લાડલી બહેન યોજના: ખાતામાં દર મહિને આવશે પૈસા, કોણ છે યોજના માટે પાત્ર અને કેવી રીતે મળશે લાભ, જાણો તમામ વિગત
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી લાડલી બહેન યોજનાનો લાભ અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડ મહિલાઓને મળ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ રાજ્યના દરેક વર્ગની મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. શું છે આ યોજના માટે પ્રક્રિયા અને કોને મળશે લાભ અહીં તમે સમગ્ર વિગત જાણી શકો છો.

લાડલી બહેન યોજનાથી મધ્યપ્રદેશની લાખો મહિલાઓને સીધો ફાયદો થઈ રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને આર્થિક સુરક્ષા આપવામાં આવી રહી છે. હાલમાં જ MP માં ભાજપની જીત થઈ છે. જેમાં કહેવામા આવે છે કે આ યોજના તેમની જીતમાં મહત્વનો ભાગ ભજવે છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓ તેમજ તેમના બાળકોના સ્વાસ્થ્યને સુધારવાનો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ યોજના શરૂ કરી હતી, જેમાં અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડ મહિલાઓને ફાયદો થયો છે.
આ યોજનાને અમલમાં લાવતી વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય રાજ્યની મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. મહિલાઓ આ યોજના હેઠળ મળેલી રકમનો ઉપયોગ તેમના અને તેમના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે કરી શકે છે. આ યોજના હેઠળ કુલ 1,25,33,145 મહિલાઓએ અરજી કરી હતી, જેમાંથી 1,25,05,947 મહિલાઓ પાત્ર હોવાનું જાણવા મળ્યું છે.
શું છે યોજનાની વિશેષતા?
આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. એટ્લે કે, દરેક મહિલાને એક વર્ષમાં 12,000 રૂપિયા સહાય સ્વરૂપે આપવામાં આવે છે. અગાઉ આ માટે અરજી કરવાની વય મર્યાદા 23 વર્ષ રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. એટ્લે કે આ યોજનાનો લાભ હવે મોટી માત્રામાં મળશે. સરકાર આ માટે દર વર્ષે 12 હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી રહી છે.
યોજનાનો લાભ કોને અને ક્યારે મળશે?
મધ્યપ્રદેશમાં ચાલી રહેલી આ યોજનાનો લાભ તમામ વર્ગની મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, ત્યજી દેવાયેલી મહિલાઓ અને વિધવાઓને પણ આ યોજના હેઠળ લાભાર્થી બનાવવામાં આવ્યા છે. યોજના હેઠળ 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : PM સ્વનિધિ યોજના : લોન પર 7% ની વ્યાજ સબસિડી, દર મહિને મળશે કેશ બેક, મોદી સરકારની આ સ્કીમ દરેક નાગરિક માટે કામની
ક્યાં દસ્તાવેજો છે જરૂરી ?
લાડલી બહેન યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. આ માટે અરજદાર પાસે આધાર કાર્ડ અને તેનો ફોટો હોવો જરૂરી છે. જે મુખ્ય દસ્તાવેજ છે. ખાસ કરીને બેંક ખાતાની વિગતો ભરવાની સાથે મોબાઈલ નંબર અને મૂળ રહેઠાણનું પ્રમાણપત્ર પણ આપવું જરૂરી રહેશે. જન્મ તારીખ ચકાસવા માટે, જન્મ પ્રમાણપત્ર પણ રજૂ કરવું જરૂરી રહેશે.
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો