Swapana Shastra: સપનામાં પાણી જોવું શુભ કે અશુભ, જાણો પુર, સમુદ્ર, નદી અને કૂવોના સપના શું સૂચવે છે

Swapana Shastra: જો તમે વારંવાર તમારા સપનામાં પાણી જુઓ છો તો જાણો કે તે શુભ શુકન છે કે ખરાબ. જો તમે તમારી ઊંઘમાં નદી, કૂવો, વરસાદ અથવા પૂર જુઓ છો તો તેના અર્થ અલગ હોઈ શકે છે.

Swapana Shastra: સપનામાં પાણી જોવું શુભ કે અશુભ, જાણો પુર, સમુદ્ર, નદી અને કૂવોના સપના શું સૂચવે છે
Water in Dreams
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:51 PM

Swapana Shastra: માણસ જ્યારે ગાઢ ઉંઘમાં હોય છે, ત્યારે તેને સપના (Dreams) આવે છે, સ્વપ્નશાસ્ત્રમાં એવું કહેવાય છે કે આ સપના ભવિષ્યનું સુચન કરે છે, અમે તમને આવા જ સપનાઓના અર્થ વિશે જણાવી રહ્યા છીએ, ડ્રિમ સીરીઝમાં આજે અમે તમને સપનામાં આવતા પાણી વીશે જણાવીશું. વ્યક્તિ ઘણીવાર સપનામાં કંઈક ને કંઈક જુએ છે. ક્યારેક કોઈ વ્યક્તિ સપનામાં પાણી જુએ છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં પાણી જોવાથી અલગ-અલગ સંકેત મળે છે. તે પાણી (Water)ના સ્ત્રોત પર આધાર રાખે છે. જો તમને આ દિવસોમાં આવા સપના આવે છે તો આ લેખ જુઓ. અહીં તેની સાથે સંબંધિત માહિતી છે.

સ્વપ્નમાં પાણી જોવાનો અર્થ

1. સપનામાં વરસાદનું પાણી જોવું

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં વરસાદનું પાણી જોવું એ શુભ પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે અથવા તમને કોઈ કામમાં સફળતા મળવાની આશા છે.

2. સ્વપ્નમાં પૂરનું પાણી જોવું

પૂરથી જનજીવન ખોરવાય છે. જો તમને તમારા સપનામાં પૂરનું પાણી દેખાઈ રહ્યું છે તો સમજી લેવું કે તમારા જીવનમાં બહુ જલ્દી મુશ્કેલી આવી શકે છે અથવા તમને ક્યાંકથી ખરાબ સમાચાર મળી શકે છે.

આ પણ વાંચો

3. સ્વપ્નમાં કૂવાનું પાણી જોવું

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં કૂવાનું પાણી જોવું એ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં કૂવામાંનું પાણી જુઓ છો, તો જલ્દી જ તમને ક્યાંકથી સારા સમાચાર મળી શકે છે અથવા તમને ધનનો લાભ પણ મળી શકે છે.

4. સ્વપ્નમાં નદીનું પાણી જોવું

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં નદીનું પાણી જોવા મળે તો જૂની મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ શકે છે. તમને જીવનમાં એક સુવર્ણ તક મળી શકે છે અથવા તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની તક પણ મળી શકે છે. જો તમે તમારી જાતને નદીમાં તરતા જુઓ તો તે પણ શુભ માનવામાં આવે છે.

5. સ્વપ્નમાં દરિયાનું પાણી જોવું

સપનામાં દરિયાનું પાણી જોવું શુભ માનવામાં આવતું નથી. સ્વપ્ન શાસ્ત્રો અનુસાર આવા સ્વપ્ન જીવનમાં ઉતાર-ચઢાવનો સંકેત આપે છે. આવા સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. જો તમે તમારા સપનામાં સમુદ્રનું પાણી જુઓ છો, તો તમારી વાણી પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. કારણ કે તે ઘણા વિવાદનું કારણ બની શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">