કોઈપણ વાઈનની બોટલ કેટલા સમયમાં એક્સપાયર થઈ જાય છે? સીલબંધ કે સીલ તોડેલી બોટલ કેટલા દિવસ સુધી સારી રહી શકે?
Liquor Expiration: દારૂની બંધ બોટલને જો સારી રીતે સ્ટોર કરવામાં આવે તો વર્ષો સુધી ખરાબ થતી નથી. પરંતુ એકવાર બોટલ ખુલ્યા બાદ વ્હીસ્કી 1-2 વર્ષ, રમ 6 મહિના, વોદકા 2,3 વર્ષ, બીયર 1,2 દિવસ માં પી જવી જોઈએ, નહીં તો એ ખરાબ થઈ જાય છે.

આપણે અક્સર સાંભળ્યુ છે કે શરાબ જેટલી જૂની હોય એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ હવે હેલ્થ કોન્શ્યિસ લોકો દરેક વસ્તુની એક્સપાયરી ડેટ ચેક કરે છે. ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે શું ઘરમાં રાખેલી દારુની બોટલની પણ એક્સપાયટી ડેટ હોય છે. અથવા તો એ ક્યા સુધી ખરાબ નથી થતી. ખાસ કરીને જો બોટલનું સીલ ખોલી નાખવામાં આવ્યુ હોય ત્યારે. સીલબંધ બોટલ વિશે જાણકારો અલગ અલગ મત ધરાવે છે. હવે તો તેના જવાબ માટે લોકો AIને પણ સવાલ પૂછી શકે છે અને પૂછે પણ છે. શરાબ મોટાભાગના લોકો માટે એક અદબ(પ્રતિસમ્માન) અને એક તહઝીબ (શિષ્ટાચાર) નો વિષય રહી છે. દારૂ બનવાની રીત પર નિર્ભર કરે છે તેની ઉંમર કેટલીક દારૂની સમય મર્યાદા જલ્દી સમાપ્ત થઈ જાય છે. અથવા એમ કહો કે તેની સુગંધ જતી રહે છે...
