અવકાશમાં આટલી ઊંચાઈએ લહેરાવ્યો ત્રિરંગો, વીડિયો જોઈ થઈ જશો મંત્રમુગ્ધ
સ્પેસ કિડ્સ ઈન્ડિયા (Space Kids India) સંસ્થાએ અંતરિક્ષની નજીક 30 કિમીની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ (Space Kids India) અંતરિક્ષની નજીક 30 કિમીની ઉંચાઈ પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રીતે 76માં સ્વતંત્રતા દિવસની (76th Independence Day) ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી. સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ તેનો વીડિયો પણ જાહેર કર્યો છે. સંગઠનનું કહેવું છે કે તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન માટે અવકાશમાં ત્રિરંગો લહેરાવ્યો (tiranga hoisted high in space) છે અને તે લોકો માટે પણ છે જેઓ ભારતને ગૌરવ અપાવવા માટે દરરોજ સખત મહેનત કરી રહ્યા છે.
સ્વતંત્રતાના અમૃત ઉત્સવ અને હર ઘર ત્રિરંગા અભિયાનને વીડિયો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દરેક ઘરે ત્રિરંગો ફરકાવીને હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહી છે. સ્પેસ કિડ્સ ઈન્ડિયા એ એરોસ્પેસ સંસ્થા છે જે દેશ માટે યુવા વૈજ્ઞાનિકોનું સર્જન કરે છે.
આજના દિવસે દેશના વિવિધ ભાગોમાંથી આવી ગૌરવવંતી તસવીરો સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે જ્યાં લોકો ત્રિરંગો ફરકાવે છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ભારતીય સેનાના જવાનો સિયાચીન ગ્લેશિયર પર ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રગીત ગાય છે.
#WATCH Indian Army troops recite the national anthem at the Siachen Glacier after unfurling the national flag on the occasion of the 76th Independence Day
(Source: Indian Army) pic.twitter.com/Dhd8JjiXDY
— ANI (@ANI) August 15, 2022
લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે માત્ર ભારતના દરેક ખૂણામાં જ નહીં, પરંતુ વિશ્વના દરેક ખૂણે, આજે કોઈને કોઈ સ્વરૂપે ભારતીયો દ્વારા અથવા વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો શાનથી લહેરાવી રહ્યાં છે.