Foreign Villages : રોમાનિયાના ગામડાંઓમાં આ રીતે કરાય છે મધનું ઉત્પાદન, જાણો વિદેશી ખેતી કરવાની રીત….
વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ.
આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે. પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).
બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું
શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.
વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…
શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.
અહીં જૂઓ ગામડાંનો વીડિયો….
આ વીડિયોમાં રોમાનિયાનું એક ગામડું જોઈ શકો છો. તેની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ હરિયાળી જોઈ શકાય છે. ખેતરો અને છાંપરાવાળા મકાનો પણ જોવા મળી રહ્યા છે. સાઉથ ઈસ્ટર્ન કાર્પેથિયન્સમાં જીઈમ્સમાં ગ્રામ્ય જીવનની એક સુંદર નાની ડોક્યુમેન્ટરી જોઈ શકાય છે. પ્રાચીન, સ્થાનિક, નાના ફાર્મ-હાઉસો પથ્થરવાળા રસ્તાઓ પર બાંધેલા જોઈ શકાય છે. ઘોડાગાડી પણ લોકો લઈને જતાં જોવા મળી રહ્યા છે. બધા આખો દિવસ મોટાભાગના લોકો નાના પાયે ખેતી કરીને પોતાનું મધ, ચીઝ, બ્રેડ, શાકભાજી અને ફળ, દૂધ અને માંસનું ઉત્પાદન કરીને જીવે છે. પાણી હંમેશા કૂવામાંથી આવે છે, શુદ્ધ, ચમકતું અને ઠંડું. ગાયો અને ઘેટાંને ઘંટડી બાંધવામાં આવે છે અને ગામની ઉપર પર્વત ઘાસના મેદાનો અને જંતુઓના જીવન સાથે ગુજારો કરે છે.
અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.