AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે) વચ્ચે શું છે તફાવત ? જાણો સરળ ભાષામાં તેનો અર્થ

AD અને BC એટલે કે ઈ.સ. અને ઈ.સ. પૂર્વે શબ્દો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ અથવા તો ઈતિહાસની ઘટનાઓ વાંચતી વખતે નજરમાં આવતા હોય છે, પરંતુ ઘણા લોકો હશે, જે તેનો અર્થ જાણતા નહીં હોય, ત્યારે આજે અમે તમને આ લેખમાં AD એટલે કે (ઈ.સ.) અને BC એટલે કે ઈસા પૂર્વે વચ્ચે શું તફાવત છે અને તેનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે) વચ્ચે શું છે તફાવત ? જાણો સરળ ભાષામાં તેનો અર્થ
AD & BC
Follow Us:
| Updated on: Sep 28, 2024 | 7:33 PM

ઐતિહાસિક ઘટનાઓ વિશેની માહિતી વાંચતી વખતે આપણે ઘણીવાર AD અને BC જેવા શબ્દો વાંચીએ છીએ, જે આપણને ઇતિહાસમાં ક્યારે અને કઈ ઘટનાઓ બની તે સમજવામાં મદદ કરે છે. આજે અમે તમને આ લેખમાં AD એટલે કે ઈસવીસન (ઈ.સ.) અને BC એટલે કે ઈસા પૂર્વે વચ્ચે શું તફાવત છે અને તેનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

ADનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય, જ્યારે BCનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય થાય છે. ADનું ફુલ ફોર્મ Anno Domini થાય છે, જ્યારે BC નું ફુલ ફોર્મ Before Christ થાય છે.

હાલમાં વર્ષની ગણતરી ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની તારીખથી થાય છે. જો કોઈ ઘટના વર્ષ 2024માં બને છે, તો તેનો અર્થ એ છે કે ઘટના ઈસુ ખ્રિસ્તના જન્મના 2024 વર્ષ પછી બની છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની તમામ તારીખો ઈ.સ. પૂર્વે એટલે કે અંગ્રેજીમાં Before Christ અથવા BC અથવા BCE લખવામાં આવે છે.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

AD (ઈ.સ.)નો અર્થ શું થાય છે ?

કેટલીકવાર તારીખો પહેલા AD લખવામાં આવે છે. ADમાં Anno Domini જે બે લેટિન શબ્દોથી બનેલું છે. જ્યાં AD લખાયેલ છે તેનો અર્થ થાય છે ઈસુના જન્મના વર્ષથી. તેનો ઉપયોગ જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં આંકડાકીય રીતે વર્ષ દર્શાવવા માટે થાય છે. એ.ડી. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેલેન્ડર યુગનો ઉલ્લેખ કરે છે. જે વર્ષ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો તે વર્ષ પરંપરાગત રીતે 1 AD તરીકે સ્વીકારવામાં આવે છે અને તેના પહેલાનું વર્ષ 1 BC તરીકે સ્વીકારવામાં આવે છે. આ કેલેન્ડર સિસ્ટમ 525 ADમાં બનાવવામાં આવી હતી, પરંતુ 800 AD સુધી તેનો વ્યાપકપણે ઉપયોગ થયો ન હતો.

BC (ઈ.સ. પૂર્વે)નો અર્થ શું થાય છે ?

BC નો ઉપયોગ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો દર્શાવવા માટે થાય છે. તે ખ્રિસ્તી કેલેન્ડર પર પણ આધારિત છે, જેમાં 1 BC એ 1 AD પહેલાનું વર્ષ છે. BC નો ઉપયોગ 16મી સદીથી થાય છે. BCનો ઉપયોગ મુખ્યત્વે યુરોપિયન અને ક્રિસ્ટિયન કેલેન્ડરમાં થાય છે. BCમાં વર્ષોની ગણતરી ઉતરતા ક્રમમાં થાય છે, જેનો અર્થ છે કે BC 400 એ BC 500 પહેલાનું વર્ષ છે. BC 500 એટલે ઇસુ ખ્રિસ્તના જન્મના 500 વર્ષ પહેલાનો સમય.

AD અને BC બીજા કયા નામે ઓળખાય છે ?

AD ને CE તરીકે પણ ઓળખવામાં આવે છે, CE નો મતલબ Common Era થાય છે અને BC ને બદલે BCE તરીકે ઓળખવામાં આવે છે. BCE નો મતલબ Before Common Era થાય છે. આ શબ્દોનો ઉપયોગ એટલા માટે થાય છે, કારણ કે આ કેલેન્ડરનો ઉપયોગ હવે વિશ્વના મોટાભાગના દેશોમાં સામાન્ય બની ગયો છે. ભારતમાં તારીખોના આ સ્વરૂપનો ઉપયોગ લગભગ 200 વર્ષ પહેલા શરૂ થયો હતો.

AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે) વચ્ચે શું તફાવત છે ?

ADનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય થાય છે, જ્યારે BCનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય થાય છે. AD નું ફુલ ફોર્મ Anno Domini થાય છે, જ્યારે BC નું ફુલ ફોર્મ Before Christ થાય છે. લેખન શૈલીમાં, કોઈપણ તારીખ AD 2024 તરીકે લખવામાં આવે છે, જ્યારે BC લખવા માટે 506 BC લખવામાં આવે છે, એટલે કે તારીખ પછી BC લખવામાં આવે છે.

AD અથવા CEમાં વર્ષો કાલક્રમિક ક્રમમાં ગણવામાં આવે છે, એટલે કે, 400 AD પછી 401 AD આવે છે, જ્યારે BC અથવા BCEમાં તેનાથી વિપરીત લખવામાં આવે છે, જેમકે 301 BC પછી 300 BC આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો, એલેક્ઝાન્ડરનો જન્મ 356 બીસીમાં થયો હતો એટલે તેને 356 BC લખાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 356 વર્ષ પહેલા, જ્યારે તેમનું મૃત્યુ 323 બીસીમાં થયું હતું એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 323 વર્ષ પહેલાં થાય છે.

AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે)નો ઈતિહાસ

AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે)નો આઈડિયા છઠ્ઠી સદીમાં ડાયોનિસિયસ એક્સિગુસ (Dionysius Exiguus) નામના બાઈઝેન્ટાઈનને આવ્યો હતો. તેઓએ ઇસુ ખ્રિસ્તના જન્મના વર્ષને આધાર બનાવીને એક નવી કેલેન્ડર સિસ્ટમ વિકસાવવાની કોશિશ કરી. ડાયોનિસિયસે જુલિયન કેલેન્ડરમાં સુધારો કરવા માટે આની શરૂઆત કરી, જેથી ઇસ્ટરનો સાચો સમય નક્કી કરી શકાય. તેમણે Anno Domini સિસ્ટમનો ઉપયોગ કરીને ખ્રિસ્તી ધર્મને મુખ્ય ધર્મ માનીને વર્ષની ગણતરી શરૂ કરી.

BCનો ઉપયોગ આ સિસ્ટમમાં પાછળથી શરૂ થયો, જે ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષોને દર્શાવવા માટે અપનાવવામાં આવ્યો. BC (ઈ.સ. પૂર્વે)નો આઈડિયા ADને અનુસરીને 17મી સદીમાં આવ્યો. આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ ઇસુ ખ્રિસ્તના જન્મને આધાર માનીને વર્ષોની ગણતરી કરવાનો હતો, જે સમયે ખ્રિસ્તી ધર્મનું પ્રભુત્વ ખૂબ હતું. ઈ.સ. અને ઈ.સ. પૂર્વેને ભારતની કેલેન્ડર સિસ્ટમમાં 20મી સદીના અંતિમ દાયકાઓમાં સુવિધાના રૂપમાં અપનાવવામાં આવ્યા.

પશ્ચિમી સંસ્કૃતિમાં આ પ્રણાલી વ્યાપકપણે લોકપ્રિય બની હતી અને બાદમાં સમગ્ર વિશ્વમાં પ્રબળ સમય પ્રણાલી તરીકે ઉપયોગમાં લેવામાં આવી. ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને રેકોર્ડ કરવા માટે આ સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, રોમન સામ્રાજ્યનું પતન ઈ.સ.પૂર્વેમાં થયું હતું, જ્યારે મધ્ય યુગની ઘટનાઓ ખ્રિસ્ત પછીના સમયગાળા હેઠળ એટલે કે ઈ.સ.માં આવે છે. આ સિસ્ટમનો ઉપયોગ ઈતિહાસકારો, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા તમામ પ્રકારની ઐતિહાસિક ઘટનાઓને યોગ્ય સમયમાં ગોઠવવા માટે કરવામાં આવે છે.

AD અને BC સિસ્ટમનો પ્રભાવ ફક્ત ખ્રિસ્તી ધર્મ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તે વૈશ્વિક સ્તરે સમયને સમજવા અને વ્યક્ત કરવા માટેનું ધોરણ બની ગયું હતું. પશ્ચિમી સંસ્કૃતિમાં આ પ્રણાલી ખાસ કરીને પ્રચલિત બની હતી. સમય જતાં, ઇતિહાસકારો અને વિદ્વાનોએ આ પ્રણાલીઓને અપનાવી અને તેનો ઉપયોગ ઐતિહાસિક દસ્તાવેજો, શૈક્ષણિક કાર્યો અને ધાર્મિક સંદર્ભોમાં કર્યો. આજે પણ AD અને BC નો ઉપયોગ શૈક્ષણિક, ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભોમાં થાય છે. આ સિસ્ટમ માત્ર ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કરવામાં મદદરૂપ નથી, પરંતુ તે આપણા વૈશ્વિક સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ પણ છે.

દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">