાઈ જાય છે, ત્યારે પૂલ્ડ ક્વોટા વેઈટિંગ લિસ્ટ (PQWL) સામે ટિકિટ આપવામાં આવે છે.

PQWL શું છે?

PQWL એટલે પૂલ્ડ ક્વોટા વેઇટિંગ લિસ્ટ ટિકિટ. PQWL ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે કારણ કે તે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે પ્રાથમિકતા લિસ્ટમાં GNWL પછી આવે છે. પ્રથમ GNWL ટિકિટ કન્ફર્મ થાય છે, ત્યારબાદ PQWL નો નંબર આવે છે. જો કે, તમે IRCTC વેબસાઇટ પર તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તપાસી શકો છો.

બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે

ભારતીય રેલ્વેમાં ટિકિટનું એડવાન્સ બુકિંગ મુસાફરીની તારીખના 120 દિવસ પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે તમારી ટિકિટ સમયસર બુક કરો, જેથી તમને કન્ફર્મ ટિકિટ મળી શકે અને તમે સરળતાથી મુસાફરી કરી શકો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">