AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunroof Use In Cars: કારમાં સનરૂફનો સાચો ઉપયોગ બહુ ઓછા લોકો જ જાણે છે ! તેમાંથી ડોકિયું કરશો તો કપાશે ચલણ

Sunroof Use In Cars : સનરૂફ આજકાલ કારમાં ખૂબ જ લોકપ્રિય ફીચર બની ગયું છે. આ કારના વેચાણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગ્રાહકો માટે સનરૂફ કારની પસંદગીમાં એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે કામ કરે છે.

Sunroof Use In Cars: કારમાં સનરૂફનો સાચો ઉપયોગ બહુ ઓછા લોકો જ જાણે છે ! તેમાંથી ડોકિયું કરશો તો કપાશે ચલણ
Sunroof Use In Cars
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 2:02 PM
Share

આજના વિશ્વમાં કારની માલિકી હવે લક્ઝરી નથી રહી, તે એક જરૂરિયાત બની ગઈ છે. લોકોની જરૂરિયાતોને જોતા કારનો લુક પણ બદલાઈ રહ્યો છે. પહેલા કાર પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી હતી જેના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થતું હતું. પરંતુ પાછળથી કાર હાઈબ્રિડ આવવાનું શરૂ થયું અને હવે કંપનીઓ ઈલેક્ટ્રિક મોબિલિટી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર લાવી રહી છે. જેમ-જેમ ટેક્નોલોજી બદલાઈ રહી છે, તેમ કારનો દેખાવ પણ બદલાઈ રહ્યો છે. કારને વધુ સ્ટાઇલિશ અને આકર્ષક બનાવવા માટે કાર નિર્માતા કંપનીઓએ સનરૂફ જેવા ફીચર્સ રજૂ કર્યા છે. જો કે સનરૂફ ફીચર પાછળ એક વિજ્ઞાન છે અને તે માત્ર સ્ટાઈલ માટે રજૂ કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : Car Care Tips in Summer: ગરમીમાં સળગી શકે છે કાર, તમારી કારને ‘ધ બર્નિંગ કાર’ બનતા બચાવવા કરો આ ઉપાય

સનરૂફ ખોલીને બહાર ડોકિયું કરવું અસુરક્ષિત છે

જો કે, ઘણા લોકોને સનરૂફના ઉપયોગ વિશે યોગ્ય જાણકારી હોતી નથી અને તેઓ તેનો ખોટો ઉપયોગ કરે છે. ઘણા લોકો પોતાની કારનું સનરૂફ ખોલીને બહાર ડોકિયું કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. આ પ્રકારનો ઉપયોગ અસુરક્ષિત હોઈ શકે છે. બાળકો પણ આ પ્રકારની મસ્તી કરતા જોવા મળે છે, જે અત્યંત જોખમી હોઈ શકે છે. ચાલો તમને તેના સાચા ઉપયોગ વિશે જણાવીએ.

કારમાં સનરૂફનો સાચો ઉપયોગ?

વધુ કુદરતી પ્રકાશ માટે તમે સનરૂફનો ઉપયોગ કરી શકો છો. આ કારની અંદર વધુ કુદરતી પ્રકાશ લાવવામાં મદદ કરી શકે છે. જો તમારી કારમાં સનરૂફ છે, તો તમે તેની સાથે કારની અંદર વધુ કુદરતી પ્રકાશ મેળવી શકો છો, જ્યારે ફક્ત બારીના કાચ અંદર આટલો પ્રકાશ આવવા દેતા નથી.

સનરૂફની મદદથી કારને ઝડપથી કૂલ કરી શકાય છે. જો તમારી કાર તડકામાં ઉભી હોય, તો થોડીવાર માટે સનરૂફ ખોલવાથી ઝડપથી કારની ગરમી બહાર નીકળી જાય છે કારણ કે તે કારની બરાબર ઉપર છે અને જ્યારે એસી ચાલુ કરવામાં આવે છે, ત્યારે ગરમ હવા ઉપરની તરફ જાય છે, તેથી તે કારમાંથી બહાર નીકળી જાય છે.

કારમાં સનરૂફ રાખવાથી તમને મોકળાશનો અનુભવ થાય છે. આનાથી કારની કેબિન વધુ જગ્યા ધરાવતી લાગે છે. કારણ કે કેબિનમાં વધુ પ્રકાશ પ્રવેશે છે અને તમે સનરૂફ ગ્લાસ દ્વારા આકાશ પણ જોઈ શકો છો.

આ ભૂલ ક્યારેય ન કરો

ઘણી વાર તમે બાળકો કે વડીલોને પણ ચાલતી કારના સનરૂફમાંથી બહાર નીકળતા અને મસ્તી કરતા જોયા હશે. આવું ન કરવું જોઈએ કારણ કે આમ કરવું જોખમી છે. બાળકો ગમે તેટલી જીદ કરે પણ તેમને સનરૂફની બહાર જવા ન દો. જો તમારે ઇમરજન્સી બ્રેક લગાવવાની હોય, તો સનરૂફમાંથી બહાર નીકળેલા બાળકને (અથવા વ્યક્તિ) ઈજા થઈ શકે છે, તેઓ કારમાંથી બહાર નીકળીને આગળની તરફ પડી શકે છે. આ જીવલેણ બની શકે છે. વૃક્ષની ડાળી આડી આવી જાય તો જીવને નુકસાન થઈ શકે છે.

વેન્ટિલેશન

સનરૂફની મદદથી તે કારની કેબિનને ઝડપથી ઠંડુ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ઉનાળામાં કારની કેબીનને ઠંડુ કરવા માટે કરી શકાય છે. જ્યારે કાર તડકામાં પાર્ક કરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ગરમ થાય છે. પરંતુ, જો તમે થોડાં સમય માટે સનરૂફ ખોલો છો, તો કેબિનમાંથી ગરમ હવા ઝડપથી બહાર નીકળી જાય છે.

ઈમરજન્સી એક્ઝિટ

કારની અંદર કુદરતી એર કંડિશન જેવું વાતાવરણ આપવા માટે સનરૂફનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘણી વખત ઈમરજન્સીમાં કારમાંથી બહાર નીકળવા માટે પણ સનરૂફનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કારણોસર આપવામાં આવે છે Sunroof

  • કુદરતી પ્રકાશની અછત પુરતી કરે છે
  • કારનું તાપમાન ઓછું રાખવામાં મદદ કરે
  • કેબિનનું તાપમાન ખૂબ ઓછું રહે છે
  • કારમાં ઓક્સિજનની કમી પૂર્ણ કરે છે
  • સનરૂફ ગૂંગળામણ ઘટાડે છે
  • ઓક્સિજનનો પૂરતો પુરવઠો જાળવી રાખે છે

જ્યારે વ્યક્તિ કારના સનરુફમાંથી ડોકિયું કરે છે તો તે પાછળ દોડતા વાહનો માટે ખૂબ જોખમી બની શકે છે. જ્યારે માથું સનરૂફની બહાર હોય છે, ત્યારે પાછળ ચાલતા ચાલકને સામેનો રસ્તો બરાબર દેખાતો નથી અને તેનું ધ્યાન પણ ગુમાવી શકે છે. જો તમે તમારી જાતને તડકાથી બચાવવા માટે ટોપી પહેરો છો, તો તે પાછળથી મુસાફરી કરી રહેલા મોટરસાયકલ સવારના ચહેરા પર ફેકાય છે અને અકસ્માતનું કારણ બની શકે છે. આ રીતે સનરૂફની મજા તમારા માટે સજામાં ફેરવાઈ શકે છે.

ચલણ પણ કપાઈ શકે છે

રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ આવું કરનારાઓ પર દંડ પણ વસૂલી રહી છે. પોલીસ મોટર વાહન અધિનિયમની કલમ 184(f) હેઠળ ઉલ્લંઘન કરનારાઓ પર 1,000 રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. નોંધપાત્ર રીતે આ કલમ હેઠળ જો કોઈ કાર ખોટી રીતે રસ્તા પર ચલાવે છે, જે લોકો માટે જોખમી છે, તો પ્રથમ વખત તેને છ મહિના સુધીની જેલ અથવા એક હજાર સુધીના દંડની સજા થઈ શકે છે. બીજી વખત કે પછી આવું કરવાથી તેને બે વર્ષ સુધીની કેદ અથવા બે હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">