Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ટોળાએ 15 ઘરોને આગ ચાંપી, એક યુવક પર કર્યો ગોળીબાર
અધિકારીઓનું કહેવું છે કે આ હિંસામાં 45 વર્ષીય યુવકને ગોળી વાગી છે. તેના ડાબા પગમાં ગોળી વાગી હતી. ઘાયલ યુવકને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ફરી હિંસા (Manipur Violence) ભડકી અને 15 ઘરોને આગ ચાંપી દેવામાં આવી. આ સાથે ફાયરિંગનો મામલો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને ગોળી વાગી છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમનું કહેવું છે કે શનિવારે સાંજે લેંગોલ સ્પોર્ટ્સ વિલેજમાં ભીડે હંગામો મચાવ્યો ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન, સુરક્ષા દળોએ ભીડને વિખેરવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
રવિવારે સવારે જિલ્લામાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો
અધિકારીઓનું કહેવું છે કે આ હિંસામાં 45 વર્ષીય યુવકને ગોળી વાગી છે. તેના ડાબા પગમાં ગોળી વાગી હતી. ઘાયલ યુવકને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હાલ તેમની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે જિલ્લામાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, પ્રતિબંધમાં કોઈ છૂટ આપવામાં આવી નથી.
ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી
અધિકારીઓનું કહેવું છે કે ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં પણ હિંસા થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે ચેકોન વિસ્તારમાં એક મોટા વ્યાપારી સંસ્થાનમાં આગ લાગી છે, જેમાં મોટું નુકસાન થયું છે. આ સાથે જ આસપાસના ત્રણ મકાનો બળી ગયા હતા. જો કે ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી.
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 160 લોકોના મોત થયા
આ ઉપરાંત કાંગપોકપી જિલ્લામાં પણ સુરક્ષા દળો અને બદમાશો વચ્ચે ભીષણ ગોળીબાર થયો છે. આ ઘટના ન્યુ કીથેલ્મનબી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એ મુંગચમકોમમાં બની હતી. સુરક્ષા દળોએ એક બદમાશને પકડી લીધો અને તેની પાસેથી 50 રાઉન્ડ સાથે એક SLR જપ્ત કરી હતી.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીના વિપક્ષ પર જોરદાર પ્રહાર, કહ્યુ- કામ કરશે નહીં અને કરવા પણ નહીં દે, વિકાસનો કરે છે વિરોધ
એવું કહેવામાં આવ્યું છે કે 27 વિધાનસભા મતવિસ્તારોની સંકલન સમિતિ દ્વારા 24 કલાકની હડતાળ દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે ઇમ્ફાલમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. રાજ્યમાં હિંસા 3 મેના રોજ શરૂ થઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસામાં 160થી વધુ લોકોના મોત થયા છે. પોલીસ કાર્યવાહીમાં લૂંટાયેલા 1195 હથિયારો મળી આવ્યા છે.