ગજબ હો ! 400 કિલોનું તાળું, 4 ફૂટની ચાવી, જાણો કોણે બનાવ્યું રામ મંદિરનું તાળું
રામ મંદિરનો 400 કિલોનું તાળું બનાવનાર સત્યપ્રકાશ આ તાળાને બનાવવા માટે પોતાની તમામ બચત લગાવી દીધી છે. તેઓ આ તાળાને વર્ષના અંત સુધીમાં રામ મંદિર મેનેજમેન્ટને સોંપી શકે છે.
અલીગઢના એક કારીગરે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે 400 કિલોનું તાળું બનાવ્યું છે. આ તાળું બનાવનાર કારીગરનું નામ સત્ય પ્રકાશ શર્મા છે. આ તાળાને વિશ્વનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું કહેવાય છે. શર્મા આ વર્ષના અંત સુધીમાં રામ મંદિર પ્રબંધનને આ લોક ગિફ્ટ કરવાની વાત કરી રહ્યા છે.
આ તાળા અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું કે 400 કિલોના તાળાનો ક્યાં ઉપયોગ કરી શકાય તે જોવાનું રહેશે. શર્માના વડવાઓ એક સદી કરતા પણ વધુ સમયથી હાથથી તાળાઓ બનાવતા આવ્યા છે. તે પોતે 45 વર્ષથી વધુ સમયથી તાળા મારવાનું અને પોલિશ કરવાનું કામ કરી રહ્યો છે. કારીગર શર્માએ કહ્યું કે તેમણે રામ મંદિરને ધ્યાનમાં રાખીને આ તાળું બનાવ્યું છે જે ચાર ફૂટની ચાવીથી ખુલે છે.
આ લોકની વાત કરીએ તો તે 10 ફૂટ ઊંચો, 4.5 ફૂટ પહોળો અને 9.5 ઈંચ જાડો છે. વર્ષની શરૂઆતમાં પણ આ તાળું અલીગઢમાં યોજાયેલા વાર્ષિક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. હવે શર્મા આ તાળાના નાના ફેરફાર અને શણગારમાં રોકાયેલા છે. તેઓ નથી ઈચ્છતા કે તેમાં કોઈ ઉણપ રહે. સત્ય પ્રકાશ શર્માની પત્ની રુક્મિણી દેવીએ આ તાળું બનાવવામાં તેમનો પૂરો સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ટોળાએ 15 ઘરોને આગ ચાંપી, એક યુવક પર કર્યો ગોળીબાર
તાળાઓ બનાવવા માટે કેટલો ખર્ચ થયો?
સત્ય પ્રકાશ શર્માની પત્નીએ જણાવ્યું કે અગાઉ અમે છ ફૂટ લાંબુ અને ત્રણ ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું. પરંતુ કેટલાક લોકોએ અમને મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું હતું. તે પછી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. શર્માના કહેવા પ્રમાણે, આ તાળાને બનાવવામાં લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. મેં રામ મંદિર માટે એક વિશાળ તાળું બનાવવાનું વિચાર્યું કારણ કે આપણું શહેર તાળાઓ માટે જાણીતું છે અને આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું નથી. મેં મારા જીવનની બધી બચત તેને બનાવવા માટે મૂકી દીધી.
(એજન્સીના ઇનપુટ્સ સાથે)