Govt Scheme : Mahila Samman Savings Scheme જેમાં મહિલાઓને રોકાણ કરવા પર મળશે વાર્ષિક 7.5 ટકા વ્યાજ, જાણો સમગ્ર પ્રક્રિયા
મહિલા સન્માન બચત યોજના: કેન્દ્ર સરકારે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર નામની યોજના દાખલ કરી હતી. જે અંતર્ગત મહિલાઓ બે વર્ષ માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. મહિલા સન્માન બચત યોજના એ ભારત સરકારની યોજના છે. આ યોજના ભારત સરકાર દ્વારા માત્ર મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. આ એક સામટી યોજના છે, જે પાકતી મુદત પૂરી થવા પર બાંયધરીકૃત આવક પૂરી પાડે છે.

Mahila Samman Savings Scheme : મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC)ની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24 ની અંદર કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ યોજના સત્તાવાર રીતે 1 એપ્રિલ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતની કોઈપણ મહિલા પોતાનું ખાતું ખોલાવી લાભ લઈ શકે છે.
આ સ્કીમ પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જે ત્રણ માસના ધોરણ અનુસાર મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે. કોઈપણ મહિલા ખાતાધારક વાર્ષિક રૂપિયા 1 હજાર થી રૂપિયા 2 લાખ સુધી જમા કરાવી શકે છે. મહત્વનુ છે કે મહિલા સન્માન બચત યોજના એ ફક્ત 31 માર્ચ 2025 સુધી 2 વર્ષ માટે ઉપલબ્ધ છે.
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને MSSC ખાતા ખોલવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જોકે આ સિવાય દેશભરની તમામ પોસ્ટ ઓફિસમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ સરકાર દ્વારા કરાવવામાં આવી છે. એટલે કે તમે પોસ્ટ ઓફિસમાં પણ ખાતું ખોલાવી શકો છો.
મહિલા સન્માન બચત યોજના ચોક્કસ પણે દેશની તમામ મહિલાઓને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા અને વધુ વ્યાજ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના 1 એપ્રિલ 2023 ના રોજ શરૂ કરવામાં આવી. આ યોજનાનો લાભ ફક્ત ભારતીય મહિલાઓને જ મળે છે. મહિલાઓ કોઈપણ વયની હોય મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો લાભ તેણી મેળવી શકે છે.
ક્યાં ક્યાં પુરાવા છે આવશ્યક ?
આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો જરૂરી દસ્તાવેજો છે. ભારત સરકાર આ વન ટાઈમ યોજના છે. આમાં પાકતી મુદત પૂરી થવા પર બાંયધરીકૃત આવક મળે છે. મહિલા સન્માન બચત પત્ર યોજનામાં 2 વર્ષ માટે નાણાં જમા કરાવી શકાય છે. મહત્વનુ છે કે આ યોજનામાં તમને મેચ્યોરિટી પર એકસાથે 2 વર્ષનું વ્યાજ મળવા પાત્ર છે.
આ પણ વાંચો : Govt Scheme : હવે દર મહિને સરકાર આપશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા અને પાત્રતા
2 લાખ રૂપિયાનું રોકાણ કરો તો 2 વર્ષમાં કેટલા રૂપિયા મળશે?
જો તમે રૂ. 2 લાખ રૂપિયા જેટલું રોકાણ કરો છો, તો તમને પ્રથમ ક્વાર્ટર બાદ રૂપિયા 3,750નું વ્યાજ મળશે. બીજા ક્વાર્ટરના અંતમાં આ રકમનું ફરીથી રોકાણ કર્યા પછી, તમને 3,820 રૂપિયાનું વ્યાજ મળશે. તદનુસાર, જ્યારે યોજના પરિપક્વ થશે, ત્યારે કુલ રૂ. 2,32,044 પ્રાપ્ત થશે.
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો