Govt Scheme : હવે દર મહિને સરકાર આપશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા અને પાત્રતા
PM કિસાન માનધન યોજનાના લાભો મેળવવા માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મળવા પાત્ર છે. આ યોજનામાં તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. મહત્વનુ છે કે ક્યાં ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે જેને લગતી તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના PM કિસાન માનધન યોજના (PM Kisan Mandhan Yojana) છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપી રહી છે.
માત્ર 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. રોકાણની રકમ અરજદારની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે 18 વર્ષની ઉંમરે આ પ્રોગ્રામ માટે અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 40 વર્ષની ઉંમરે અરજી કરો છો, તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને અરજી કરી શકો છો. આ પછી તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો VLE (Village Level Entrepreneur) ને આપવા પડશે. આ પછી તે તમારી અરજીને યોજનામાં સામેલ કરશે. આ ઉપરાંત, તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને જાતે જ આ યોજના માટે અરજી કરી શકો છો. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
આ છે મહત્વપૂર્ણ માહિતી
- 2 હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે
- કોઈ પણ અરજદારની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઓળખપત્ર
- ઉમરનું પ્રમાણપત્ર
- 7/12, 8A
- બેંક ખાતાની પાસબુક
આ પણ વાંચો: ખેડૂતો માટેની 5 સરકારી યોજના, આજે જ કરો અરજી, ખેતીમાં થશે ફાયદો
કેવી રીતે નોંધણી કરવી
- સૌ પ્રથમ તમે સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- આ પછી હોમપેજ પર જાઓ અને લોગિન કરો
- ત્યારબાદ ઉમેદવારોએ અરજીમાં લોગીન કરવા માટે તેમનો ફોન નંબર ભરવાનો રહેશે
- હવે ઉમેદવારની જરૂરી માહિતી દાખલ કરવી
- ત્યારબાદ જનરેટ OTP પર ક્લિક કરો
- OTP જનરેટ પર ક્લિક કર્યા બાદ મોબાઈલ નંબર પર એક OTP આવશે
- આ પછી ખાલી બોક્સ ભરવાનું રહેશે
- પછી અરજી ફોર્મ સબમિટ કરો
- છેલ્લે તમારે PDF ની પ્રિન્ટ કાઢવાની રહેશે
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો