AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક લોકરમાંથી દાગીના કે દસ્તાવેજો ખોવાઈ જાય તો શું ગ્રાહકને વળતર મળે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

બેંક લોકરમાં દાગીના કે દસ્તાવેજો જેવી કિંમતી વસ્તુઓ સલામત હોય એવી ધારણા લોકો રાખે છે. હવે જો એ ખોવાઈ જાય, તો શું ગ્રાહકને વળતર મળે? ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા અને નિયમો...

બેંક લોકરમાંથી દાગીના કે દસ્તાવેજો ખોવાઈ જાય તો શું ગ્રાહકને વળતર મળે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
| Updated on: Jul 13, 2025 | 7:55 PM
Share

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે, બેંક લોકરમાં રાખેલ આપણો સામાન સંપૂર્ણપણે સલામત છે. હવે જો બેંક લોકરમાંથી કંઈક ખોવાઈ જાય, ચોરાઈ જાય કે નુકસાન થાય, તો શું બેંક તેની ભરપાઈ કરશે?

જો બેંક લોકરમાંથી કંઈક ખોવાઈ જાય, ચોરાઈ જાય કે નુકસાન થાય તો બેંક તેની ભરપાઈ કરતું નથી. વાસ્તવમાં, જો તમારું સોનું, ઘરેણાં અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજો બેંક લોકરમાં રાખવામાં આવ્યા છે, તો આ વસ્તુઓની સંપૂર્ણ જવાબદારી બેંકની હોતી નથી. જો બેંકમાં આગ કે પૂર જેવી કોઈ અનિચ્છનીય ઘટના બને અને લોકરમાં રાખેલ તમારા સામાનને નુકસાન થાય, તો બેંક તમને વળતર તરીકે થોડી રકમ આપે છે.

RBI ના નિયમ મુજબ કેટલું વળતર મળશે?

RBI ના નિયમો અનુસાર, બેંક તમને લોકર ભાડાના માત્ર 100 ગણા સુધીનું વળતર આપશે. સરળ રીતે કહીએ તો, જો તમારું વાર્ષિક લોકર ભાડું 2,000 રૂપિયા છે, તો તમને મહત્તમ 2 લાખ રૂપિયાનું વળતર મળશે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં લોકરમાં રાખેલી વસ્તુઓની કિંમત આના કરતા ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં, લોકર વીમો લેવો જરૂરી બની જાય છે.

લોકર વીમો તમારી મૂડીને તમામ પ્રકારના નુકસાનથી સુરક્ષિત રાખે છે. બીજું કે, તે તમને માનસિક શાંતિ પણ આપે છે કે તમારા મહેનતથી કમાયેલા પૈસા કોઈપણ અકસ્માતમાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

હવે સવાલ એ કે, બેંક લોકરમાં રાખેલી કિંમતી વસ્તુઓનો વીમો કેમ લેવો જરૂરી છે?

આનું કારણ એ છે કે, બેંકને લોકરમાં રાખેલી વસ્તુઓની ખબર હોતી નથી. લોકરને સંપૂર્ણપણે ગ્રાહકની વ્યક્તિગત મિલકત માનવામાં આવે છે અને બેંક લોકરમાં શું રાખવામાં આવ્યું છે તે જોવા માટે લોકરને ખોલતી નથી, એટલા માટે બેંક ન તો માલની કિંમતનું મૂલ્યાંકન કરી શકે છે અને ન તો તેની જવાબદારી લઈ શકે છે.

RBI માર્ગદર્શિકા મુજબ, જો બેંકના કર્મચારીની બેદરકારી, ડિફોલ્ટ અથવા છેતરપિંડીને કારણે નુકસાન થાય છે, તો બેંક લોકરના વાર્ષિક ભાડાના મહત્તમ 100 ગણા સુધી વળતર ચૂકવવા માટે જવાબદાર છે.

બેંક લોકરમાં કઈ વસ્તુઓ રાખી શકાય છે અને કઈ વસ્તુઓ માટે વીમો લઈ શકાય છે?

ઘરેણાં, લોનથી જોડાયેલા દસ્તાવેજ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ, જન્મ પ્રમાણપત્ર, વિવાહ પ્રમાણપત્ર, વીમા પૉલિસી, સેવિંગ બોન્ડ્સ અને બીજા ગોપનીય દસ્તાવેજ બેંક લોકરમાં વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.

બેંક લોકરમાં રાખેલી કઈ વસ્તુઓ વીમા હેઠળ આવરી લેવામાં આવી શકે છે? આ માટેના નિયમો શું છે?

  • બેંક લોકરમાં રાખેલી બધી વસ્તુઓ વીમા કવરમાં સમાવી શકાય છે, જેને ‘બેંક’ લોકરમાં રાખવાની મંજૂરી આપે છે. જો કે, આ વીમા કવર વીમા કંપનીઓ પર પણ આધાર રાખે છે.
  • બેંક લોકરમાં રાખેલી વસ્તુઓનો વીમો બેંક પોતે લેતી નથી, તેથી ગ્રાહકે તેનો અલગથી વીમો લેવો પડે છે.
  • આ વીમા પૉલિસી લોકરમાં રાખેલા ઘરેણાં, દસ્તાવેજો અને અન્ય કિંમતી વસ્તુઓને ચોરી, આગ અથવા કુદરતી આફત જેવી ઘટનાઓથી થતા નુકસાનથી બચાવવા માટે હોય છે.
  • ઘણી વીમા કંપનીઓ બેંક લોકર વીમો આપે છે. આ પૉલિસી બેંકો માટે વ્યક્તિગત (છૂટક) અને જૂથ પોલિસી બંને તરીકે ઉપલબ્ધ છે.
  • ગ્રાહકો આ પોલિસી 3 લાખ રૂપિયાથી 40 લાખ રૂપિયા કે તેથી વધુ રકમની વીમા રકમના વિકલ્પ સાથે ખરીદી શકે છે.
  • જો લોકરમાં રાખવામાં આવતા સામાનની કિંમત ₹10 લાખથી વધુ હોય અથવા વીમાની રકમ ₹40 લાખથી વધારે હોય, તો આવી સ્થિતિમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વેલ્યુઅરનો વેલ્યૂએશન રિપોર્ટ અનિવાર્ય બની જાય છે.

જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">